પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ખોલ્યો ભૂતકાળ, ભાંડો ફોડતા કહ્યું કે ડાયરેક્ટરો કરતાં હતા આવું વર્તન

પ્રિયંકા ચોપરા આજે બોલિવૂડ ફિલ્મ જગતની ટોપ હીરોઈન માની એક અભિનેત્રી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં તેની ફેન્સ ફોલોઈંગ ની યાદી ખુબ મોટી છે. તેણે કેટલાય ઈન્ટરનેશનલ પ્રોજેક્ટોમાં પણ કામ કર્યું છે અને લગ્ન પણ ઈન્ટરનેશનલ જ કર્યા છે. પ્રિયંકા ચોપરા પાસે આજે બધું જ છે, દોલત, શોહરત, નામ અને રૂતબા. પરંતુ એક એવો પણ સમય હતો કે પ્રિયંકા ચોપરાનો ખુબ ખરાબ સમય ચાલતો હતો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કાઢી નાખનામાં આવતી હતી.

હાલમાં એક ફેશન મેગેઝીન ને ઈન્ટરવ્યૂ આપતી વખતે પ્રિયંકા ચોપરાએ પોતાની બધી આપવીતી સંભળાવી હતી. પોતાની કેરિયર મા કેવો સમય વિત્યો હતો તેના વિષે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોતાની કારકિર્દીની શરૂઆતનાં સંઘર્ષનાં દિવસો વિષે વાત કરતા પ્રિંયકા ચોપરા એ જણાવ્યું હતું કે, ના તો મને કંઈ પણ ખબર હતી કે ના તો હું કોઈને પણ ઓળખતી હતી. ફિલ્મનાં ડાયરેક્ટરો તેની ઉપર ખુબ રાડો નાખતા હતા અને ગુસ્સો પણ કરતા હતા. ક્યારેક તો તે મને ફિલ્મોમાંથી કાઢી પણ મુકતા હતા.

દેશી ગર્લ તરીકે પ્રખ્યાત આ અભિનેત્રી આગળ વાત કરતા જણાવ્યું હતું કે આ બધું થવા છતા મને મારા પર પુરેપુરો ભરોસો હતો અને આ બધા સંઘર્ષો વચ્ચે હું મારા પર વિશ્વાસ કરવાનું શીખી ગઈ હતી. હું એ પણ શીખી કે અસફળ થયા પછી તમે જે પણ કરી શકો તે જ તમને તમારા કરિયરમાં સફળ બનાવે છે.

પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડ ૨૦૦૦ નો ખિતાબ જીતીને બોલિવૂડ ફિલ્મ જગતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની પહેલી ફિલ્મ “ધ હીરો લવ સ્ટોરી ઓફ ધ સ્પાઈ” હતી. જેમાં સની દેઓલ અને પ્રિતી ઝીંટા પણ હતી. ત્યારબાદ તો તેણે ક્યારેય પાછુ વળીને જોયું જ નથી અને એક પછી એક અનેક દમદાર હીટ ફિલ્મો આપતી રહી અને લોકોને ગમતી પણ ગઈ. પ્રિયંકા ચોપરાને સાચી લોકપ્રિયતા એતરાઝ ફિલ્મથી મળી અને એ ફિલ્મ બોલીવુડ બોક્સ ઓફિસ પર પણ ખુબ જ હિટ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.