શરીરમાં થતા દુખાવા માટે સાચો પેઈન કીલર છે આ છોડ આ રીતે કરી શકાય છે તેનો ઉપયોગ

મિત્રો , વર્તમાન સમય નું જીવન એટલું બધું વ્યસ્તતા ભરેલું બની ગયું છે કે લોકો પાસે પોતાના શરીર ની સાર-સંભાળ લેવાનો સમય જ નથી રહેતો અને પરિણામે તેઓ અનેક પ્રકાર ની સમસ્યાઓ થી પીડાય છે. આ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે હાલ આપણે એક આયુર્વેદિક વનસ્પતિ વિશે વાત કરીશું જેનું સેવન તમારા શરીર માં પ્રવર્તતી તમામ સમસ્યાઓ ને જડમૂળ થી દૂર કરી દે છે.

આપણે જે આયુર્વેદિક વનસ્પતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે વનસ્પતિ નું નામ છે નિર્ગુંડી. આ વનસ્પતિ તમારા શરીરને દરેક પ્રકારના રોગોથી રક્ષણ આપે છે. આ વનસ્પતિ ને બીમારી નું નિદાન કરવા માટેનો રામબાણ ઈલાજ ગણવામાં આવે છે.

આ વનસ્પતિ ની ઓળખ કિનારી થી કરવામાં આવે છે. આ વનસ્પતિ ૬-૧૨ ફૂટ જેટલી ઉંચાઈ ધરાવે છે. આ વનસ્પતિ ના ફળ કદમાં નાના અને ગોળ હોય છે તો ચાલો જાણીએ આ વનસ્પતિ ના સેવન થી થતાં લાભો.

આ વનસ્પતિ ને કફ તથા વાતનાશક ઔષધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ શરીરમાં ઉદભવતા તમામ પ્રકાર ના દર્દ ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ વનસ્પતિ આયુર્વેદિક ગુણતત્વો થી ભરપૂર છે.

આ વનસ્પતિ ના પર્ણો ને વાટીને શરીરના જે ભાગ પર દર્દ થતો હોય ત્યાં લગાવવામાં આવે તો તેમાંથી મુક્તિ મેળવી શકાય છે. આ ઉપરાંત આ વનસ્પતિ ના પર્ણો નો ઉકાળો બનાવી ને તે પાણી કોગળા કરવામાં આવે તો તમે ગળા ને લગતી તમામ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકો.

જો તમારા હોઠ માં ચીરા પડી જતાં હોય તો આ વનસ્પતિ નું ઓઈલ લગાવવાથી લાભ મળે. જો કોઈ વ્યક્તિ ને કાન ને લગતી કોઈ સમસ્યા હોય તો નીર્ગુણી ના પર્ણો ના ઓઈલ માં મધ ભેળવીને આ મિશ્રણ ના ૧-૨ ડ્રોપ્સ કાન માં નાખવામાં આવે તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય.

જો કોઈના મુખ માં ચાંદા પડી ગયા હોય તથા ગળાના ભાગમાં જો ચાંદા ની સમસ્યા ઉદભવતી હોય તો થોડા હુંફાળા જળમાં નીર્ગુણી નું ઓઈલ તથા ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો આ સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય.

જો તમે સાયટીકા ની સમસ્યા થી પીડાતા હોવ તો નીર્ગુણી ના પર્ણો ને ૧/૨ લીટર પાણીમાં મધ્યમ આંચ પર જયા સુધી અડધું ના થઈ જાય ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ ૧૦-૨૦ મીલી ની માત્રા માં દિવસ માં ૨-૩ વાર ભૂખ્યા પેટે સેવન કરવું જેથી આ સમસ્યા દૂર થાય.

જો તમે સાંધા ને લગતી કોઈ સમસ્યા થી પીડાતા હોવ તો આ નીર્ગુણી ની છાલ નું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવામાં આવે તો તમે આ સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો. જો તમે તાવ , શરદી , ઉધરસ તથા સરદર્દ વગેરે જેવી સમસ્યાઓ થી પીડાતા હોવ તો આ પર્ણો ને ગરમ કરી ને માથાના ભાગ પર બાંધવા જેથી તમે આ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકો.


અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.