શરીરનો મોટાપો અને વધારાની ચરબી દુર કરવા અપનાવો આ અસરકારક પીણા, વજન ઘટશે ઝડપથી

મિત્રો , હાલ નુ આધૂનિક જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ અને દૂષિત થઈ ગયુ છે કે લોકો અવાર-નવાર કોઈને કોઈ સમસ્યા થી પીડાતા હોય છે. તેમા કોઈ મુખ્ય સમસ્યા હોય તો તે મોટાપા ની. હાલ લોકો ના જીવન વજન નુ વધવુ તથા ઘટવુ એ અત્યંત ગંભીર સમસ્યા બનતી જાય છે. લોકો ના શરીર ના પેટ , કમર , હાથ તથા જાંઘ ના ભાગ મા ઉદ્દભવતી ચરબી લોકો ના જીવન મા ભૂચાલ લાવી દે છે. આ સમસ્યા ને દૂર કરવા માટે લોકો વ્યાયામ તથા આહાર પર પ્રતિબંધ લાવવુ જેવા પગલાઓ ભરે છે.

પરંતુ , વાસ્તવિકતા મા ભૂખ્યા રહેવુ એ વજન ઘટડવા માટે નો કોઈ ઉપચાર નથી તથા વજન ઘટાડવા માટે તેની આવશ્યકતા નથી. બસ આવશ્યકતા છે રોજિંદા આહાર મા એવી વસ્તુઓ ઉમેરવા ની કે જે તમારા શરીર મા બધા જ પોષક તત્વો પૂરા પાડી શકે અને તમારા શરીર મા રહેલી વધારા ની ચરબી ને દૂર કરી શકે. આપને ખ્યાલ ના હોય તો જણાવી દઉ કે મોટાપો ઓછો હોય કે વધારે પરંતુ , શરીર ના વજન મા વૃધ્ધિ એ શરીર ના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

આ ઉપરાંત વધારા નુ વજન એ તમારા શરીર ના સૌંદર્ય ને બગાડી નાખે છે તથા વધારા ના વજન ને કારણે તમે અનેક રોગો મા સંપડાઈ શકો છો. આ સિવાય હાલ વિશ્વ મા જેટલા લોકો સ્મોકિંગ ની આદત ને લીધે મૃત્યુ નથી પામતા તેના થી વધુ તો મોટાપા ની સમસ્યા ને કારણે મૃત્યુ પામે છે. માટે શરીર નુ વજન આવશ્યકતા થી વધુ હોવુ એ જીવલેણ બિમારીઓ ને નોતરુ આપી શકે છે. આ સમસ્યા ને દૂર કરવી એ કઈ જટીલ નથી.

પરંતુ આપણા રુટિન લાઈફ મા નાના-મોટા પરિવર્તન કરી તેને નિયમીત ફોલો કરવા પડશે જેમ કે , નિયમીત પરોઢે ઊઠી ને શુ ખાવુ ? રાત્રે સૂતા પૂર્વે શુ ખાવુ ? પાણી નુ સેવન ક્યારે અને કઈ રીતે કરવુ ? દિવસ અને રાત ના આહાર મા કેટલુ અંતર રાખવુ ? બસ જો આટલી બાબતો ની યોગ્ય કાળજી લેવા મા આવે તો તમારુ સ્વાસ્થ્ય સંપૂર્ણપણે તંદુરસ્ત રહી શકે છે.

મોટા-મોટા ફિલ્મી સિતારાઓ પણ પોતાના શરીર ને તંદુરસ્ત રાખવા માટે પોતાની રુટીન લાઈફ મા આ બધી ઝીણી-ઝીણી બાબતો ની કાળજી લેતા હોય છે જેથી તેમનુ વજન નિયંત્રણ મા રહે. હાલ , તમને શરીર મા જામી ગયેલી ચરબી ને કેવી રીતે દૂર કરવી તે વિશે ના ૩ આયુર્વેદીક ઉપચારો વિશે માહિતી આપીશ.

૧. વજન નિયંત્રણ મા લાવવા માટે નો આયુર્વેદીક ઉપચાર :

સામગ્રી : ભીંડા – ૩ નંગ , આદુ – ૧ નંગ , જીરુ – ૧ ચમચી , મેથી ના દાણા – ૧ ચમચી , વરિયાળી – ૧ ચમચી , કોથમીર – ૧ ચમચી.

આ નૂસ્ખા ને તૈયાર કરવા માટે સૌપ્રથમ ભીંડા ને શુધ્ધ જળ થી વ્યવસ્થિત રીતે સાફ કરી નાખો ત્યારબાદ આ ભીંડા ને વચ્ચે થી કટ કરી ને આખી રાત એક ગ્લાસ પાણી ભરી તેમા રાખી મૂકો. હવે એક પાત્ર ૧ થી ૧.૫ લિટર પાણી ને ગરમ કરી એક બોટલ મા ભરી લો. ત્યારબાદ તે પાણી મા મેથી ના દાણા , જીરુ , કોથમીર ના બીજ, વરિયાળી, આદુ વગેરે ઉમેરો અને આખી રાત ઢાંકી ને સાઈડ મા રાખી દો.

હવે પરોઢે ઊઠી ને આ બંને પાણી વ્યવસ્થિત રીતે ગાળી લો. ત્યારબાદ નાસ્તો કરવા નો હોય તેની અડધી કલાક પહેલા ભીંડા ના પાણી ની બોટલ ના પાણી મા થી અડધો ગ્લાસ મિક્સ કરી આ પાણી નુ સેવન કરી લેવુ. ત્યારબાદ વધેલુ પાણી થોડા-થોડા સમય ના અંતરે પીતા રહેવૂ. આ ઉપચાર મા ઉપયોગ મા લેવા મા આવેલા ભીંડા મા ભરપૂર પ્રમાણ મા ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ રહેલા હોય છે.

