શું તમે જાણો છો વિરાટ કોહલીની ઘડિયાળના ફીચર્સ અને પીવાના પાણીની કિંમત વિષે, જાણીને રહી જશો દંગ

ભારતીય ક્રિકેટ ટીમ નો કેપ્ટન વિરાટ કોહલી વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટ ખેલાડીઓ માંનો એક ખેલાડી છે. તમને એ પણ જણાવી દઈએ કે વિરાટ કોહલી હાલ ખુબ જ શાનદાર લક્ઝરી જીવન જીવે છે. વેસ્ટઇન્ડીઝ માં ત્રણે પ્રકારની ફોર્મેટની સિરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સ્વદેશ પરત ફર્યો છે. આ દરમિયાન તે તેમની સુંદર અને બોલ્ડ પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

પરંતુ આ દરમિયાન સૌથી વધુ જેની ચર્ચા થઈ રહી છે તે છે વિરાટ કોહલીની ઘડિયાળ. આ ઘડિયાળ કોઈ સામાન્ય ઘડિયાળ નથી. વિરાટ કોહલીની આ ઘડિયાળની કિંમત જાણી તમે પણ થઈ જશો ચકિત. મીડિયાના અહેવાલ અનુસાર વિરાટની આ ઘડિયાળની કિંમત છે આશરે ૭૦ લાખ રૂપિયા.

વિરાટ કોહલી પાસે કપડા, બૂટ અને ઘડિયાળોનું ઘણું બ્રાન્ડેડ કલેક્શન છે. વિરાટ કોહલીની આ વિશેષ ઘડિયાળમાં ફીચર્સ પણ શાનદાર છે. આ મોંઘેરી ઘડિયાળમાં ગોલ્ડ, ડાયમંડ અને લીલમ રત્નોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

મળતી અન્ય માહિતી મુજબ વિરાટ કોહલી પાસે એક થી એક બ્રાન્ડેડ ઘડિયાળોનું કલેક્શન જોવા મળે છે. આં ઉપરાંત મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી જે કંપનીનું પાણી પીવે છે તે પાણીની કિંમત પણ આશરે ૬૦૦ રૂપિયા પ્રતિ લીટર છે. વિરાટ કોહલી એવિયન નામની કંપનીનું મિનરલ વોટર પીવે છે. આ કંપનીની એક લીટર પાણીની બોટલની કિંમત આશરે ૬૦૦ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.