સુરતમા મનોવિકૃત યુવકે તો જાણે હદ વટાવી, પત્નીના અશ્લીલ વીડિયો બનાવી કરાવતો એવી વિકૃત હરકતો કે…

ગુજરાત રાજ્યના સુરત શહેરના કામરેજ વિસ્તારમાં મનોવિકૃત પતિએ બળજબરી કરી પોતાની જ પત્નીના અશ્લીલ વીડિયો બનાવ્યા હતા. ત્યારબાદ આ વીડિયો થકી બ્લેકમેલ કરતા છૂટાછેડા લઇ લીધા હોવા છતાં ફેઈસબુક પર નકલી આઇડી બનાવી વીડિયો મોકલી પતિ રંજાડતો હતો પત્નીને અને બાદમાં પતિએ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ કરી બદનામ કરવાની પણ ધમકી આપતા આખરે સમગ્ર મામલો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ કામરેજ-કડોદરા ખાતે આવેલી સોસાયટીમાં રહેતા રમેશભાઇ પટેલ(નામ બદલ્યું છે) હાલ બેકાર છે. મૂળ ગુજરાત રાજ્યના અમરેલી જીલ્લાના વતની રમેશભાઈના લગ્ન વર્ષ ૨૦૧૬ માં થયા હતા. ૬ મહિના સુધી તો લગ્નજીવન બરાબર ચાલ્યું હતું. જો કે, ત્યારબાદ રમેશભાઈ એ પત્ની પર અત્યાચાર ગુજરી કુકર્મ કરવાનું શરૂ કર્યું હતું.

માનસિક અને શારીરિક ત્રાસ આપવા સાથે પત્ની સાથે કરાવતો હતો વિકૃત હરકતો. આટલું ઓછું હોય તેમ પત્ની પાસે જબરદસ્તી થી કરાવાતી અશ્લીલ હરકતોનો વીડિયો સાથે સાથે મોબાઇલમાં પણ ઉતારતો હતો. આ રીતે તેણે પત્નીના ૩ થી ૪ વીડિયો બનાવ્યા હતા. પતિની આ વિકૃત હરકતોથી કંટાળી પરિણીતાએ તેના પિયરમાં જાણ કરી હતી. તેઓ પણ રમેશભાઈના આવા ગંદા કારસ્તાન સાંભળી સ્તબ્ધ થઇ ગયા હતા.

આખરે પીડિત મહિલાએ રમેશ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. જોકે, રમેશની ગંદી કરતૂતો જારી રહી હતી, તેણે ફેસબુક પર નકલી આઇડી બનાવ્યું હતું અને આ આઇડી પરથી પીડિત મહિલાને વીડિયો મોકલતો હતો. સાથોસાથ ધમકીભર્યા મેસેજ પણ મોકલતો હતો. આ રીતે હેરાનગતિ કરતા રમેશથી પીડિતા મહિલા કંટાળી ગઇ હતી.

જોકે, મનોવિકૃત રમેશે ફેસબુક, વોટસએપ, યુ-ટયુબ પર અશ્લીલ વીડિયો અપલોડ કરવાની ધમકી પણ આપી હતી તેમજ પોતાની પાસે ફરી રહેવા નહિ આવે તો અશ્લીલ વીડિયો ગૂગલ પર અપલોડ કરી આખી દુનિયામાં બદનામ કરવાની ચોખ્ખી ધમકી આપી હતી. આખરે પીડિત મહિલાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે પતિ સામે કાયદાકીય ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.