જે બ્લડસુગર અને કોલેસ્ટ્રોલ ના પ્રમાણ ને નિયંત્રણ મા રાખે છે તથા આ પાણી દ્વારા આપણી વધુ ખાવા ની આદત છૂટી જાય છે. આ ઉપરાંત ભીંડા મા રહેલુ એન્ટિ ફટીગ સ્ત્રી તથા પુરુષ ની સેક્સ્યુલ નબળાઇઓ દૂર કરે છે. આ પાણી નુ સતત ૭-૮ દિવસ સુધી સેવન કરવા થી તમને તમારા શરીર મા ચરબી ઓગાળવા નો અનુભવ થશે તથા તમારા શરીર મા એક નવીનતમ ઉર્જાનો સંચાર થશે.

નોંધ : જે લોકો ને ભીંડા પસંદ ના હોય તે ભીંડા ની જગ્યાએ કાકડી નો ઉપયોગ કરી શકે છે.

૨. આ ઉપચાર તમારા શરીર ના જાંઘ તથા પેટ ના ભાગ વધેલી ચરબી ને નિયંત્રીત કરવા મા સહાયરૂપ થશે:

સામગ્રી : લીંબુ – ૨ નંગ , કાકડી – ૧ નંગ , આદુ – ૧ નંગ , તુલસી ના અર્ક – ૮ ડ્રોપ્સ.

આ નૂસ્ખો તૈયાર કરવા માટે સૌપ્રથમ લીંબુ અને કાકડી ને બારિક સ્લાઈસ કરી નાખો તથા આદુ ને છીણી નાખો. ત્યારબાદ આ બધી ચીજવસ્તુઓ ને એક બોટલ પાણી મા ઉમેરી આખી રાત સાઈડ મા રાખી દો. સવારે આ પાણી મા તુલસી ના અર્ક ના ૮ ડ્રોપ્સ ઉમેરો. ત્યારબાદ આખો દિવસ પાણી ની જગ્યાએ આ પાણી નુ સેવન કરવુ.

આ ઉપરાંત એક વાત ની ખાસ કાળજી રાખવી કે આ પીણા નુ સેવન ફક્ત સવાર ના ૬ વાગ્યા થી સાંજ ના ૬ વાગ્યા સુધી જ કરવુ. આ પીણા મા ઉપયોગ મા લેવાતો તુલસી નો અર્ક શરીર ના મેટાબોલિઝમ ના પ્રમાણ મા વૃધ્ધિ કરે છે. જેથી , આપણે યોગ્ય રીતે આહાર નુ પાચન કરી શકીએ તથા જે લોકો અવારનવાર ખીલ ની સમસ્યા થી પીડાતા હોય તેમણે તુલસી ના અર્ક મા પાણી ઉમેરી ને તેનુ નિયમિત સેવન કરવુ.

જેથી તેમના લીવર ની સફાઈ થઈ જાય તથા રક્ત મા ગ્લુકોઝ નુ પ્રમાણ નિયંત્રિત થઈ જાય છે. આ સિવાય પીણા ના સેવન થી આપણુ બોડી હાઈડ્રેટેડ રહેવા ની સાથે માઈન્ડ પણ સક્રિય રહે છે અને શરીર મા ભરપૂર પ્રમાણ મા ઉર્જા નો સંચાર જોવા મળે છે. આ ઉપરાંત જે લોકો ને કાર્ય કરતા સમયે બગાસા આવતા હોય તથા કંટાળો ઉદ્દભવતો હોય તો આ સમસ્યા ને દૂર કરવા માટે પણ આ પીણૂ શ્રેષ્ઠ તથા લાભદાયી ગણાય છે.

૩. ચરબી ઘટાડવા જોઈતી વસ્તુઓ:

સામગ્રી : એલોવેરા – ૧ નંગ , લીંબુ – ૨ નંગ , મધ – ૨ ચમચી.

આ નૂસ્ખો તૈયાર કરવા માટે સૌપ્રથમ એક બોટલ પાણી મા ૨ લીંબુ નો રસ તથા એલોવેરા ના પર્ણ મા રહેલ અર્ક કાઢી તેમા ઉમેરી દો. ત્યારબાદ આખી રાત માટે તેને સાઈડ મા રાખી દો. સવારે ઊઠી ને આ પાણી મા ૨ ચમચી મધ ઉમેરી ત્યારબાદ આખો દિવસ અને વિશેષ તો જમ્યા બાદ થોડી-થોડી માત્રા મા તેનુ સેવન કરવુ.

આ પાણી મા ઉપયોગ મા લેવાતા એલોવેરા મેટાબોલિઝમ ને બુસ્ટ કરે છે તથા સ્કીન અને વાળ માટે પણ આ એલોવેરા લાભદાયી છે તથા આ એલોવેરા સાંધા ના સુઃખાવા મા પણ ઉપયોગી બને છે. આ ઉપરાંત આ પીણુ આપણી ઈમ્યુનિટી સિસ્ટમ તથા મેન્ટલ સ્ટ્રેન્થ મા વધારો કરે છે અને તેને મજબૂત બનાવે છે.

એક વાત નુ વિશેષ ધ્યાન રાખવુ કે એક દિવસ મા ફક્ત એક જ ઉપચાર અજમાવવો એટલે કે એક જ પીણા નુ સેવન કરવુ. આ ઉપરાંત વીક મા તમે ઓછા મા ઓછા બે પીણા નુ સેવન કરી શકો. આ ઉપચારો તમને ઓછા સમય મા અસરકારક પરિણામ આપશે અને તમારા શરીર મા વધેલી ચરબી ને દૂર કરી નાખશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.