શું તમે જાણો છો છાશ ક્યારે અને કેવી રીતે પીવી જોઇએ, જો નહિ તો સાંભળી લો શું તેના ગંભીર નુકસાન

શું તમે જાણો છો કે ઘણા લોકો એવા હોય છે કે જેને ભોજન કરતા સમયે છાશ જોઇએ જ છે. છાશ વગર કેટલાક લોકોને તો ગળામાંથી ખાવાનું પણ ઉતરતું નથી. પાચનતંત્ર માટે ફાયદાકારક માનીને આપણે છાશ પીએ તો છીએ. છાશ શરીર માટે પૌષ્ટિક તો છે પરંતુ તેના કેટલાક નુકસાન પણ છે.જે ઘણા બધા લોકો જાણતા નથી જેથી છાશ પીનારાઓ માટે કેટલીક વાતો એવી છે જે જાણવી જરૂરી છે.

છાશની તાસીર ન તો માત્ર ઠંડી હોય છે પરંતુ તે ખાટી પણ હોય છે. એવામાં તેને નિયમિત રીતે પીવાથી ભવિષ્યમાં અર્થરાઇટિસ થવાનો ખતરો રહે છે. જોકે, સહેલાઇથી પચનારી છાશ અપચો, ભૂખ ન લાગવી, કબજિયાત સહિતની ઘણી બધી સમસ્યા માટે લાભદાયી પણ હોય છે. પરંતુ તે હાડકા માટે નુકસાન કારક પણ હોય શકે છે. સાંધા અકડાઇ જવાની સાથે માંસપેશીઓ તેમજ નસમાં લોહીના પરિભ્રમણમાં અવરોધકનું કામ કરે છે.

છાશ પીવાનો યોગ્ય સમય ક્યારે હોવો જોઈએ તે આપડે જાણીએ
શિયાળા ની ઋતુ માં બપોરના સમયે 2 વાગ્યા પહેલા એક વખતમાં તેને 300 મિલી પી શકો છો તે બાદ ન લો.

કોને ન પીવી જોઇએ છાશ:

શ્વાસની તકલીફ વાળા દર્દીઓએ છાસ થી દૂર રહેવું જોઇએ. કારણકે તેનાથી તેમની આ સમસ્યાથી બચવું જોઇએ. ગરમીમાં તેને સીમિત પ્રમાણમાં જ પીવી જોઇએ.તે સિવાય સાંધાના દુખાવો, માંસપેશીઓમાં દુખાવો હોય તે લોકોએ પણ છાશ ન પીવી જોઇએ.

છાશ પીનારા લોકો માટે ખાસ સલાહ:

જે દર્દીઓને અસ્થમા, સાંધા અને માંસપેશીઓમાં દુખાવા સહિતની સમસ્યા હોય અને છતાં પણ તે છાશ પીવા માંગતા હોય તો તેમને છાશમાં વઘાર કરીને કે રાયતુ બનાવીને જ ભોજનમાં સામેલ કરવું જોઇએ. આમ કરવાથી તેની તાસીરમાં થોડોક બદલાવ પણ આવી જશે. સાથે જ શરદીમાં પણ તે નુકસાન કરશે નહીં.

One thought on “શું તમે જાણો છો છાશ ક્યારે અને કેવી રીતે પીવી જોઇએ, જો નહિ તો સાંભળી લો શું તેના ગંભીર નુકસાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.