સવારે નાસ્તામા શું નાસ્તો કરવો અને શું ના કરવો જાણી લો એકવાર

મિત્રો, કોઈપણ વ્યક્તિ ને જીવન પસાર કરવા માટે પાયા ની મૂળ ત્રણ જરૂરીયાતો ની આવશ્યકતા પડે છે. રહેઠાણ , પોશાક અને ભોજન. આ આવશ્યકતાઓ મા ભોજન નુ પ્રાધાન્ય પહેલુ આવે છે. જો તમે યોગ્ય સમયે આહાર ગ્રહણ કરશો તો તમારુ શરીર વધુ કાર્યક્ષમ બનશે. આપણા હિંદુ ધર્મ અનુસાર ભોજન ના મુખ્ય ત્રણ પ્રકારો નક્કી કરાયા છે.

બ્રેકફાસ્ટ , લન્ચ અને ડિનર. આ ત્રણેય મા પરોઢે ઊઠી ને બ્રેકફાસ્ટ કરવા નુ અતિ મહત્વ ગણાય છે. કારણ કે , મિત્રો હાલ નુ જીવન એટલુ ભાગદોડ ભરેલુ થઈ ગયુ છે કે તમારે યોગ્ય રીતે કાર્ય ને પૂર્ણ કરવા માટે પોષણક્ષમ આહાર ગ્રહણ કરવા ની આવશ્યકતા પડે છે. તો આજે આપણે બ્રેકફાસ્ટ મા કઈ-કઈ વસ્તુઓ નુ સેવન કરવુ તથા કઈ-કઈ વસ્તુઓ ને અવગણવી તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

નીચે જણાવેલી વસ્તુઓ ને ક્યારેય પણ બ્રેકફાસ્ટ મા ના લેવી.

બ્રેડ :
ક્યારેય પણ પરોઢ ના સમયે બ્રેકફાસ્ટ મા બ્રેડ અથવા બ્રેડ મા થી બનેલી વસ્તુઓ નુ સેવન ના કરવુ. કારણ કે સવાર મા આ વસ્તુઓ ના સેવન થી પેટ ની પાચનક્રિયા મંદ પડે છે. કારણ કે , બ્રેડ નુ નિર્માણ મેંદા તથા ઘઉ ના લોટ મા થી થાય છે. જે ઘણા દિવસ થી પડતર પડેલો હોય છે અને આ લોટ મા થી બનેલી બ્રેડ નુ સેવન કરતા તે પેટ મા જઈ ને સડી જાય છે.

પરાઠા :
મોટાભાગ ના ગુજરાતીઓ ના ઘર મા સવાર નો નાસ્તો પરાઠા હોય છે. આ ગુજરાતીઓ નો હોટ ફેવરીટ નાસ્તો છે. પરંતુ , શુ સવાર મા ઊઠતા વેત શરીર ને ઓઈલ નુ સેવન કરાવવુ યોગ્ય છે ? વધુ પડતા ઓઈલ ના સેવન થી શરીર મા કોલેસ્ટ્રોલ નુ પ્રમાણ વધી જાય છે. જેથી , હ્રદય ના હુમલા નો ભય વધી જાય છે માટે સવાર ના નાસ્તા મા પરાઠા ને અવગણવા.

બર્ગર :
હાલ , પશ્ચિમી સંસ્કૃતિ મા થી પ્રભાવિત થઈ ને ઘણા લોકો એ બર્ગર ને નાસ્તા મા સમાવિષ્ટ કર્યુ છે. જેથી , આ જંકફૂડ નુ સેવન આપણા શરીર માટે ચરબી નો વધારો નોતરે છે અને પરીણામે આપણે મોટાપા ની સમસ્યા થી પીડાવુ પડે છે. માટે બને ત્યા સુધી આ જંકફૂડ નો સવાર ના નાસ્તા મા ત્યાગ કરવો.

ફ્રીજ મા મૂકેલો રાત્રિ નો આહાર :
ઘણા લોકો રાત્રે નાસ્તા ની વાનગી બનાવી ને તેને ફ્રીજ મા રાખી મૂકે છે અને ત્યાર બાદ સવારે ઊઠી ને તેને ચૂલ્લા પર ગરમ કરી ને ગ્રહણ કરે છે. પરંતુ , આવુ કરવા થી તમારા શરીર ને અત્યંત હાનિ પહોચે છે. તમે ગેસ કે અપચા જેવી સમસ્યાઓ થી પીડાઈ શકો.

ટોસ્ટ :
જો તમે સવાર મા ઊઠી ને ચા તથા કોફી ની સાથે ટોસ્ટ ની પસંદગી કરો છો તો તે સદંતર ખોટૂ છે. તે તમારા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. કારણ કે , સવાર મા ઊઠી ને શરીર ને પ્રોટીન ની આવશ્યકતા હોય છે માટે આ વસ્તુઓ નો ત્યાગ કરવો અનિવાર્ય છે.

હવે આપણે સવાર ના નાસ્તા મા કઈ-કઈ વસ્તુઓ ખાઈ શકીએ તે વિશે ની માહિતી મેળવીએ.

કાચા ચણા :
તમે તમારા બ્રેકફાસ્ટ મા કાચા ચણા નુ સેવન કરી શકો. કાચા ચણા મા ભરપૂર પ્રમાણ મા પ્રોટીન સમાવિષ્ટ હોય છે. એ વાત ની નોંધ લેવી કે ના તો ચણા બાફવા કે ના તો તેને ફ્રાય કરવા. પરંતુ , કાચા ચણા નુ સેવન કરવુ.

નારીયેળ નુ પાણી :
જો તમે તમારા શરીર ના સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો નિયમીત પરોઢે નારીયેળ પાણી નુ સેવન કરવુ. દરરોજ નારીયેળ પાણી નુ સેવન કરવા થી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

સફરજન :
જો તમે તમારા ઘર થી દૂર રહેતા હોય તો સવાર ના નાસ્તા મા સફરજન નુ સેવન અત્યંત લાભદાયી ગણાય છે. સફરહજન મા વિટામીન એ , વિટામીન બી , વિટામીન સી , આયર્ન , મિનરલ્સ જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે જે શરીર ના આરોગ્ય ને સ્વસ્થ રાખે છે.

પૌઆ કે ઉપમા :
સવાર મા ઊઠો ત્યારે તમારી પાચનશક્તિ મંદ હોય છે માટે તે કોઈ ભારે આહાર પચાવી શકે તેટલુ કાર્યક્ષમ હોતુ નથી માટે સવાર મા પૌઆ કે ઉપમા જેવા હળવા નાસ્તા ની પસંદગી કરવી.

પલાળેલી દાળ :
જો સવાર ના નાસ્તા મા દાળ પલાળી ને તેને બાફી ને સેવન કરવા મા આવે તો અત્યંત શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે દાળ મા પ્રોટીન વધુ માત્રા મા હોય છે. જે શરીર ના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા મા સહાયરૂપ બને છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.