તમે જયારે પણ સીતાફળ જોવો ત્યારે જરૂર થી સેવન કરો, જાણો તેના ચોંકાવનારા કારણો

મિત્રો સીતાફળ એ એક એવું ફળ છે કે જે ફક્ત આપણ ને શિયાળા ની ઋતુ મા જ માર્કેટ મા જોવા મળે છે. આ સીતાફળ ને અંગ્રેજી મા કસ્ટર્ડ એપલ તથા શરીફા ના નામ થી પણ ઓળખવામા આવે છે. સીતાફળ નો ઉપયોગ અનેક આયુર્વેદિક ઔષધિઓ મા કરવામા આવે છે. આ ફ્રુટ જયારે પાકે ત્યારે બહાર ના ભાગ મા કડક હોય છે. પરંતુ અંદર ના ભાગ મા તે મુલાયમ અને મધુર હોય છે.

તેના અંદર ના ભાગ મા વ્હાઈટ રંગ નુ મલાઈદાર ક્રીમ હોય છે તથા કાળા રંગ ના બીજ પણ હોય છે. તમે માર્કેટ મા સીતાફળ ની બાસુંદી, શેક તથા આઈસ્ક્રીમ વિશે સાંભળ્યું પણ હશે અને કદાચ સ્વાદ પણ ચાખ્યો હશે. સીતાફળ એ આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે તેમાં ભરપુર પ્રમાણ મા વિટામિન્સ તથા નીયાસીન, રાઈબો-ફ્લેટીન, થાઈમીન જેવા પોષકતત્વો પણ સમાવિષ્ટ હોય છે.

આ ઉપરાંત આર્યન, કેલ્શિયમ, મેંગેનીઝ તથા મેન્ગ્નેશીયમ જેવા તત્વો પણ પ્રાપ્ત થઇ રહે છે. સીતાફળ મા આયર્ન વિશેષ પ્રમાણ મા હોય છે. આમાં રહેલું પોટેશિયમ તથા મેન્ગ્નેશીયમ હ્રદય માટે લાભદાયી છે. આમાં રહેલું મેગ્નેશિયમ શરીર મા પાણી ની ઉણપ સર્જાવા દેતું નથી તથા ફાઈબર બ્લડપ્રેશર ને નિયંત્રણ મા રાખે છે. ચાલો આ ફળ થી પ્રાપ્ત થતા વિશેષ લાભો વિસેહ વિસ્તૃત મા માહિતી મેળવીએ.

ફાયદો – ૧:

જો તમે કબજિયાત ની સમસ્યા થી પીડાતા હોય તો સીતાફળ આ સમસ્યા ને દુર કરી શકે છે. સીતાફળ મા સમાવિષ્ટ કોપર તથા ફાઈબર તત્વો મળીને નરમ કરી આ કબજિયાત ની સમસ્યા ને દુર કરે છે. આ ઉપરાંત સીતાફળ ના ઉપયોગ થી પાચનતંત્ર મજબુત બને છે.

ફાયદો – ૨ :

ગર્ભ ધારણ કરેલી સ્ત્રીઓ માટે સીતાફળ નુ સેવન અતિ લાભદાયી ગણાય છે. આ સીતાફળ ના સેવન થી શરીર મા રહેલી નબળાઈ દુર થાય છે તથા ઉલટી થવા ની સંભાવનાઓ ઘટી જાય છે. આ ઉપરાંત શિશુ ના જન્મ બાદ પણ જો સીતાફળ નું સેવન કરવામા આવે તો દૂધ મા વધારો થાય છે.

ફાયદો – ૩ :

જો તમે શરીર મા નબળાઈ ધરાવતા હોય તથા તમારુ વજન ના વધતું હોય તો સીતાફળ નુ સેવન તમારા માટે લાભદાયી ગણાય છે. આ ફળ મા શક્કર નું પ્રમાણ વધુ પડતું હોય છે. જે કોઇપણ પ્રકાર ની આડઅસર વગર તમારું વજન વધારી તમને આકર્ષક વ્યક્તિત્વ આપી શકે છે. તેના નિયમિત સેવન થી તમારું શરીર વ્યવસ્થિત શેપ મા આવી જાય છે.

ફાયદો – ૪ :

જો સીતાફળ ના વૃક્ષ ની છાલ માંથી પ્રાપ્ત થતા દાંતણ નો ઉપયોગ કરવામા આવે તો દાંત અને પેઢા મજબુત બને છે. આમાંથી પ્રાપ્ત થતુ કેલ્શિયમ દાંત અને પેઢા ની મજબુતાઈ મા વધારો કરે છે. તેની સાથે દાંત નો દુખાવો તથા મુખ મા આવતી દુર્ગંધ પણ દુર કરે છે.

ફાયદો – ૫ :

સીતાફળ મા સમાવિષ્ટ વિટામીન એ, વિટામીન સી તથા રાઈબો-ફ્લેવીન એ આપણા નેત્રો માટે અત્યંત લાભદાયી છે. તે નેત્રો નુ તેજ વધારે છે તથા નેત્રો ની બીમારીઓ થી રક્ષણ આપે છે. જે લોકો ને વધુ સમય માટે આધુનિક યંત્રો પર કાર્ય કરવુ પડતું હોય તેમના માટે આ ફળ નું સેવન લાભદાયી ગણાય છે.

ફાયદો – ૬ :

જો કોઈ વ્યક્તિ વધુ પડતા તણાવભર્યા માહોલ મા રહે છે તો તેમના માટે આ ફળ ખુબજ ઉપયોગી છે. આ ફળ મા રહેલા ક્રીમ ને સુકવીને તેને પાણી મા પલાળી ને સેવન કરવામા આવે તો સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાય છે તથા માનસિક શાંતિ અનુભવાય છે .

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.