શ્રાવણમાં કરો બિલિપત્રના ચમત્કારી ઉપાય, જે માંગો તે મળશે

મિત્રો , શ્રાવણ માસ નો આરંભ થાય છે અને વિશ્વ ના તમામ ભાવિકો શિવાલયે ઉમટી આવે છે અને પ્રભુ ભોળાનાથ નું પૂજન-અર્ચન કરે છે અને આ આખો માસ એક ઉત્સવ ની જેમ ઉજવવામાં આવે છે. આ શ્રાવણ ના પવિત્ર માસ દરમિયાન ભક્તો પ્રભુ શિવ નું પૂજન-અર્ચન કરીને તેમને પ્રસન્ન કરે છે અને પોતાના મન ની ઈચ્છાઓ પ્રભુ સમક્ષ પ્રકટ કરે છે અને પ્રભુ ભોળાનાથ પણ સૌ કોઈ ને તેની ભક્તિ પ્રમાણે નું ફળ અવશ્ય આપે છે.

મોટા ભાગે તમે નિહાળ્યું હશે કે શ્રાવણ માસ માં જ્યારે ભક્તો પ્રભુ શીવ ની આરાધના કરવા માટે દેવાલય પહોંચે છે ત્યારે તેમને બિલીપત્ર ચડાવતા હોય છે પરંતુ , શું તમને ખ્યાલ છે કે પ્રભુ શીવ ને બિલીપત્ર ચડાવવા થી તે અત્યંત પ્રસન્ન થાય છે અને તે તમારા મન ની તમામ ઇચ્છાઓ ને પૂર્ણ કરે છે.

અનેક શાસ્ત્રો માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે , બિલીપત્ર એ પ્રભુ શિવ ની અત્યંત પ્રિય વસ્તુ છે. જો પ્રભુ શિવ ને બિલીપત્ર અર્પણ કરવામાં આવે તો તે તમારી ભક્તિ થી તુરંત પ્રસન્ન થઈ જાય છે અને અણુક એવી માન્યતાઓ પણ છે કે જ્યાં સુધી તમે પ્રભુ શિવ ના શિવલિંગ પર બિલીપત્ર નથી ચડાવતા ત્યાં સુધી તેમનું પૂજન અધૂરું રહે છે.

જો તમે પણ પ્રભુ શિવ ની કૃપા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ તો આ રીતે બિલીપત્ર ને કરો અર્પણ. પ્રભુ શિવ ને બિલીપત્ર અર્પણ કરતી વખતે આ બાબતો નું વિશેષરૂપે ધ્યાન રાખવું.

  • તમે પ્રભુ શિવ ને અર્પણ કરવા જે બિલીપત્ર લ્યો છો તે ત્રણ પર્ણો ધરાવતું હોવું જોઈએ.
  • બિલીપત્ર ના પર્ણો કપાયેલા , તૂટેલા અથવા કાણાવાળા ના હોવા જોઈએ.
  • પ્રભુ શિવ ને ક્યારેય પણ બિલીપત્ર લિસી બાજુ થી અર્પિત ના કરવું.

  • તમે એક ને એક બિલીપત્ર સ્વચ્છ પાણી વડે સાફ કરીને તેને વારંવાર ચડાવી શકો.
  • ક્યારેય પણ એકીસાથે ઢગલાબંધ બિલીપત્ર શિવલિંગ પર અર્પિત ના કરવા. બિલીપત્ર હમેંશા ૧,૫,૭,૧૧,૨૧,૫૧ અથવા તો ૧૦૮ ના આંકડા માં અર્પિત કરવા. આ ઉપરાંત આ બિલીપત્ર અર્પિત કરતી વખતે ૐ નમઃ શિવાય મંત્ર નું મંત્રોચારણ કરવું.
  • પ્રભુ શિવ ને બિલીપત્ર અર્પણ કરીને તેમનું પૂજન કરવાથી તમે અનેક પ્રકાર ના રોગો માથી મુક્તિ મેળવી શકો. બિલીપત્ર માં અનેક પ્રકાર ના ઔષધિય ગુણતત્વો સમાવિષ્ટ છે. તેનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત બને છે.

  • બિલીપત્ર નો રસ નિંચોવીને તેને નેત્રો માં નાખવામાં આવે તો તમારા નેત્રો ના તેજ માં વૃધ્ધિ થઈ શકે.
  • જો તમે બિલીપત્ર ને પાણી માં ઉકાળી તેમાં મધ ઉમેરીને તેનો કાઢો તૈયાર કરીને તેનું સેવન કરો તો ઉધરસ માથી મુક્તિ મેળવી શકો.
  • નિયમિત પરોઢે ભૂખ્યા પેટે ૧૧ બિલીપત્ર ના રસ નું સેવન કરવામાં આવે તો તમે જૂનામાં જૂના સરદર્દ માથી પણ મુક્તિ મેળવી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.