શહેરમા સ્પાં અને મસ્સાજ પાર્લર તો માત્ર નામના જ અસલમાં તો થાય છે… લેવાયો આ મોટો નિર્ણય

રાજ્યના અનેક શહેરોમા સ્પાં અને મસ્સાજ પાર્લર તો માત્ર નામ છે બાકી અસલી ધંધા તો શરીરનો થાય છે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશ્નર એકશનમાં આવીને આજે એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત શહેર પોલીસ કમિશ્નરે સ્પાં અને મસ્સાજ પાર્લરમા કામ કરતી વિદેશી યુવતીઓના ડેટા એકઠા કરવા માટે આદેશ આપી દીધા છે.

સુરત શહેર પોલીસ કમિશ્નરે આ નિર્ણય સોશિયલ સિક્યોરિટી ના સંદર્ભ હેઠળ લીધો છે. સ્પાં અને મસ્સાજ પાર્લરના નામે વિદેશી યુવતીઓ દ્વારા કુટણખાના ચલાવાતા હોવાની મળતી વારંવાર ની ફરિયાદોને ધ્યાનમા લઈને તેને સંપૂર્ણપણે ડામવા માટે આ રસ્તો અપનાવવાનુ સુરત શહેર પોલીસે પસંદ કર્યુ છે.

તમને એ પણ જણાવી દઈએ કે, મુલાકાતી વિઝા ના નામે વિદેશી યુવતીઓ રાજ્યમા આવે છે. મુલાકાતી વિઝા બાદ આ વિદેશી યુવતીઓને અંતે દેહ-વ્યાપારના ગોરખ ધંધામા ધકેલી દેવાનો ગંભીર આક્ષેપ પણ કરવામા આવી રહ્યો છે. બીજી બાજુ રાજ્યમા પણ અવાર નવાર સામે આવ્યુ છે કે, દેહ-વ્યાપારના ગોરખ ધંધામા વિદેશી યુવતીઓનુ વ્યાપક પ્રમાણમા વધારો જોવા મળી રહ્યો છે. જેથી હવે સુરત પોલીસ કમિશ્નરે દેહ-વ્યાપારના ગોરખ ધંધા બંધ કરાવવાની દિશામા કડક કામગીરી શરૂ કરી દીધી છે. હાલ સુરત શહેરમા સ્પાં અને મસ્સાજ પાર્લરોની ગુપ્ત રાહે આકરી તપાસ શરૂ કરી દેવામા આવી છે.

સ્પાં અને મસ્સાજ પાર્લરમા કામ કરતી યુવતીઓના ડેટા એકઠા કરવા માટે પોલીસ કમિશ્નરે કડક આદેશ કર્યો છે. વિદેશી યુવતીઓના ડેટા એકઠા કરવા ખાસ આદેશ આપ્યો છે. સુરત શહેરમા કેટલાય સમયથી સ્પાં અને મસ્સાજ પાર્લરની આડમા અન્ય ગોરખ ધંધા જ થતા હોવાની ફરિયાદોએ જોર પકડયુ હતુ.

એમા પણ ખાસ કરીને વિદેશની યુવતીઓ દ્વારા સ્પાં અને મસ્સાજ પાર્લરના સુંવાળા નામ હેઠળ દેહવિક્રયનો ગોરખ ધંધો કરાતો હોવાનુ જાણવા મળતા પોલીસ કમિશ્નરે સ્પાં અને મસ્સાજ પાર્લરમા કામ કરતી યુવતીઓની યાદી તૈયાર કરવાના કડક આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.