ઉનાળાની કાળઝાળ ગરમીમા ઘરે બનાવો શરીરને ઠંડક પહોચાડતું પીણું લીંબુ સીકંજી, જાણો રેસીપી

મિત્રો હવે ધીમે ધીમે શિયાળા નો અંત આવી રહ્યો છે અને ઉનાળા ની ઋતુ નો પ્રારંભ થઈ રહ્યો છે. ઉનાળા ની ઋતુ ના પ્રારંભ ની સાથે જ વાતાવરણ મા ગરમી નુ પ્રમાણ વધશે જેથી વારંવાર કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થયા રાખશે અને માર્કેટ મા ઠંડા- પીણાઓ તથા લીંબુ શરબત પીવા ની ઈચ્છા થશે. હાલ તમને એક એવા પીણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે ઘરે પણ બનાવી શકો અને ઠંડક મેળવી શકો છો. આ પીણું છે “લીંબુ સિકંજી” તો ચાલો આ પીણું કેવી રીતે બને અને તેના વિશેની વિસ્તૃત માહિતી મેળવીએ.

લીંબુ સિકંજી બનાવવા માટેની જરૂરી ચીજવસ્તુઓ :

લીંબુ બે નંગ, ખાંડ બે ચમચી, સંચળ એક ચમચી, શેકેલું જીરૂ એક ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, તકમરીયા બે ચમચી, અને પાણી બે ગ્લાસ.

આ લીંબુ સિકંજી બનાવવા માટે સૌપ્રથમ તકમરીયા ને એક પાત્ર મા પલાળી દો. તમે તેને પાણી મા પલાળશો એટલે તે તરત જ ફૂલી જશે. હવે એક પાત્ર મા પાણી લઈ ને તેમાં લીંબુ નો રસ ઉમેરો ત્યારબાદ તેમાં આ તકમરીયા, સંચળ, શેકેલું જીરું તથા ચાટ મસાલો ઉમેરો. આ બધી જ વસ્તુઓ ને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.

ત્યારબાદ જો તમે ઇચ્છો તો તેમાં બરફ ઉમેરી શકો છો. ગરમી ની ઋતુ મા આ પીણું બનાવીને તમે તેને ફ્રિજ મા સંગ્રહ પણ કરી શકો છો. આ પીણું નાના બાળકો ને ખુબ જ પસંદ પડશે ઉપરાંત ગરમી ની ઋતુ મા આ પીણું સેવન કરવાથી શરીર મા પાણી ની માત્રા જળવાઈ રહે છે. શરીર નુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને શરીર રોગ મુક્ત બને છે. તમે પણ આ ગરમી ની સિઝન મા આ પીણાં નુ અવશ્ય સેવન કરજો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.