શારીરિક સંબંધ બાંધ્યા બાદ પુરૂષોના મનમા કેવી અનુભૂતિ થતી હોય છે, શું ચાલતું હોય છે તેમના મનમા ?

મિત્રો , વર્તમાન સમય માં લોકો વેસ્ટર્ન કલ્ચર પાછળ એ હદ્ સુધી ગાંડા થયા છે કે મોટાભાગ ના યંગસ્ટર્સ લગ્ન પહેલા જ શારીરિક સંબંધો બનાવતા હોય છે. આ લોકો ને એ સમજણ નથી પડતી કે આ પ્રેમ છે કે આકર્ષણ. લગ્ન પૂર્વે આ પ્રકાર ના શારીરિક સંબંધો બાંધી ને પછી આખી જીંદગી તેના વિશે વિચારી – વિચારી ને પશ્ચાતાપ ની અગ્નિ માં બળે છે. પુરૂષ હોય કે સ્ત્રી હાલ ના જમાના માં તે એક થી વધુ પુરૂષ તથા સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોય છે.

પરંતુ , વાત જ્યારે શારીરિક સંબંધ ની આવે ત્યારે જો બંને વચ્ચે અતૂટ પ્રેમ ની લાગણી હશે તો જ આ સંબંધ ને તમે માણી શકશો. જેમ સંબંધ ને ગાઢ બનાવવા માટે એકબીજા સાથે થોડા હળવાશ ના પળો વ્યતીત કરવા અતિઆવશ્યક છે તેવી જ રીતે આ સંબંધ બાંધતા પૂર્વે બંને વચ્ચે પ્રેમ ની લાગણી હોવી અતિઆવશ્યક છે. આ શારીરિક સંબંધ સાથે એક ખૂબ જ પૌરાણિક માન્યતા જોડાયેલી છે.

તેના અનુસાર એક પુરૂષ અને એક સ્ત્રી પોતાના જીવન મા એક અસીમ સુખ ની લાગણી ની અનુભૂતિ કરવા માટે આ સંબંધ બાંધે છે. પરંતુ , એક સંશોધન દ્વારા આ ધારણા ને ખોટી સાબિત કરવામા આવી છે. આ સંશોધન ના પરિણામો કંઈક અલગ જ વાત રજૂ કરે છે. આ સંશોધન મુજબ શારીરિક સંબંધો બનાવ્યા બાદ પુરૂષો ને તદન વિચિત્ર લાગણી ની અનુભૂતિ થાય છે. આ સમસ્યા ફકત પુરૂષો મા જ નહિ પરંતુ , ઘણી વાર સ્ત્રીઓ માં પણ જોવા મળે છે.

આ સંશોધન જર્નલ ઓફ સેકસ એન્ડ મૈરીટલ થેરાપી માં રજૂ કરવા માં આવ્યુ છે. જે અનુસાર સ્ત્રીઓ ની જેમ પુરૂષો પણ પોસ્ટ કોઈટલ ડીસ્ફોરીયા થી પીડીત થઈ શકે. આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા એક એવી બીમારી છે કે જેમા વ્યક્તિ શારીરિક સંબંધ બનાવ્યા બાદ નિરાશા , ચિંતિત , ચિડીયાપણું , ક્રોધ વગેરે જેવી લાગણીઓ અનુભવે છે. ઓસ્ટ્રેલિયા ના ક્વીસ્લૈંડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી ના સંશોધનકર્તા નુ કહેવુ એમ છે કે , આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા સમસ્યા ના લક્ષણો અત્યાર સુધી મુખ્યત્વે સ્ત્રીઓ માં જોવા મળતા.

પરંતુ , હાલ પુરૂષો માં પણ આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા ના લક્ષણો નિહાળવા માં આવ્યા છે. આ સંશોધન માં લાગેલા જોએલ મૈકજકોવિએક ના જણાવ્યા અનુસાર આ સંપૂર્ણ રીસર્ચ ઓનલાઈન સર્વે દ્વારા કરવામાં આવી હતી. આ સંશોધન માં ઓસ્ટ્રેલિયા , અમેરિકા , યુ.કે. , રશિયા , ન્યુઝિલેન્ડ , જર્મન અને અન્ય દેશો ના ૧૨૦૮ પુરુષો નો સમાવેશ કરવા માં આવ્યો હતો.

આ રીસર્ચ અનુસાર અંદાજિત ૪૦ ટકા જેટલા લોકો એ એમના જીવન મા આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા ની પીડા ની અનુભૂતિ થયા ની વાત સ્વીકારી. આ ઉપરાંત ૨૦ ટકા જેટલા લોકો એ ચાર-ચાર અઠવાડિયા સુધી આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા ની પીડા નો પ્રભાવ મહેસૂસ કર્યો છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.