તમારી ઘરે આ રીતે બનાવો ફાફડા ગાઠીયા, બનાવવા માટે નોંધી લો આખી રેસીપી

આપણે સવાર સવારમા આ ફાફડા ખાવા નું આપણને આમ તો મન થાય છે અને આ ગુજરાતનો એક પ્રખ્યાત નાસ્તો છે. અને જે ગરમા ગરમ તમે જલેબી અને કઢી અને લીલા મરચાંની ચટણી સાથે ખાવામાં આવે છે. ફાફડા આમ તો ખાસ કરીને આ લોકો એ સવારે નાસ્તામા ખાય છે. અને જે આ ખાવામા એક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને તમે આ ખાસ કરીને ફાફડા એ બહારના જ આ ટ્રાય એ કર્યા હશે. પરંતુ આ આજે અમે આ તમારા માટે એક ઘરે ગરમા ગરમ આ ફાફડા એ કેવી રીતે બનાવી શકાય તેની આ રેસીપી એ લઇને આવ્યા છીએ. માટે તો તમારે કેવી રીતે તમારી ઘરે બનાવાય છે આ ફાફડા.

બનાવવા માટેની સામગ્રી

  • ૨ કપ ચણાનો લોટ
  • ૧ નાની ચમચી બેકિંગ સોડા
  • ૧ નાની ચમચી અજમો
  • સ્વાદાનુસાર મીઠું
  • થોડા કળા મારી પાવડર
  • ટાળવા માટે તેલ
  • ગાઠીયાના સોડા

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં થોડું  પાણી, મીઠુ, અને બેકિંગ સોડાલઇ ને  મિક્સ કરો. હવે તેમાં ચણાનો લોટ, અજમો તેમજ હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેમા પાણી વાળું મિશ્રણ ઉમેરીને લોટ બાંઘી લો. ત્અયારબાદ  તેને અડધો કલાક સુધી રહેવા દો. ત્યાર પછી તેમા બે ચમચી તેલ ઉમેરીને તેને બરાબર ગુંદી લો. હવે લોટના નાના લૂઆ બનાવી લો. લૂઆને એક પાટલા પર રાખો અને પાટલા પર તેલ લગાવી લો. હવે લૂઆને હાથ વડે દબાવીને ફાફડાના શેપમાં લાંબા થાય એ રીતે તૈયાર કરો. ફાફડાની જેમ પાતળી પટ્ટીની જેમ બનાવી લો. હવે તેને એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો તેમા તૈયાર કરેલા 2-3 ફાફડા ઉમેરો. તેને બન્ને સાઇડથી તરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ફાફડા. ફાફડાને તમે લીલા તરેલા મરચાં અને કઢી સાથે સર્વ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.