પોતાના પૌત્રને અભ્યાસ કરાવતા-કરાવતા એક દાદી બન્યા કરોડપતિ, ચોપડીમા થી મળ્યો ખજાનો, જાણો શું છે હકીકત

શુ , આવુ કેવી રીતે શક્ય બને ? આ લેખ નુ ટાઈટલ વાંચી ને તમે પણ થોડીવાર માટે આશ્ચર્ય મા પડી જશો. પરંતુ , આ એક વાસ્તિવિક ઘટના છે. એક દાદી પોતાના પૌત્ર ને હોમવર્ક કરવા મા સહાયતા કરી રહી હતી અને તે બની કરોડપતિ. કેનાડા મા સ્થિત નિકોલા પેડનોલ્ટ પોતાના પૌત્ર ને હોમવર્ક કરાવવા મા સહાયતા કરી રહી હતી. આ દરમિયાન તેમને આ પૌત્ર ના પુસ્તક મા થી એક લોટરી ની ટિકિટ મળી જે તેમણે ૨૦૧૮ ના વેલેન્ટાઈન ડે પર ખરીદી હતી.

પેડનોલ્ટ પોતાની જાત ને અત્યંત ભાગ્યશાળી ગણાવે છે કારણ કે , જો તેણીએ પોતાના પૌત્ર ને હોમવર્ક કરવા મા સહાયતા ના કરી હોત તો તેને આ લોટરી ની ટિકિટ ના મળી હોત. આ ઉપરાંત આ લોટરી ની ટિકિટ મા ૧૦ લાખ કેનેડિયન ડોલર નુ ઈનામ મળ્યુ અને આ ટિકિટ ની વેલેડીટી પૂર્ણ થતા પૂર્વે જ તેને લોટરી ની ટિકિટ મળી ગઈ. લોટરી નો હાલ મા જ એક કિસ્સો મૈરીલેંન્ડ , યૂ.એસ.એ મા પણ જોવા મળ્યુ હતો.

અહી વનેસા બર્ડ નામ ની એક સ્ત્રી તેના ઘર પાસે ના એક ફૂડ સ્ટોર મા સામાન ખરીદવા ગઈ હતી. ત્યા કોબીજ ખરીદતા-ખરીદતા તેમણે લોટરી ની એક ટિકિટ સ્ક્રેચ કરવા નુ વિચાર્યુ અને જ્યારે તેણીએ એ ટિકિટ સ્ક્રેચ કરી તો તેણી ગેમ નુ ટોપ પ્રાઈઝ જીતી અને આ ટિકિટ મા તેણી ૧.૫૮ કરોડ રૂપિયા મળ્યા. પરંતુ શુ તમે જાણો છો એક સંશોધન અનુસાર આવી રીતે લોટરી જીતી ને કરોડપતિ બનેલા વ્યક્તિઓ ઘણીવખત કંગાળ પણ બની જાય છે.

આ જેકપોટ માટે જુલાઈ માસ મા ૨૫ ડ્રો કાઢવા મા આવ્યા હતા. પરંતુ તેમા થી કોઈ ડ્રો મા કોઈ વ્યક્તિ વિજેતા ના બન્યુ અને રકમ વધતી ગઈ અને આ વિશ્વ ની બીજા નંબર ની સૌથી મોટી ઈનામી રકમ બની. સૌથી મોટી લોટરી નો રેકોર્ડ ૨૦૧૬ નો છે ૧.૬ અરબ ડોલર સુધી પહોચી ગઈ હતી આ લોટરી ની ઈનામી રકમ. આ ટિકિટ ની ઈનામી રકમ જીતવા નો અંદાજ ખૂબ જ ઓછો હોય છે.

એક સંશોધન મુજબ ૩૦.૩ કરોડ વ્યક્તિઓ મા થી કોઈ એક ભાગ્યશાળી વ્યક્તિ ને આ લોટરી જીતવા નુ સૌભાગ્ય મળે છે. આ લોટરી ટિકિટ એક એવી માયાજાળ છે કે જેમા અનેક લોકો પોતાના પૈસા રોકે છે અને વિચારે છે કે તે મોટી રકમ ના માલિક બની જશે પરંતુ , એવુ કઈ જ થતુ નથી. આ લોટરી ના જેકપોટ નુ મૂલ્ય જેટલુ બતાવવા મા આવે તેટલુ હોતુ નથી. જે વિજેતા ને ૧ અરબ ૫૩ કરોડ ૭૦ લાખ ડોલર નુ ઈનામ લાગ્યુ હોય તેને પૂરેપૂરી રકમ નથી આપવા મા આવતી.

આ રકમ નો અમુક ટકા હિસ્સો તમારે ટેક્સ રૂપે સરકાર ને ચૂકવવો પડે. સરકાર દ્વારા આ રકમ પ્રમાણે ગણતરી કરી એ તો તમારી પાસે ૨૧.૧ કરોડ ડોલર નો સરકાર ટેક્સ વસૂલે છે અને બાકી ની ૬૬.૭ કરોડ ડોલર તમને મળશે. એક અહેવાલ અનુસાર સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ લોટરી ની ટિકિટ ખરીદે છે એટલે તેને જે તે દેશ ના નિતી નિયમો અનુસાર જીતેલી રકમ પર અમુક ટકા ટેક્સ ચૂકવવો પડશે.

