રિક્ષાચાલક પતિએ તેની પત્ની ને બનાવી ડૉક્ટર, પત્નિએ કહ્યુ “સાત જન્મ આપશે સાથ”

મિત્રો, આમ તો જોવા જઈએ તો હાથની રેખાઓ ભાગ્ય નક્કી કરે છે પરંતુ, સંઘર્ષ અને જનૂન હોય તો હાથની રેખાઓ પણ બદલાઈ જાય છે. હાલ, જયપુરમા કઈક આવી જ ઘટના ઘટી. ત્રીજા ધોરણમા ભણતી અબુધ બાળકીના ૮ વર્ષની ઉંમરમા જ લગ્ન થઈ ગયા. આ બાળકી બની ગઈ બાલિકા વધુ. તે ૮ વર્ષની વયથી ઘરના કાર્યકાળમા લાગી ગઈ પરંતુ, તેણી એ પોતાનો અભ્યાસ ના છોડ્યો. સાસરે જતા પૂર્વે પિયરમા ભણી અને ત્યારબાદ સાસરિયાઓ એ પણ ભણાવી. સાસરિયામા તેના પતિ અને તેમના મોટા ભાઈએ સમાજના તમામ બંધનોને નેવે મુકીને તેને ભણાવી.

અભ્યાસનો ખર્ચ ઉઠાવવા બંનેએ ખેતી કરવાની સાથે ટેમ્પો ચલાવ્યો. આ બંને ભાઈઓએ પોતાના ઘરની પુત્રવધુને દાક્તર બનાવવાનુ નક્કી કર્યુ. ૨ વર્ષ કોટાના એલન કરિયર ઈન્સ્ટીટ્યૂટથી કોચિંગ કરાવી દિવસ-રાત અભ્યાસ કર્યો અને હાલ તે બાલિકા વધુ દાક્તર બની. આ બાલિકા વધુ છે જયપુરના ચૌમૂ વિસ્તારના નાના ગ્રામ્ય વિસ્તાર કરેરીની રહેવાસી રુપા યાદવ. જેણે નીટ-૨૦૧૭ મા ૬૦૩ આંક મેળવ્યા. જેના આધાર પર તેને તેના રાજ્યની સરકારી કૉલેજમા પ્રવેશ મળી ગયો. રુપા એ જણાવ્યુ હતુ કે, તેમની ફેમિલી મૂળ જયપુર જિલ્લાના ચૌમૂ ક્ષેત્રના કરેરી ગ્રામ્ય વિસ્તારમા વસે છે.

ત્યા જ તેનો જન્મ થયો અને ત્યાની ગ્રામ્ય વિસ્તારની જ સરકારી શાળા ભણતી હતી. ત્રીજા ધોરણમા અભ્યાસ કરતી હતી ત્યારે તેણીની મોટી બહેનના વિવાહ થયા. તેના વિવાહની સાથોસાથ મારા વિવાહ પણ કરાવી દીધા. ત્યારે તો મને વિવાહનો અર્થ પણ નહોતો ખ્યાલ. અમારી બંને બહેનોના વિવાહ બંને સગા ભાઈઓ સાથે કરાવવામા આવ્યા. પતિ શંકરલાલ જ્યારે ૧૨ દસમા ધોરણમા અભ્યાસ કરતા ત્યારે મારી વિદાય કરવામા આવી. અમારા ગ્રામ્ય વિસ્તારમા આઠમા ધોરણ સુધી સરકારી શાળા હતી એટલે ત્યા સુધી અભ્યાસ કરવો.

ત્યારબાદ બાજુના ગ્રામ્ય વિસ્તારમા સ્થિત ખાનગી શાળામા એડમિશન લીધુ અને દસમા ધોરણ સુધી અહી અભ્યાસ કર્યો. દસમાની પરીક્ષા આપી અને મારી વિદાય થઈ ગઈ. જ્યારે દસમાનુ રિઝલ્ટ આવ્યુ ત્યારે સાસરે હતી. મને ખબર પડી કે મારા ૮૪ ટકા આવ્યા છે. સાસરિયામા આજુબાજુની સ્ત્રીઓએ ઘરના લોકોને જણાવ્યુ કે, આને ભણાવો. પતિ શંકરલાલ અને જીજાજીએ આ વાત સ્વીકારી અને મારુ એડમિશન ગ્રામ્ય વિસ્તારથી ૬ કી.મી. દૂર ખાનગી શાળામા કરાવી દીધું. દસમામા સારા માર્ક આવ્યા.

