તારા ઘર મા આત્માઓ છે, જ્યા સુધી આપણે શરીર સબંધ બાંધી મેલા નહી થઇએ ત્યા સુધી તે નહી જાય

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમા રહેતી બે બહેનો સાથે તાંત્રિક વિધિના નામે એક ભૂવાએ પાશવી બળાત્કાર ગુજાર્યા નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વાડજ સ્થાનિક પોલીસ સ્ટેશનમા ફરિયાદ પણ નોંધવામા આવી છે.

અમદાવાદ શહેર ના ઘાટલોડિયા વિસ્તારમા રહેતા દોલતરામ નામના તાંત્રિક ભુવાએ યુવતીને તેના ઘરમા સારુ દેખાઈ રહ્યુ નથી. માટે તારા ઘરમા વિધિ કરવી પડશે એવુ કહીને ગેસ્ટ હાઉસમા લઈ જઈ શારીરિક દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ યુવતીના વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ કરવાની ધમકીઓ આપી અવાર-નવાર શારીરિક દુષ્કર્મ આચર્યું હતુ.

મળતી વિશેષ માહિતી મુજબ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમા રહેતી એક યુવતી સાથે આ ભુવાએ વર્ષ ૨૦૦૮ થી શારીરિક દુષ્કર્મ આચરવાનુ શરુ કર્યું હતુ. તાંત્રિક ભુવા દોલતરામ અવારનવાર યુવતીને મળતો હતો. પોતે તાંત્રિક ભૂવો હોવાનુ કહી તમારા ઘરમા કેટલીક આત્માઓ રહે છે એવી રીતે ડરાવતો હતો. જો વિધિ નહિ કરાવ તો તારા ઘરનુ સત્યાનાશ થઈ જશે. ઘરમા વિધિ તો કરાવવી જ પડશે અને જો નહિ કરાવ તો તારી માતાનુ મૃત્યુ થઈ જશે એવો દર દેખાડતો હતો.

જેથી ભયભીત થઈને યુવતીએ એક વખત ઘરમા વિધિ કરાવી લેવાનુ નક્કી કર્યું હતુ. ત્યારબાદ તાંત્રીક ભુવાએ શાંત જગ્યાએ વિધિ કરવાનુ કહી અને રિવરફ્રન્ટ નજીક લઈ ગયો હતો. ત્યાંથી તેણે બાઈક પર કાલુપુર વિસ્તારના એક ગેસ્ટ હાઉસમા લઈ જઈ તાંત્રિક વિધિનુ નાટક કર્યું હતુ. ત્યારબાદ મેલી વસ્તુ પકડાતી નથી જેથી આપણે શરીર સબંધ બાંધવો પડશે તેમ કહી બળજબરીપૂર્વક યુવતી સાથે શરીર સબંધ બાંધ્યો હતો.

યુવતીના પિતા મરી ગયા બાદ આવેલા ૭ લાખ રૂપિયાની માહિતી પણ તાંત્રીત ભુવા દોલતરામને મળતા પૈસાની માંગણી પણ કરી હતી. જેથી મજબૂરી અને ભયભીત થઈને યુવતીએ ૫ લાખ રૂપિયા પણ આપી દીધા હતા. બાદમા યુવતીના મકાનમા ચંડાળ ચોકડી આત્માઓ રહે છે તેવુ કહી મકાન પણ વેચાવી દીધુ હતુ અને તેના આવેલા ૨૪ લાખ રૂપિયા પણ સગેવગે કરી લીધા હતા. યુવતીની સગી બહેનને પણ ફસાવી હતી અને તેની સાથે પણ શારીરિક દુષ્કર્મ આચર્યું હતુ. આ મામલે વાડજ સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળ વધારાની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.