તેલમાં તળ્યા વિના જ બનાવો સ્વાદિષ્ટ ભજીયા

ભજીયા દરેક ને ખુબ જ ભાવતા હોય છે. પણ હેલ્થ ના લીધે લોકો ઘણી વાર મન હિવા છતાં ખાઈ નથી શકતા પણ આજે અમે તમારા માટે લાવ્યા છીએ સ્પેશિયલ વિના તેલ ના ભજીયા.

રીત:-

 • ૧ વાટકો ચણાનો લોટ
 • એક બાફેલુ બટેટુ
 • એક વાટકો ઝીણી સમારેલી ડુંગળી
 • ૧ નંગ ઝીણી સમારેલી કોથમીર
 • ૧ કપ જરૂર મુજબ મીઠું
 • એક ચપટી હળદળ
 • એક ચપટી ધાણાજીરું પાઉડર
 • સ્વાદ અનુસાર ગરમ મસાલો
 • લાલ મરચું પાવડર
 • એક ચપટી હિંગ
 •  સમારેલી મેથી ૧ વાટકી

સામગ્રી:-

 • આ ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ ની અંદર ચણાનો લોટ લો
 • હવે તેની અંદર બાફેલું બટેટુ ઉમેરો બટેટા ને મેસ કરી ને અને ઉમેરવાના રહેશે.
 • હવે તેની અંદર ડુંગળી અને મેથી અને ઉમેરી  દો, બીજા બધા મસાલા પણ ઉમેરો.
 • આ બધું ઉમેરી અને લોટ ને બરાબર રીતે હલાવો. આ લોટ ને એકદમ કઠણ રાખવાનો રહેશે.
 • આ લોટ બાંધતી વખતે જરૂર મુજબ જ પાણી ઉમેરો તેલ માં તળવાના નથી
 • આથી આ ભજીયા નો લોટ બાંધતી વખતે પાણીનો જરૂર મુજબ નો જ ઉપયોગ કરવો.
 • આપણે ભજીયા ને તળવા માટે તેલ ની જગ્યાએ પાણીનો ઉપયોગ કરવાનો છે.

 • આથી એક વાસણની અંદર બે થી ત્રણ વાટકા જેટલું પાણી ઉમેરી તેને બરાબર ગરમ થવા દો.
 • અને જ્યારે પાણી ઉકળવા લાગે ત્યાર બાદ તેની અંદર ભજીયા ના લોટ માંથી યોગ્ય આકાર ના ભજીયા તેની અંદર પાડવા ના છે.
 • ભજીયા પાણી માં ઉમેરી અને ભજીયા ને પાણી માં જ બફાવા દો.
 • ત્યાં સુધી બફાવા દો જ્યાં સુધી ભજીયા અંદર સુધી સરસ ચડી જાય.
 • સમયે સમયે આ ભજીયા ને હલાવતા રહો અને અંદાજે ૮ થી ૧૦ મિનિટ સુધી તેને પાણીની અંદર પાકવા દો.
 • થોડી વાર માં જ ભજીયા નો રંગ સરસ બદલવા માંડશે. સરસ ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર કાઢી લો.
 • અને ભજીયા ને ટીસ્યુ પેપર માં નાખી અને સરસ બધું પાણી તેમાંથી નીતારી લો.
 • તૈયાર છે ગરમા ગરમ સ્વાદીસ્ટ વિના તેલ ના ભજીયા.
 • આ ભજીયા સ્વાદમાં ખુબ જ સરસ લાગશે અને તમારા શરીરની ચરબી પણ નહિ વધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.