રેખા ના પ્રથમ પતિ ની દીકરી છે ઘણી જ સુંદર, તેની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ પણ લાગે છે ફીકી

પોતાના જમાના મા વિનોદ મેહરા આ ફિલ્મી જગત ના એક પ્રખ્યાત અભિનેતા હતા. ૩૦ ઓક્ટોબર, ૧૯૯૦ ના રોજ હ્રદય હુમલા ને લીધે તેમનુ અવસાન થયું. તેમના ત્રણ લગ્ન થયા હતા. તેમના પ્રથમ લગ્ન એરેન્જ મેરેજ હતા જે તેમની માતા ની ઈચ્છા થી મીના બ્રોકા સાથે થયા હતા પરંતુ થોડાક જ સમયમા છૂટાછેડા લઈ લીધા. પ્રથમ લગ્નજીવન દરમિયાન તેમનુ બિંદિયા ગોસ્વામી સાથે અફેર હતુ અને તેમણે બીજા વખત બિંદિયા સાથે લગ્ન કર્યા, પણ માત્ર ચાર વર્ષમા જ તેમના છૂટાછેડા થઈ ગયા, ત્યારબાદ કિરણ સાથે તેમના ત્રીજા લગ્ન થયા અને તેના બે સંતાનો હતા, જેમના નામ સોનિયા અને રોહન છે.

રેખા ના પ્રથમ પતિ હતા વિનોદ મેહરા

માત્ર ૪૫ વર્ષ ની ઉંમરે વિનોદે આ દુનિયા ને કાયમ માટે અલવિદા આપી હતી. મીડિયા રિપોર્ટ મુજબ રેખા ના પ્રથમ પતિ વિનોદ મેહરા હતા. વિનોદ મેહરા ‘ઘર’ ફિલ્મ ના સેટ પર રેખા ને મળ્યો હતો. શૂટિંગ વખતે બંને એકબીજા ના નજીક આવ્યા અને પ્રેમમા પડ્યાં. બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં હતા પરંતુ વિનોદ ના માતાએ આ સંબંધ ને મંજૂરી ન આપી હતી. જેના લીધે બંનેએ લગ્ન ના બે મહિના બાદ જ અલગ થવા નુ નક્કી કર્યું. વિનોદ મેહરા એ સમયે ઇન્ડસ્ટ્રી નો સૌથી હેન્ડસમ અભિનેતા હતો.

વિનોદ મેહરા ની પુત્રી ઘણી ખુબસુરત છે

વિનોદ મેહરા ની દીકરી સોનિયા નો જન્મ ૨ ડિસેમ્બર ૧૯૮૯મા થયો હતો. સોનિયા એક બોલિવૂડ અભિનેત્રી છે અને થોડીક ફિલ્મોમા પણ જોવા મળી છે. જો કે, તેને હજી સુધી પોતાની ઓળખ મળી નથી જેની તે ખરેખર લાયક છે. સોનિયા ને તમે ‘રાગિની એમએમએસ ૨’ ફિલ્મમા જોઇ હશે. આ ફિલ્મ મા તેણે તાન્યા કપૂર ની ભૂમિકા ભજવી હતી. સોનિયા દેખાવ મા ખૂબ જ સુંદર અને હોટ છે. તે બોલિવૂડ અભિનેત્રીઓ થી કમ નથી.

સ્ટાર બાળકો ને પણ આપે છે સુંદરતા મા માત

આજકાલ સ્ટારકિડ્સ નો સમય ચાલી રહ્યો છે અને સુહાના ખાન, સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને અનન્યા પાંડે બધા ખુબજ જાણીતા છે, બહુ ઓછા લોકો સોનિયા મેહરા ને ઓળખે છે પણ સુંદરતા ની દ્રષ્ટિએ સોનિયા આ બધા સ્ટારકિડ્સ સાથે સ્પર્ધા કરે છે. આજ ના આ આર્ટીકલ મા અમે તમારા માટે સોનિયા મેહરા ની કેટલીક સુંદર તસ્વીરો લાવ્યા છીએ. અમને ખાતરી છે કે સોનિયા ની તસ્વીરો જોઈને તમે પણ તેના દિવાના થઈ જશો. તે ‘રાગિની એમએમએસ 2’ સિવાય ‘એક મેં એક તુ’, ‘શેડો’ અને ‘વિક્ટોરિયા નંબર 13’ જેવી ફિલ્મોમા પણ કામ કરી ચુકી છે.

સોનિયા મેહરા ની અમુક મનમોહક તસ્વીરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.