આ અભ્યાસ દરમિયાન મારા સગા કાકા ભીમારામ યાદવનુ હ્રદયરોગના કારણે મૃત્યુ થઈ ગયુ. તેમને યોગ્ય નિદાન ના મળ્યુ. ત્યારબાદ મે બાયોલોજી લઈને દાક્તર બનવાનો નિર્ણય લીધો. ગ્રામ્ય વિસ્તારથી ૩ કિમી દૂર સ્ટેશન સુધી જવાનુ હતુ. ત્યાંથી બસમા શાળાએ જવાનુ. ૧૧મા ધોરણમા પણ ૮૧ ટકા આવ્યા. બારમા ધોરણમા ૮૪ ટકા આવ્યા. રુપાની સ્થિતિ પિયર અને સારે બંને જગ્યાએ સારી નહોતી. બી.એસ.સી. ના પ્રથમ વર્ષ સાથે એ. આઈ.પી.એમ.ટી. પણ આપી. જેમા ૪૧૫ માર્કસ આવ્યા અને અંદાજે ૨૩ હજારમો રેન્ક. મે માર પતિને મારી આગળ ભણવા માટેની ઈચ્છા દર્શાવી.

તેમણે તેમના મોટાભાઈ અને મારા બનેવીને આ વાત જણાવી. મારા બનેવીએ મારા અભ્યાસની સંપૂર્ણ જવાબદીરી ઉપાડી. તેમણે જણાવ્યુ કે, જમીન વેચવી પડે તો વેચી દેશુ, પણ તુ ભણજે. મને અભ્યાસ માટે કોટા મોકલી. એલન કરિયર ઈન્સ્ટીટ્યૂટમા એડમિશન કરાવ્યુ. કોટામા સ્થિત આ ઇન્સટિટ્યૂટ નો માહોલ ખૂબ જ સકારાત્મક અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરનાર હતો. શિક્ષકો પણ મદદગાર હતા. એક વર્ષના પરિશ્રમ પછી હુ મારા લક્ષ્યની નજીક પહોંચી. મે ગયા વર્ષે નીટમા ૫૦૬ આંક મેળવ્યા. હુ મારા લક્ષ્યથી થોડી જ દૂર રહી ગઈ.

આવતા વર્ષે ફરી કોચિંગ કરાવવામા પરિવારની સ્થિતિ આડે આવી રહી હતી. પરિવાર મુંઝવણમા હતો કે કોચિંગ કરાવીએ કે નહીં. એવામા એલને મારી મદદ કરી. સંસ્થાએ મારી ૭૫ ટકા ફી માફ કરી. આખુ વર્ષ દિવસ-રાત પરિશ્રમ કર્યા બાદ ૬૦૩ ગુણ આવ્યા. નીટ રેન્ક ૨,૨૮૩ છે. જો કોટામા ના હોત તો બી.એસ.સી. કરીને ઘરના કાર્ય કરતી હોત. હુ હાલ જે જગ્યાએ પણ છુ. તેમા મારા સાસરિયા પક્ષનુ ખૂબ જ મોટુ યોગદાન છે. તેમનો સાથ ના મળ્યો હોત તો હુ આગળ ના વધી શકત. જ્યારે હુ પસંદગી પામી ત્યારે આખા ગ્રામ્ય વિસ્તારમા મારા નામની ચર્ચા થવા માંડી. મારા અભ્યાસ દરમિયાન નો ખર્ચ કાઢવા માટે સાસરિયાએ નાણા ઉછીના લઈને ભેંસ ખરીદી હતી.

જેથી દૂધ વેચીને વધારાની કમાણી કરી શકાય પરંતુ, તે ભેંસ ૧૫ દિવસમા જ મૃત્યુ પામી. જેના કારણે અંદાજે સવા લાખનુ નુકસાન થયું. આ વાત મને કોઈએ પણ જણાવી નહોતી. રુપાએ જણાવ્યુ કે, બે વર્ષ કોટામા કોચિંગ દરમિયાન જ્યારે ઘરે જતી હતી ત્યારે ઘરનુ બધુ કાર્ય કરતી હતી. સવાર-સાંજ નુ ભોજન બનાવે સાથે-સાથે કચરા અને પોતા કરે તથા ખેતરમા જઈને પણ કાર્ય કરે છે. ખરેખર, સલામ છે રુપા અને તેના પરિવાર. એલન સંસ્થાએ રૂપાની સહાયતા કરી તેને એમ.બી.બી.એસ. ના અભ્યાસ માટે ૪ વર્ષ શિષ્યવૃતિ આપવામા આવી. હાલ, તે દાક્તર બનીને લોકોનુ નિદાન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.