વૃશ્ચિક રાશિમાં બુધનું ભ્રમણ જાણો વિધાતાના વિધાનમાં તેની શું થશે અસર

મિત્રો, આપણાં જીવન મા ક્યારે શું થવાનું છે તેનો સંપૂર્ણ આધાર આપણી રાશી પર રહેલો છે. જ્યોતિષ શાસ્ત્ર મા આ રાશિઓ વિશે ની સંપૂર્ણ માહિતી આપેલી હોય છે. હાલ ,બુધ વૃશ્ચિક રાશિ મા પ્રવેશવા જઈ રહ્યા છે ત્યારે આવનાર દિવસો તમારા માટે કેવા નિવડશે? તેના વિશે માહિતી મેળવીએ. બુધ વેપાર ક્ષેત્રે લાભ અપાવનાર ગ્રહ છે. પરંતુ , હાલ વર્તમાન સમય મા તો ભયજનક મંદી જણાય રહી છે.

હાલ ગ્રાહક વર્ગ મા ઘટાડો થતાં આર્થિક સ્થિતિ કથળી છે. હાલ વર્તમાન સમય મા બજારો મા સુસ્તી જણાઈ રહી છે. આવક કરતાં જાવક મા વૃદ્ધિ થશે. લોકોએ આર્થિક નાણાંભીડ નો સામનો કરવો પડશે અને મોટા ભાગ ના વ્યાપારીઓએ આ મંદી નો ભોગ બનવું પડશે. આ સમય ઘણો તણાવજનક રહેશે. નાના વ્યાપારીઓ પણ આ ભયજનક મંદી નો સામનો કરશે. ખેડૂતો પણ આ ભયજનક મંદી નો ભોગ બનશે.

સરકારી સહાય તેમના માટે આધારરૂપ બનશે. નાના વ્યાપારીઓએ પોતાના રોજિંદા વ્યાપાર પર સૂક્ષ્મ નજર રાખવી પડશે. હાલ કોઈપણ પ્રકાર નું આંધળુ સાહસ ના કરવુ. આ ઉપરાંત શેર-સટ્ટા થી બને તેટલી દુરી રાખવી. જે વ્યાપારી ગણતરીપૂર્વક વ્યાપાર કરશે તેના માટે આ મંદી ના સંજોગો પણ લાભદાયી બનશે. કોઈ ના બતાવીએ આંધળા રસ્તે ચાલવું નહી.

હંમેશા કોઈપણ જાત ના નાણાકીય રોકાણ કરતાં પૂર્વે અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી. કોઈ લોભ-પ્રલોભન મા આવીને કોઈ જગ્યાએ આડાઅવળું નાણાંકિય રોકાણ ના કરવું. વિવિધ બજારો મા હાલ સંજોગો નરમ-ગરમ રહેશે. શેર-સ્ટોક મા પણ હાલ અસ્થિરતા નો માહોલ જણાય રહ્યો છે. તેલ, મગફળી, તલ વગેરે જેવી વસ્તુઓ મા પણ ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે આ ઉપરોકત બાબતો અંગે વિશેષ સાવચેતી રાખશો તો તમારું જીવન સરળ , સુખમયી અને શાંતિમય બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.