પુરૂષે પુછ્યુ – સ્ત્રીને સેક્સી બનાવવાની દવા જણાવો, જવાબમા મળ્યા આ બે દવાઓના નામ

એક મહોદય શ્રી જેમનું નામ તો નહી જણાવીએ પરંતુ તેમણે શું કર્યુ છે એ જરૂરથી જણાવીશું. પહેલાં થોડુ વિસ્તારથી જોઈએ. આ મહોદય ફેઈસબુક નો ભરપુર ઉપયોગ કરે છે. તેને પોતાની પ્રોફાઈલ ફોટોમાં પોતાની સેલ્ફી જ લગાવી રાખી છે. ફોટામાં પાછળ યુવતીઓની સિવેલી કુર્તિઓ ટીંગાયેલી નજરે જોવા મળી રહી છે. જેનાથી અંદાજો લગાવી શકાય છે કે, આ મહોદય ને બુટિક છે.

કવર ફોટોમાં પોતાના પરિવારનો ફોટો પણ લગાવેલો છે. સંતાનમાં બે બાળકો બેસેલા છે અને બાજુમાં એક સ્ત્રી એટેલે કે પત્ની પણ બેસેલી છે. ફોટા પર લોકોએ “સુંદર પરિવાર” એવી કમેન્ટ પણ કરી છે. જેનાંથી અનુમાન લગાવી શકાય છે કે, આ મહોદય પરણિત છે અને સંતાનમાં બે બાળકો પણ છે. હવે જણાવીએ દઈએ કે તેમણે શું કર્યુ છે. તેમણે ફેઈસબુકનાં પેજ પર પુછ્યુ છે કે, સ્ત્રીને સેક્સી કેવી રીતે બનાવી શકાય, તેની દવા જણાવો?

ત્યારે પ્રથમ, સેક્સી શબ્દનો યોગ્ય અર્થ જણાવી દઈએ. કામુક, આકર્ષક, કામોત્તેજક, ઉત્તેજીત કરનારી. આ શબ્દનો સીધો જ સબંધ કોઈ પુરુષ કે સ્ત્રીના શરીર સાથે છે. એટલે કે આ મહોદય કોઈ સ્ત્રીનાં શરીર ને કામુક બનાવવા માંગે છે. એ પણ દવાની મદદથી. સ્ત્રીને કોઈ બિમારી નથી, તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પરંતુ આ મહોદય તેમ છતાં પણ સ્રીને દવા આપવા માંગે છે. જેથી કરીને પોતાને આરામ મળી શકે.

હવે તેમણે વિચિત્ર સવાલ કર્યો છે તો તેનો જવાબ પણ આપવામાં આવ્યો છે. તો તેના જવાબમાં તેમને દવા પણ જણાવવામાં આવી છે. બે ગોળી સવાર-સાંજ પાણી સાથે ખાવાની સલાહ પણ આપવામાં આવી છે. એક ગોળીનું નામ કન્સેન્ટ એટલેકે સ્ત્રીની સહમતિ. જયારે બીજી દવાનું નામ છે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ એટલે કે એકબીજાનું પરસ્પર સન્માન. જો આ મહોદય સવાર-સાંજ આ બંને ગોળીઓનું નિયમિત સેવન કરે તો તેમની સમસ્યા નો ઉકેલ થઈ જશે.

કોઈ સ્ત્રીની સાથે શારીરક સબંધ બનાવવા માટે સૌથી જરૂરી હોય છે તેની સહમતિ. એક પરિણીત કપલની વચ્ચે પણ આ સહમતિ હોવી ખુબ જરૂરી છે. સંબંધ ત્યારે જ સારો હોય છે જ્યારે સંબંધમાં બંને લોકો એક-બીજાનું પરસ્પર સન્માન કરે. હવે આ મહોદયને તેનો જવાબ તો મળી ગયો છે પરંતુ આ જવાબ તેમને સમજમાં આવ્યો કે નહી તેની ખાતરી આપી શકાય નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.