શનિવાર ના દિવસે તમારા પર્સ અથવા તો ખિસ્સામાં આ વસ્તુ રાખો, ચોક્કસ મળશે સારા સમાચાર અને ધનલાભ

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક તથા અધ્યાત્મિક બાબતે વિશેષ મહત્વ ધરાવતો દેશ છે. આપણા નો કોઈ ખૂણો એવો નહીં હોય કે જ્યાં દેવી- દેવતાઓ ના દેવસ્થાન ના આવેલા હોય. તેમાં પણ જો શનિદેવ ને રાજી કરવા માંગતા હોવ તો શનિવાર નો દિવસ શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે શનિદેવ ના મંદિરો મા બહોળા પ્રમાણ મા ભક્તો દર્શન માટે પધાર્યા હોય છે. લોકો શનિદેવ ના અનિષ્ટ પ્રભાવ થી રક્ષણ મેળવવા માટે આ દિવસે શનિદેવ નુ પૂજન-અર્ચન કરે છે અને તેને શ્રેષ્ઠ ગણાય છે.

શનિદેવ નો પ્રકોપ ખૂબ જ આકરો હોય છે. આ પ્રકોપ ને દૂર કરવા માટે અમુક વિશેષ પૂજા કરવી પડે છે. ઘણા લોકો જીવન મા એટલા વ્યસ્ત હોય છે કે તેઓ આ દિવસે મંદિરે પહોંચી શકતા નથી પરંતુ તમારે આ બાબતે તણાવ લેવા ની જરૂરિયાત નથી પરંતુ ફક્ત આ પગલાઓ જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે અનુસરવા. જેથી શનિદેવ તમારા પર પ્રસન્ન રહેશે. હાલ તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી સાથે રાખવાથી તમારા પર શનિદેવ ની અપાર કૃપા થશે.

૧. શનિદેવ ને વાદળી રંગ ના પુષ્પ અત્યંત પ્રિય હોય છે. જો કોઈ ભક્ત આ રંગ ના પુષ્પ પોતાની પાસે ખીચા મા અથવા તો પોતાના પર્સ મા રાખી લે તો જીવન મા આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તથા તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.

૨. આ ઉપરાંત શનિવાર ના દિવસે તલ દાન કરવામાં તો તમારા જીવન મા ખુશીઓનુ વાતાવરણ સર્જાઈ જાય છે. શનિદેવ તેલ ના ભોગ થી પણ અતિ પ્રસન્ન થાય છે. જો તમે આ તલ ખિસ્સા મા કે પર્સ મા રાખો તો પણ તે શુભ ગણાય છે.

૩. આ ઉપરાંત શનિવાર ના દિવસે કાળા અડદ ની દાળ દાન કરવામાં આવે અથવા તો ખીસ્સા કે પર્સ મા રાખવામા આવે તો તમારી અનેક માનસિક બીમારીઓ દૂર થઈ જાય છે.

૪. આ સિવાય શાસ્ત્રો મા શનિદેવ ને રાજી કરવા માટે કાળા રંગ ના પોષાક નુ દાન કરવુ ઉત્તમ ગણાય છે તથા જો આ રંગ ના કપડાં ધારણ કરવામા આવે તો તે પણ શ્રેષ્ઠ ગણાય છે.

૫. આ ઉપરાંત શનિવાર ના દિવસે આંજણ નુ દાન કરવાથી તમારી નેત્ર ને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે. આ ઉપરાંત આંજણ ની ડબ્બી ને ખિસ્સા મા કે સાથે રાખવામા આવે તો તે પણ શુભ ગણાય છે.

૬. જો તમે શનિવાર ના દિવસે લોખંડ કે કાચ ની વસ્તુઓ ધારણ કરો તો તમે શનિ અને રાહુ ના અશુભ પ્રભાવ થી પણ રક્ષણ મેળવી શકો છો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.