વિદેશથી પરત ફરેલી આ યુવતીના પિતા છે IPS અધિકારી છતાં તે કરી રહી છે ખેતી, જાણો કારણ

એક જાણીતી કેહવત મુજબ ઘણીવાર કેહવામા આવે છે કે માનવ ની ઓળખ તેના ઘરવાળા અથવા તો તેના માતા-પિતા શું કરે છે તેના થી નક્કી નથી થતુ પરંતુ માનવી પોતે શું કરે છે તેના થી જ ઓળખાય છે. તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે એવી જ એક યુવતી વિશે કે જે વાંચી ને કદાચ તમને વિશ્વાસ પણ ન થાય. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એક યુવતી ના પિતા એક આઈ.પી.એસ અધિકારી હોય અને જેની બાલ્યાવસ્થા અમેરિકા મા વીત્યું હોય તે ભારત મા આવી ને ખેતી કરે.

આવું ભાગ્ય જ ક્યાંક બનતું હશે કે વિદેશ મા પોતાનુ બાળપણ વિતાવ્યું હોય અને જેના પિતા એક ઉચ્ચ અધિકારી હોય ને તેની પુત્રી અહિયાં ભારત મા આવી એક સામાન્ય માણસ ની જેમ ખેતી કરે. પણ આજ ના આર્ટીકલ મા એક એવી જ વાર્તા કે જે સત્ય હકીકત ઉપર આધારિત છે તે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

વાત કરવામા આવે છે યુપી ના લખનૌ શેહર મા વસતી વૈષ્ણવી ની કે જેણે પાંચ વર્ષ થી પણ વધુ સમય અમેરિકા મા પસાર કર્યો અને ત્યાં જ રહીને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્યારબાદ ત્યાં થી પરત ભારત આવી ને આ એવું કામ હાથ મા લીધું કે તેના લીધે હાલ તે ચર્ચા નો વિષય બની ગઈ છે. આ સાથે તમને જણાવી દઈએ કે અમેરિકા મા પોતાનો અભ્યાસ પૂરો કરનાર વૈષ્ણવી એક સારી ગોલ્ફ ની પ્લેયર પણ છે અને હાલ જે ખેડૂત તરીકે ખેતી કામ કરી રહી છે.

૬ ડિસેમ્બર મા ૧૯૯૦ મા વૈષ્ણવી નો જન્મ થયો અને તેના પિતા આલોક સિંહા કે જે એક આઈ.પી.એસ અધિકારી છે. તેની નાની બહેન પણ છે કે જેનું નામ શંભવી છે. તે ભણવામા ઘણી હોંશિયાર હોવા ના લીધે તેને ઉચ્ચ અભ્યાસ અમેરીકા મા જ થયો છે. તો શું કારણ છે તેને આ ખેડૂત તરીકે ખેતી કામ કરવાનો.

ધોરણ બાર સુધી અહિયાં અભ્યાસ પૂરો કરી કોલેજ માટે અમેરિકા ની શિકાગો યુનિવર્સિટી મા દાખલો લેવા મા આવ્યો અને ત્યાં થી જ તમામ ડિગ્રી મેળવી. ત્યાં વિદેશ મા અભ્યાસ ની સાથોસાથ તેને ગોલ્ફ ની પ્રેક્ટિસ પણ ચાલુ કરી અને પોતે એક સારા ગોલ્ફર તરીકે પણ સ્થાન મેળવ્યું. અભ્યાસ બાદ તેમને બે વર્ષ સુધી ત્યાં જ રહી ગોલ્ફ રમત મા પોતાની કારકિર્દી ની શરૂવાત કરી.

આ બાદ તેને પોતાના પાપા ના કહ્યા મુજબ કે બીજા કરતા કૈઈક જુદું વિચારવુ માટે ભારત આવી ને એક ખેડૂત તરીકે ખેતી કરવાનુ વિચાર્યું. આ માટે તેના પિતા દ્વારા નોઇડા મા ૪૦ એકર જમીન ની ખરીદી કરી અને થોડી ગાયો પણ લઇ આપી ને કહ્યું કે હવે પોતે આ ધંધો આગળ વધારે. હાલ તેમની પાસે ૨૧ જેટલી ગાયો છે અને જેથી તે રોજ નુ ૫૦ થી ૬૦ લીટર દૂધ મેળવે છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.