તમારા શરીરને ખડક જેવુ મજબૂત બનાવવા માટે રાત્રે સુતા પહેલા દૂધમાં એક ચમચી નાખી દો આ વસ્તુ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ આપણા શરીર માટે ખુબજ લાભકારી છે. દૂધ ની જેમ બીજી પણ એક વસ્તુ એટલીજ ફાયદાકારકા છે અને તે વસ્તુ છે મધ, જી હા મિત્રો દૂધ ની જેમ મધ પણ આપણા શરીર માંથી અનેક બીમારીઓને દૂર કરવા માં ફાયદેમંદ છે. જો આ બંને નું મિશ્રણ યોગ્ય માત્રા માં પીવામાં આવે તો ઘણા પ્રકારના લાભ મળે છે. કારણ કે દૂધ માં કેલ્શિયલ, પ્રોટીન, લેક્ટિક એસિડ અને વિટામિન હોય છે જયારે મધ માં પ્રોટીન, એન્ટીબેક્ટેરિયલ, આલ્બ્યુમીન, વસા, એન્જાઈમ એમિનો એસિડ, કાર્બોહાઇડ્રેટ્સ, આયોડીન, એન્ટીઓક્સીડેન્ટ, પોટેશિયમ, એન્ટીફન્ગલ વગેરે જેવા ગુણો રહેલા છે.તો ચાલો જાણીએ તેના ફાયદા.

પાચન તંત્ર મજબૂત બનવવા
જે લોકો ને પાચન સંબંધિત સમસ્યા છે તેઓએ દરરોજના ૧ ગ્લાસ દૂધ ની અંદર બે ચમચી મધ મિક્સ કરીને પીવાથી પાચનતંત્ર માં સુધાર લાવીને મજબૂતી બનાવે છે. પેટ અને આંતરડા સાથે જોડાયેલી બીમારીઓ પણ દૂર થઇ જાય છે.

ત્વચાને આપે છે ચમક
તમારી સ્કીન માં નિખાર લાવવા માટે રોજ મધ અને દુધ પીવું જોઈએ. પ્રાચીન સમય થી જ ગ્રીક, રોમન, ઇજિપ્ત, ભારત વગેરે જેવા દેશોમાં યુવાન દેખાવા માટે દૂધ અને મધ નું સેવન કરવામાં આવે છે.

શરદી-ખાંસી ને કરે છે
શરદી ખસી જેવા દર્દ ને દૂર કરવા માટે શરીર માં પૂરતા પ્રમાણમાં એન્ટીબેક્ટેરિયલ હોવો જરૂરી છે. જે મધ-દૂધ માથી મળી રહે છે. તેનાથી હાનિકારક બેક્ટેરિયા શરીર પર આક્રમણ કરતા નથી અને શરદી ખાંસી વગેરે જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે.

અનિંદ્રાને કરે છે દૂર
ઘણા લોકો ને રાત્રે સુવાની સમસ્યા થતી હોય છે. જેને આપણે અનીન્દ્ર કહેતા હોઈએ છીએ. આ બંને વસ્તુ ની મિશ્રણ પીવાથી મગજ ને આરામ મળે છે. જેનાથી અનિંદ્રા ની સમસ્યા ને આસાનીથી દૂર કરી શકાય છે. સુતા પહેલા નવશેકા દૂધ અને મધ ને પી શકાય છે.

સ્ટેમિના વધારવા માટે
મિત્રો જે વ્યક્તિ દરરોજ ૧ ગ્લાસ ની અંદર બે ચાંચિ મધ મિક્સ કરીને પીવે છે તેનું આંતરિક બળ ખૂબ વધે છે. તેનું કારણ એ છે કે દૂધ માં પ્રોટીન હોય છે તથા મધ માં કાર્બોહાઈડ્રેટ્સ મળી આવે છે. આ સિવાય તે શરીર ને ઉર્જા પણ આપે છે.

હાડકાઓ બને છે મજબૂત
આજે ઘણા લોકો માં સાંધને લગતી બીમારી જોવા મળે છે. તેનું કારણ છે શરીર માં કેલ્શિયમ ની ઉણપ. પણ આ મિશ્રણ પીવાથી હાડકાઓની બીમારીઓ જેવી કે આસ્ટિયોપોરોસીસ કે ઉમર ની સાથે થતા સાંધાઓના દર્દ થી સુરક્ષિત રાખે છે.

કબજિયાત ની સમસ્યા થાઈ છે દૂર
આજે મોટા ભાગના લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે જેના કારણે કબજિયાત ની તકલીફ એક સામાન્ય બીમારી બની ગઈ છે. એવામાં એક ચમચી મધ ને ગરમ દૂધમા મિલાવીને પીવાથી કબજિયાત ની સમસ્યા દૂર થઇ જાય છે.

ગર્ભધારણ ની સમસ્યા કરે છે દૂર
શરીર માં એમિનો એસિડ અને બીજા ખનીજ ને ઉત્પન કરવા માટે મધ અને દૂધ ને એક સાથે પીવું જરૂરી છે. ગર્ભધારણ ની સમસ્યા ને દૂર કરવા માટે મધ નું સેવન કરવું જોઈએ.

વજન ઘટાડવા માટે મદદરૂપ
દુધ તથા મધ માં મળી આવતા ગુણ વજન ઓછું કરવા માટે મદદ રૂપ થાઈ છે. મધ માં પ્રોટીન ના રૂપમાં એનર્જી હોય છે જયારે દૂધ ચરબી ને ઓગાળવામાં મદદ કરે છે.

છાતી ની બળતરા દૂર કરવા
એવા ઘણા લોકો મળી આવશે જેને ખોરાક લીધા પછી છાતી માં બળતરા થતી હોય છે. પણ જમ્યા પછી જો તમે દૂધ અને મધ ને મિક્સ કરીને પીસો તો છાતી માં થતી બળતરા ની છુટકારો મેળવી શકશો. આ બાબતમાં તમારે ગરમ નહિ પણ ઠંડા દૂધ માં મધ મિક્સ કરીને પીવાનું રહેશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.