સલમાન સાથે ફિલ્મ “Ready”મા કામ કરી ચુકેલા અભિનેતા નુ મૃત્યુ, “ઓમ શાંતિ” લખી આપો તેમને શ્રદ્ધાંજલિ

“સલમાન” સાથે “રેડી” મા અભિનય કરનાર છોટે અમર ચૌધરી એટલે કે મોહિત બાઘેલ હવે આ દુનિયામા નથી રહ્યા, ૨૭ વર્ષ ની નાની ઉંમરે આ દુનિયા છોડી દીધી. કોમેડી શો છોટે મિયાં થી શોબિઝમા કારકિર્દી ની શરૂઆત કરનાર અભિનેતા નુ કેન્સર ને લીધે અવસાન થયું છે. આ સમાચાર ની પુષ્ટિ કોમેડી સર્કસ ના લેખક અને દિગ્દર્શક અને ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ ના ડિરેક્ટર રાજ શાંડિલ્યા દ્વારા કરવામા આવી છે. રાજ ના આ ટ્વિટ બાદ સમગ્ર બોલિવૂડમા શોક નુ મોજુ ફરી વળ્યું છે.

રાજ શાંડિલ્યાએ ટ્વીટ દ્વારા કહ્યું કે ‘મોહિત મારા ભાઈ, આટલી જલ્દી રજા લેવાની શું જરૂર હતી? મેં તને કહ્યું હતું, જો, આખુ ફિલ્મીજગત તારા માટે બંધ થઈ ગયું છે, ઝડપ થી સ્વસ્થ થયા પછી, બધી વસ્તુઓ ફક્ત તે પછી જ શરૂ થશે, તમે ખૂબ જ સારો અભિનય કરો છો, તેથી હું આગામી ફિલ્મના સેટ પર તમારી રાહ જોઈશ અને તમારે આવવું પડશે. “ॐ સાંઈ રામ” #cancer R.I.p.’ આ સાથે જ ગુરપ્રીતકૌર ચઢાએ પણ એક ટ્વિટમા લખ્યું કે, ‘મારા સપના મા પણ ક્યારેય વિચાર્યું ન હતું કે અમે તમને આટલી જલ્દી થી હારી જાઈશું, એક અભિનેતા, જેમણે ફિલ્મ #રેડીમા પોતાની અદભૂત અભિનય કુશળતા બતાવી હતી.’

ટૂંક સમય મા જ બનાવી હતી પોતાની ઓળખ:

મોહિત બાઘેલ ના અચાનક મૃત્યુ થી તમામ ચોંકી ગયા છે. તમને જણાવી દઈએ કે, મોહિત નાના પડદા થી લઈ ને મોટા પડદા સુધી કામ કર્યું છે, અને ખૂબ જ ટૂંકાગાળામા જ પોતાની આગવી ઓળખ ઉભી કરી લીધી હતી. તેણે ફિલ્મ ‘રેડી’ મા સલમાન ખાન સાથે સ્ક્રીન પણ શેયર કરી હતી. મોહિતે “રેડી” મા “છોટે અમર ચૌધરી” નુ ખુબજ અસરકારક પાત્ર નિભાવ્યુ હતું.

નાનપણ થી જ હતો અભિનય મા રસ:

મોહિત બાઘેલ નો જન્મ ૭મી જૂન ૧૯૯૩ ના રોજ મથુરા ના ઉત્તરપ્રદેશમા થયો હતો. તેને બાલપણ થી જ અભિનય મા રસ હતો, તેથી તેણે શાળામા નાટકો તેમજ ચર્ચાઓમા વધુ ભાગ લીધો હતો. તેણે ૨૦૧૧મા સલમાન સાથે ‘રેડી’ ફિલ્મ થી અભિનય ની શરૂઆત કરી હતી. તે ‘ઉમા’ ફિલ્મમા જિમ્મી શેરગિલ, સંજય મિશ્રા, ઓમ પુરી સાથે મુખ્ય ભૂમિકામા જોવા મળ્યો હતો. આ સિવાય તેને “વેન ઓબામા લવ ઓસામા”, ઉવા, ગલી ગલી ચોર હે, એકિસ ટોપોકી સલામી, જબ્બરિયા જોડી, સેકન્ડ મેરેજ ડોટ કોમ જેવી ફિલ્મોમા પણ કામ કર્યું છે.

તે ઘણા પ્રતિભાશાળી કલાકાર હતા અને કામ પ્રત્યે ખુબ જ સજાગ પણ રહેતા હતા. તેમના મૃત્યુ ના સમાચાર સાંભળીને બોલીવુડ ના ઘણા મોટા કલાકારો ને પણ આઘાત લાગ્યો છે અને ઘણા કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મોહિત ઘણા સમય થી કેન્સર ની બીમારી થી પીડાતા હતા. તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપડા ની જબરીયા જોડી મા પણ કામ કર્યું છે. આ અભિનેત્રીએ તો ટ્વિટર પર પણ પોતાનો શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, “કામ કરવા માટે સારા લોકો માથી એક! હંમેશાં ખુશ, સકારાત્મક અને પ્રેરિત. લવ યુ મોહિત. RIP #જબરિયાજોડી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.