વર્ષો બાદ અરુણ ગોવિલે આપ્યું નિવેદન, રામનું પાત્ર ભજવવા માટે આપ્યું હતું આ મોટું બલિદાન

મિત્રો , જ્યારે પણ આપણે રામાયણ વિશે વાત કરીએ ત્યારે રામાયણ નિ સીરીયલ મા રામ નો કિરદાર નિભાવતા અરુણ ગોવિલ ની યાદ આવી જાય. આમ , તો રામાયણ ની ઘણી વિવિધ સીરીયલ બનાવવા મા આવી પરંતુ , આ રામાયણ સીરીયલ ની વાત જ કઈક અલગ વિશેષ છે.

હાલ ની રામાયણો જોઈ ને તો લોકો રામાયણ નામ માત્ર થી કંટાળી ગયા હતા. બધી જ રામાયણ મા વિવિધ દ્રષ્ટિકોણ. પરંતુ , સૌથી વધુ હિટ રહી હોય તો તે રામાનંદ સાગર ની રામાયણ. આ સીરીયલ મા મુખ્ય ચર્ચા મા રહ્યા હોય તો તે છે અરુણ ગોવિલ. જે શ્રીરામ નો કિરદાર નિભાવતા હતા. તેમણે રામ નો કિરદાર નિભાવી બધા જ લોકો ના હૃદય મા સ્થાન જમાવ્યુ હતુ.

આજે અરુણ ગોવિલ ૬૧ વર્ષ ની વય ધરાવે છે. જો કે આ પાત્ર બાદ લોકો મા તેમની પ્રતિષ્ઠા વધી ગઈ પરંતુ , આ પાત્ર નિભાવવુ કઈ સરળ ના હતુ. અરુણ ના કહ્યા મુજબ જ્યારે તે આ સીરીયલ મા શ્રીરામ માટે ઓડીશન આપવા આવ્યા તો તેને નકારી દેવા મા આવ્યા હતા. તે પાછળ નુ એક માત્ર કારણ એ જ હતુ કે રામાનંદ સાગર રામ ના કિરદાર મા એક એવી વ્યક્તિ ને જોતા હતા કે જેમા કોઈપણ પ્રકાર ની કુટેવ ના હોય.

આ સમયે અરુણ ગોવિલ ને સિગરેટ પીવા ની આદત હતી. આ કિરદાર મેળવવા માટે તેમણે સિગરેટ છોડવી પડી. આ ઉપરાંત સીરીયલ પૂર્ણ થયા પછી પણ તેણે સિગરેટ ને ફરી જીવન મા સ્થાન ના આપ્યુ. એ તો કહી જ શકાય કે તેમના દ્વારા ભજવેલુ રામ નુ પાત્ર હાલ પણ લોકો ના હૃદય મા જીવંત છે.

આ સીરીયલ બાદ તેમને અન્ય કોઈ જગ્યા એ સ્થાન પ્રાપ્ત ના થયુ. આ ઉપરાંત તેમના રામ ના કિરદારે લોકો મા એક એવી છબી ઊભી કરી કે હાલ પણ લોકો તેમને રામ ના સ્વરૂપ મા જ જુએ છે અને તેમને વંદન કરે છે. આ સીરીયલ બાદ અરુણ ગોવિલે વિક્રમ વેતાલ મા કાર્ય કર્યુ. આ સીરીયલ પણ ખૂબ જ હિટ ગઈ હતી. રામાયણ અને વિક્રમવેતાલ સિવાય તે અન્ય કોઈપણ જગ્યા એ કાર્ય મેળવી શક્યા ના હતા.

અરુણ નો જન્મ યુ.પી ના મેરઠ મા થયો. તેમને અભ્યાસ ની સાથે અભિનય નો પણ ખૂબ જ શોખ હતો. જેથી તેઓ મુંબઈ આવ્યા અને અભિનય લાઈન મા પ્રવેશવા ના પ્રયાસો કર્યા. શ્રી રામ નુ પાત્ર ભજવ્યા બાદ અરુણ ને ઘણી સફળતા પ્રાપ્ત થઈ. આ પાત્ર હાલ વિશ્વ મા અમર થઈ ગયુ. જો કે આ પાત્ર બાદ તેમને અન્ય કોઈ કાર્ય મળ્યુ નહી પરંતુ , હાલ પણ લોકો રામ નુ નામ સાંભળે એટલે અરુણ નો ચહેરો જ ઈમેજિન કરે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.