સુરત ના ૬ મિત્રો ફરવા માટે ગયા હતા “માઉન્ટ-આબુ” અને ગરબા રમતા રમતા જ થયું મોત, જુઓ LIVE વિડીયો

આપણુ જીવન એક રંગમંચ ના સ્ટેજ સમાન છે અને આપણે બધા તેની કઠ-પૂતળીઓ છીએ. મિત્રોની સંગાથે નાચતો અને ખિલખિલાટ હસતો જગદીશ પલ વારમાં તો દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો અને તેના જીવનની છેલ્લી ક્ષણ મોબાઇલ કેમેરામાં LIVE કેદ થઇ ગઈ હતી.

મૃતક જગદીશભાઈના મિત્ર યોગેશેભાઈ એ રોતા રોતા જણાવ્યું હતું કે, અમે સુરત શહેરથી ૬ કપલ અંબાજી માતાના દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પછી અમે લોકો રાજસ્થાન રાજ્યના પ્રખ્યાત હિલ સ્ટેશન “માઉન્ટ-આબુ” ફરવા માટે આવ્યા હતા. અહીં અમારી પાસે ફરવા માટે ૨ દિવસ હતા. અમે સાંજે ૫:૩૦ કલાકે હોટલમાં પહોંચ્યા હતા. ત્યાં જગદીશભાઈ ની સાથે નાસ્તો કર્યો, ફ્રેશ થઈ અને સાંજનું જમવા માટે નીકળ્યા હતા. હોટેલમાં જોયું તો આજે ગરબાનો કાર્યક્રમ હતો, જેના કારણે અમે ગરબા રમવા માટે ત્યાં પહોંચી ગયા હતા.

હોટલમાં બધા જ લોકો ગરબા રમી રહ્યા હતા. અમુક લોકો શાંતિ થી બેસીને ગરબા જોઇ રહ્યા હતા. ત્યારે અમારો પરમ મિત્ર જગદીશભાઈ ગરબા રમતા રમતા જ જમીન પર પડી ગયા હતા. અમે જગદીશભાઈ ને તાત્કાલિક બાજુમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલ માં લઇ ગયા હતા. ત્યાં ડોક્ટરોએ જગદીશભાઈ ની પ્રાથમિક તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે બહાર આવીને જણાવ્યું ત્યારે અમને ખબર પડી કે હવે અમારો પરમ મિત્ર આ દુનિયા છોડી અમારી વચ્ચે રહ્યો નથી.

આ ઘટના વિષે મળતી વિશેષ માહિતી મુજબ, ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી ૬ મિત્રો પોતાના પરિવાર સાથે રવિવારે રાજસ્થાન રાજ્યના પ્રખ્યાત હિલ સ્ટેશન “માઉન્ટ-આબુ” ફરવા આવ્યા હતા. આ પહેલા અંબાજી શક્તિપીઠમા દેવી અંબા માં ના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અમે તમામ મિત્રો પોતાના પરિવાર સાથે “માઉન્ટ-આબુ” પહોંચ્યા હતા.

અહી અમારે ૨ દિવસ રોકાવાનો સમય હતો. અહી “માઉન્ટ-આબુ” પહોંચીને અમે આખો દિવસ ખુબ ફર્યા અને ખુબ મજા કરી હતી. આખો દિવસ ફર્યા બાદ બધા લોકો હોટલે પહોંચ્યા, જ્યાં પહેલેથી નવરાત્રિના ગરબા ચાલી રહ્યા હતા. માટે અમે જમવાનું પછી વિચારીને ગરબા રમવાનું શરૂ કર્યું હતું.

હોટલમા સાઉન્ડ સિસ્ટમ અને ગરબાની ધુન પર તમામ લોકો ગરબા રમવા લાગ્યા હતા. ઘણો સમય ગરબા રમ્યા અને ખુબ મોજમસ્તી કર્યા બાદ અમારો મિત્ર જગદીશભાઇ એકદમ ધડામ દઈને જમીન પર પટકાયા હતા. જગદીશભાઇ જમીન પર પછડાતા ત્યાં હાજર બધી મહિલાઓ મોટેથી બૂમો પાડવા લાગી હતી. અમે તાત્કાલિક જગદીશભાઈ ને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોક્ટરોએ અમારા પરમ મિત્રને મૃત જાહેર કર્યો હતો.

જગદીશભાઈ ના અચાનક આ રીતના મોતના કારણે અન્ય મિત્રોમાં માતમનો માહોલ છવાય ગયો હતો. ઘટનાની જાણકારી મળતા “માઉન્ટ-આબુ” સ્થાનિક પોલીસ હોસ્પિટલ પહોંચી અને ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી. ત્યારબાદ પોલીસે જગદીશભાઈ નો મૃતદેહ પોસ્ટમોર્ટમ પછી પરિવારજનોને સોંપ્યો હતો.

જુઓ વિડીયો :

(વિડીયો સૌજન્ય : VTV ગુજરાતી ન્યુઝ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.