એટલે તમે જોશો તો જે વેલ્યુ ટિકિટ ની દુનિયા ને પ્રદર્શિત કરવા મા આવે છે અને જે નાણા તમારા હાથ મા આવે છે તેમા લાંબો અંતર હોય છે. ઘણા સામાન્ય લોકો એવી વિચારધારા ધરાવતા હોય છે કે , લોટરી જીતવા થી તમે અઢળક નાણા ના માલિક બની જાવ જો પરંતુ , આ પાછળ નુ સત્ય અમુક લોકો ને જ ખ્યાલ હોય છે.

અર્થશાસ્ત્રી ત્રિડો ઈમ્બેન્સ તથા બ્રસ , સૈકડોંટ અને સાંખ્યિકી તજજ્ઞો ડોનાલ્ડ રૂબીએ ૨૦૦૧ ના વર્ષ ના પેપર મા બતાવ્યુ હતુ કે પરિશ્રમ વિના પ્રાપ્ત થયેલા નાણા ની લોકો ને કદર રહેતી નથી અને લોકો તે નાણા નો અસ્તવ્યસ્ત જગ્યાએ ખર્ચ કરી નાખતા હોય છે અને આ લોટરી જીત્યા ના અમુક વર્ષો બાદ તેનુ જીવન ફરી સામાન્ય બની જતુ હોય છે. મે મારા પોતાના રીસર્ચ મા પણ આ વાત જાણી કે ૨૦ – ૪૦ % જેટલા વ્યક્તિઓ ને જ્યારે વારસા મા અથવા ઈનામી સ્વરૂપે કોઈ મોટી રકમ પ્રાપ્ત થાય તો તે પૈસા તે ખોટી જગ્યાએ વેડફી નાખે છે અને તે કંગાળ પણ બની જાય છે.

હાલ કરવા મા આવેલા સંશોધન અનુસાર એકત્રત્યાંશ લોકો લોટરી જીત્યા ના અમુક વર્ષો બાદ કંગાળ બની ગયા હોય. આનો અર્થ એવો કે જો તમે તમારા જીતેલા નાણા ને યોગ્ય રીતે યોગ્ય આયોજન દ્વારા ના યુઝ કરો તો તે તમારા ભવિષ્ય ને આંધકારમયી બનાવી શકે છે. તમે જો આ નાણા નો ભવ્ય ઘર ભવ્ય ગાડીઓ ખરીદવા પાછળ ખર્ચ કરી નાખો તો તેનો કઈ જ અર્થ નથી અને તે પોતેપોતાની વૃધ્ધાવ્સ્થા ખુબ જ દુઃખો સાથે પસાર કરવા ની સ્થિતિ મા આવી પહોચે છે.

હર્ટફોર્ટ વર્ષ ૧૯૯૧ થી લઈ ને ૨૦૦૮ સુધી જીવિત રહ્યા તે ‘ ધ ગ્રેટ અટલાન્ટિક એન્ડ પેસિદિક ટી ’ કંપની ના વારસદાર હતા. તેમને એ એન્ડ પી સુપરમાર્કેટ ચેન માટે પણ ઓળખવા મા આવતા હતા. ૭૦ વર્ષ પૂર્વે હરિંગટન હર્ટફોર્ડ ને વારસા મા ૧.૧ મિલિયન ડોલર ની સંપતિ મળી હતી. જ્યારે હર્ટફોર્ડ ૧૨ વર્ષ ની વય ધરાવતા હતા ત્યારે તેમની પાસે અંદાજિત ૯ કરોડ ડોલર નો પૈતૃક વારસો હતો.

પરંતુ , ૧.૩ કરોડ ડોલર સુધી નો વારસો ધરાવતા હોવા છતા ૭૦ વર્ષ ની વયે ૧૯૯૨ મા હર્ટફોર્ડ ને ન્યૂયોર્ક મા દેવાળિયા તરીકે જાહેર કરી દેવા મા આવ્યા હતા. હર્ટફોર્ડ જે પણ જગ્યાએ પૈસા નુ નિવેશ કરતા તેમના નાણા ડૂબી જતા. તેમણે રીઅલ સ્ટેટ મા , આર્ટ મ્યુઝીયમ બનાવવા તથા તેમના મોજ-શોખ ને પૂર્ણ કરવા મા અઢળક નાણા ગુમાવ્યા. તેમનુ તૈયાર કૌશલ્ય નિમી સ્તર નુ હતુ. દેવળિયા થયા બાદ તે બહામાસ મા પોતાની પુત્રી સાથે જીવન વ્યતીત કરતા હતા.

હર્ટફોર્ડ ની આ વાર્તા એ સાબિત કરે છે કે , ક્યારેય પણ પરિશ્રમ વિના પ્રાપ્ત થયેલુ ધન આપણા માટે ખુશી નુ કારણ નથી બનતુ. કારણ કે , આ ધન મુખ્યત્વે આડી-અવળી જગ્યાએ વેડફાઈ જતુ હોય છે. જો તમે લોટરી સ્ક્રેચ કરતા હોવ અને એક મોટી રકમ જીતવા ની આશા રાખી ને પોતાનુ જીવન સેટ કરવા ઈચ્છતા હોવ તો એક વખત આ વાર્તા અવશ્ય વાંચી લેજો. આ વાર્તા મા થી એક મહત્વ ની શીખ મળે છે કે ક્યારેય પણ નાણા મેળવવા માટે કોઈ શોર્ટકટ ના અપનાવ્યો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.