વર્ષ ૨૦૧૯ ના અંતમાં અને નવું વર્ષ ૨૦૨૦ ની શરૂઆતમાં થશે એક ગ્રહણ, આ ગ્રહણ થવાથી જાણો કેવી પડશે અસર

મિત્રો હાલ વર્ષ ૨૦૧૯ તેના અંતિમ પડાવમા છે અને આ ૨૦૧૯ ના અંતિમ દિવસોમા સૂર્યગ્રહણ એ થવા જઈ રહ્યું છે માટે આ સૂર્યગ્રહણ ૨૬ મી ડિસેમ્બર ના રોજ દેખાશે અને આ સૂર્યગ્રહણ એ વલયાકાર હશે જેમાં સૂર્ય એ અંગુઠીની સમાન દેખાશે અને આ સૂર્યગ્રહણ મા સૂર્ય લાલ રંગ ની રિંગ ના આકાર નો દેખાશે જેથી તેને કંકણાકૃતિ સૂર્યગ્રહણ કેહવામા આવે છે.

વર્ષ ના અંતિમ સમય મા આ સૂર્ય ગ્રહણ લાગશે તો નવા વર્ષ ૨૦૨૦ મા ૧૦મી જાન્યુઆરી ના રોજ નુતનવર્ષ નું પ્રથમ ગ્રહણ લાગશે. જે ચંદ્ર ગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ ૧૦મી જાન્યુઆરી ના રોજ રાત્રિ ના ૧૦ કલાક અને ૩૭ મિનિટ થી લાગશે. તો ચાલો આજે આ લેખ મા આપણે વર્ષ ૨૦૧૯ ના અંતિમ ગ્રહણ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ :

૨૬મી ડિસેમ્બર ના રોજ વર્ષ નું છેલ્લું સૂર્ય ગ્રહણ લાગશે. જો વર્ષ નું છેલ્લું સૂર્ય ગ્રહણ ડીસેમ્બર મહિના ની ૨૬ તારીખે થશે તો ગ્રહણ થતા પૂર્વે સુતક કાળ નો પ્રારંભ થઇ રહ્યો છે. સુતક કાળ લાગવા થી આ સમયે મંદિરો ના દ્વાર બંધ કરી દેવા મા આવે છે. આ સાથે જ આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવા થી દુર રહેવામા આવે છે. આ વખતે સૂર્ય ગ્રહણ ભારત મા પણ રહેશે જેની અસરો તમામ રાશિઓ પર પણ જોવા મળશે. તો ચાલો આ અંગે આગળ ચર્ચા કરીએ:

વર્ષ ૨૦૧૯ નું અંતિમ સૂર્ય ગ્રહણ :

સૂર્ય ગ્રહણ નો પ્રારંભ : પરોઢે ૦૮:૧૭ મિનિટ
પરમગ્રાસ : પરોઢે ૯:૩૧ મિનિટ
સૂર્ય ગ્રહણ નો પુર્ણાહુતી નો સમય : પરોઢે ૧૦:૫૭ મિનિટ
સૂર્ય ગ્રહણ નો ટોટલ સમયકાળ : ૨ કલાક ૪૦ મિનીટ ૨ સેકન્ડ.
સુતક નો પ્રારંભિક સમયકાળ : ૨૫મી ડીસેમ્બર ના રોજ બુધવાર ની સાંજે ૫:૩૧ મિનિટ થી.
સુતક નો પુર્ણાહુતી નો સમય : ૨૬મી ડીસેમ્બરે ગુરુવાર ના રોજ પરોઢે ૧૦:૫૭ મિનિટ

આ છેલ્લા સૂર્ય ગ્રહણ ની રાશિઓ પર કેવી થશે અસર :

સૂર્ય ગ્રહણ ધન રાશિ તથા મૂળ નક્ષત્ર ના ત્રીજા તબ્બકા મા થતું હોવા થી આ સૂર્ય ગ્રહણ ભારત માટે અશુભ નથી. ધન રાશિ મા થનાર આ સૂર્ય ગ્રહણ અન્ય રાશિઓ માટે લાભદાયી સાબિત થઈ શકે છે, જેમ કે ધન રાશિ અને મિથુન રાશિ ને આવનાર સમય મા નાની-મોટી સમસ્યા, રૂકાવટ તથા બેચેની નો સામનો કરવો પડી શકે, કન્યા અને મીન રાશી ના જાતકો માટે આ સૂર્ય ગ્રહણ વ્યાપાર તથા વ્યવસાય અને જમીન-મકાન ક્ષેત્રે અવિરત સફળતા અપાવી શકે. આ સિવાય ની અન્ય રાશિઓ માટે આ સૂર્ય ગ્રહણ સમ એટલે કે ઓછી અસર વાળુ તથા મધ્યમ ગણી શકાય.

૨૦૨૦ ના વર્ષ મા ક્યારે-ક્યારે અને કયા-કયા થશે ગ્રહણ :

વર્ષ ૨૦૨૦ માત્ર ૪ ચંદ્ર ગ્રહણ અને ૨ સૂર્ય ગ્રહણ દેખાશે

પ્રથમ ચંદ્રગ્રહણ –૧૦મી જાન્યુઆરી, બીજુ ચંદ્રગ્રહણ – ૫મી જૂન, ત્રીજું ચંદ્રગ્રહણ – ૫મી જુલાઈ અને ચોથું એટલે કે અંતિમ ચંદ્રગ્રહણ – ૩૦મી નવેમ્બર મા રોજ થશે. આ સિવાય પહેલું સૂર્ય ગ્રહણ – ૨૧મી જૂન અને બીજુ સૂર્ય ગ્રહણ ૧૪મી ડિસેમ્બર ના રોજ થશે.

One thought on “વર્ષ ૨૦૧૯ ના અંતમાં અને નવું વર્ષ ૨૦૨૦ ની શરૂઆતમાં થશે એક ગ્રહણ, આ ગ્રહણ થવાથી જાણો કેવી પડશે અસર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.