સમગ્ર ભારતમા કોરોના બાદ બાળકો ઉપર આ નવા રોગ ની ખતરા ની ઘંટી, આવા છે તેના લક્ષણો

અમેરિકા તેમજ યૂરોપ ના દેશોમા ઘણા બાળકો ના જીવ એક અજાણ્યા રોગ ના લીધે ગયા છે. હવે આ રોગ ભારત તરફ આવી પોહચ્યો છે. આ રોગ નું નામ છે “મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ”. આ એક દુર્લભ બીમારી છે અને જેના લક્ષણ ચેન્નાઈમા આઠ વર્ષ ના એક બાળકમા જોવા મળ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આ માટે એલર્ટ જાહેર કર્યું છે. ભારતમા આ નવી રોગે પ્રવેશ કરી લીધો છે. મોટેભાગે બાળકોમા જોવા મળતો આ રોગ ના લક્ષણોમા ડોક્ટરોએ જણાવ્યું છે કે આ રોગ મા બાળકો ના શરીરમા સોજા આવે છે તેમજ શરીર પર લાલ ચામ્ભા પણ થઈ જાય છે.

શા માટે છે મોટો ખતરો?

આ રોગ થી શરીરમા ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે અને શરીરમા ફેલાવવા લાગે છે. જેની સીધી અસર શરીર ના જુદા-જુદા મહત્વ ના અંગો પર પડે છે. આ રોગ એકસાથે ઘણા કામ બંધ કરી શકે છે. બાળકો તેનો જીવ પણ આ કારણે ગુમાવી શકે છે.

પહેલા પણ જોવા મળ્યા હતા આ બીમારીના લક્ષણ

થોડા દિવસો અગાવ પણ કોલકત્તામા ચાર માસ ના એક બાળકમા પણ આ પ્રકાર ના લક્ષણો જોવા મળ્યા હતા. આ બાળક કોરોના થી સંક્રમિત હતો. આ પછી ભારતમા પણ આ બીમારી પર નજર રાખવામાં આવી રહી છે.

કોરોના પ્રભાવિત ક્ષેત્રો મા ૩૦ ગણી વધુ બીમારી

એક એહવાલ મુજબ શોધકર્તાઓએ કોરોના વાઈરસ તેમજ આ બીમારી ના સંબંધિત શોધ કરી છે, જેના આધારે આ એક દુર્લભ બીમારી છે. તેને પીડિયાટ્રિક ઇંફ્લેમેટ્રી મલ્ટી સિસ્ટમ સિન્ડ્રોમ નુ નામ આપવામા આવ્યું છે. છેલ્લા બે મહિનામા આ બીમારી ને લીધે બાળકો ના બીમાર થવાના દરમા ત્રીસ ગણો વધારો થયો છે. અમેરિકા ના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રએ પણ સિન્ડ્રોમ પીડિત ૧૪૫ કેસ ને કોરોના સંબંધિત ગણાવ્યા છે.

WHO દ્વારા જાહેર કર્યું એલર્ટ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સ્પષ્ટ જાહેર કરાયુ છે કે બાળકોમા ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ જેવા હાથ તેમજ પગ પર લાલ ચકામા, સોજા આવવા તેમજ પેટમા દુખાવો થવાના લક્ષણો હોઈ શકે છે. આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર નો સંપર્ક કરવો. બાળકોમા જોવા મળતો આ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ સીધો કોરોના વાઈરસ ના લક્ષણ ન હોઈને શરીર ની રોગપ્રતિકારક તંત્ર ને વધુ સક્રિયતા નુ પરિણામ છે. આ માટે તેની તપાસ થાય તે પણ જરૂરી છે.

આ છે બીમારી ના લક્ષણો

બાળકો ને ૧૦૫ કે તેથી વધુ તાવ, પેટમા દુખવુ કે ઉલ્ટી થવી કે ડાયરિયા ની સમસ્યા રેહવી, આંખો નુ લાલ થવું તેમજ તેમા દુઃખાવો થવો, બાળકોના શરીર પર લાલ ચકામા થવા, હોઠ કે જીભ પર લાલ દાણા થવા, શરીર પીળું થવું કે ભૂરું પડી જવું, ખાવાપીવા મા તકલીફ થવી, શ્વાસ લેવામા તકલીફ થવી અથવા શ્વાસ ચઢવાની સમસ્યા, છાતીમા દુઃખાવો, ચીડિયાપણુ કે સુસ્તી લાગવી, હાથ, પગ અથવા ગળા ના ભાગ મા સોજા આવવા અને લાલ થવા.

અમુક ખાસ બાબતો

પાંચ વર્ષ થી નાની ઉંમરના બાળકોમા વધુ અસર જોવા મળે છે, ધમનીઓમા સોજા આવવા થી હ્દય ને નુકસાન થવાની સંભાવના રહે છે. જેટલી જલ્દી ઓળખ થશે તેટલી જ જલ્દી સાજા થવાની શક્યતા છે. આ કાવાસાકી રોગ ની જેમ ઉપચાર પણ જુદો છે. સિન્ડ્રોમ પ્રભાવિત બાળકો ને કોરોના સંક્રમિત થવું શક્ય છે.

ડરવાની જરૂર શા માટે નથી?

જનરલ ઓફ ઈન્ડિયન પીડિયાટ્રિક્સમા પ્રકાશિત થયેલ એક એહવાલ મુજબ ચેન્નઈ ના બાળકો મા ટોક્સિક ઓફ સિન્ડ્રોમ, કોરોના વાઈરસ, નિમોનિયા તેમજ કાવાસાકી રોગ ના લક્ષણ એકસાથે જોવા મળ્યા હતા. ઈમ્યુનોગ્લોબુલિન તેમજ ટોસીલીજુંબૈબ જેવી દવાઓ આપ્યા બાદ આ રોગગ્રસ્ત બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.