પોતાના શોખને પૂર્ણ કરવા માટે શરૂ કર્યુ હતું ખેતીનું કામ પરંતુ, હાલ કમાય છે તેમાંથી મહીને ૧ લાખ રૂપિયાની ઈનકમ

મિત્રો , તમે અવા અનેક પ્રકાર ના લોકો વિશે સાંભળ્યું હશે કે જે પોતાના શોખ ને જ પોતાનું પ્રોફેશન બનાવી લે છે તથા આ શોખ ને પરિપૂર્ણ કરવા માટે લોકો લાખો રૂપિયા ની નોકરીઓ તરછોડી દે છે તથા તેને ઠોકર મારી દે છે.

હાલ , આજે આપણે આપણાં લેખ માં આવા દ એક વ્યક્તિ વિશે વાત કરીશું. આ વાત છે હૈદરાબાદ માં સોફટવેર ઈન્જિયર તરીકે કાર્ય કરતાં પુલ્લીચરલા હનુમા રેડ્ડી ની. આ હનુમા રેડ્ડી આંધ્રપ્રદેશ ના પિછડે જિલ્લા ના પ્રકાશમ નો રહેવાસી છે

તેમણે થોડા સમય પૂર્વે શોખ ખાતર પોતાની ખાલી જમીન માં ખેતી કરવાનું શરુ કર્યુ અને હાલ આ ખેતીમાંથી તે લાખો રૂપિયા ની આવક મેળવે છે. તેણે પોતાની આ ખાલી ઉપજાઉ જમીન માં જમરૂખ ની ખેતી કરવાનું શરુ કર્યું.

આ જમરૂખ મુખ્યત્વે તાઈવાન માં ઉપલબ્ધ થાય છે અને આ જમરૂખ ની ખેતી કરવા માટે પાણી ની નહિવત પ્રમાણ માં આવશ્યકતા પડે છે. હનુમાન હૈદરાબાદ માં સોફટવેર એન્જિનિયર તરીકે કાર્ય કરતો હોવાના લીધે રજા ના દિવસે ગામડે આવતો અને પાણી ની ઉણપ ના કારણે જમીન માં કોઈ જ પ્રકારની વાવણી થઈ શકતી નહી આ બંને કારણોસર જમીન એકદમ બંજર પડેલી હતી.

પરંતુ , હૈદરાબાદ માં રહીને હનુમા ને ખેતી ની એક નવી પદ્ધતિ વિશે જાણવા મળ્યું અને તેણે આ પદ્ધતિ વિશે નો અભ્યાસ કર્યો. આ અભ્યાસ માં તેને જાણવા મળ્યું કે ઓછા પાણી એ જમરૂખ ની ખેતી સરળતાથી કરી શકાય છે.

ત્યાર બાદ તેણે ગામડે આવીને પોતાની ૬ એકર ખાલી પડેલી જમીન માં ચાર હજાર જમરૂખના છોડ ની વાવણી કરી. ફકત ૯ માસના સમયગાળા માં જ આ વાવણી નું સારું એવું ફળ પ્રાપ્ત થયું. હનુમા એ આ ખેતી માં સૌર ઉર્જા તથા પાણી ની બચત કરવા ડ્રિપ ઇરીગેશન પ્રણાલી નો ઉપયોગ કર્યો.

હાલ તેમની ખેતી માંથી ઉત્પાદિત થયેલા ઉત્પાદન ને ખરીદવા માટે ઈન્ટરનેશનલ કંપનીઓ તેમનો સંપર્ક કરી રહી છે. આ ઈન્ટરનેશનલ કંપનીઓ ૩૫-૪૦ ₹ ના ભાવે જમરૂખ ની ખરીદી કરીને આખા માર્કેટ માં ૯૦-૧૨૦ ₹ પ્રતિ કિલો વેંચાણ કરે છે.

દાકતરો ના મત મુજબ સફરજન કરતાં જમરૂખ માં વધુ પડતાં પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. આંધ્રપ્રદેશ ના મુખ્યત્વે દરેક વિસ્તાર માં પાણીની અછત છે અને વર્ષા પણ અપેક્ષા અનુસાર થઈ નથી પરંતુ , હનુમા ની ખેતી પર આ વાત ના કારણે કોઈ જ સમસ્યા નથી ઉદભવી કારણકે તેણે એવી ખેતી કરી જેમાં પાણી નો નહિવત પ્રમાણ માં ઉપયોગ થાય.

આ હનુમા ની એક સફળતા ની ગાથા છે જેણે એક ખાલી પડેલી જમીનમાં ૪ લાખ રૂપિયાનું રોકાણ કરીને જમરૂખ ની ખેતી કરીને ફકત ૯ માસમાં તેણે ૯ લાખ ની કમાણી કરી લીધી અને નિવેશ કરેલા નાણાં નું બમણું વળતર પ્રાપ્ત કર્યું. હાલ તેમની સોફટવેર કંપની માં કાર્ય કરતા સહકર્મચારીઓ પણ તેની આ ખેતી માં સહભાગી થવાની ઈચ્છા ધરાવે છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.