પોલીસ મહિલાને કહ્યું કે શું તારી પાસે હપ્તાના પૈસા નથી, તો કઈ નહિ તુ મારી સાથે સુઈ જા…

ગુજરાત રાજ્યના રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામે દેશી દારૂનો ધંધો કરતી એક મહિલાની પાસે વીરપુર પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલે હપ્તાના પૈસા ન હોય તો ‘તુ આજે મારી સાથે સુઈ જા’ કહી શારીરિક સબંધની માંગ કરતા મહિલાએ મોટેથી બુમાબુમ કરી મુકતા પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી ભાગી ગયો હતો. જતા જતા અભદ્ર ગાળો આપ્યાની અને મહિલાના પતિના હાથ-પગ ભાંગી નાખવાની લુખ્ખી ધમકી આપ્યાની મહિલાએ કોર્ટમા ફરિયાદ નોંધાવી હતી.

જેતપુર તાલુકાના જેપુર ગામ મા દક્ષાબહેન દિપકભાઈ સોલંકી નામની મહિલા એ જેતપુર સેસન્સ કોર્ટમા ફરિયાદ નોંધાવતા કહ્યુ હતુ કે તે પોતાના પતિ અને બે બાળકો સાથે જેપુર ગામ ના કુવા પાસે રહે છે. અને પતિ બિમાર રહેતો હોય માટે છેલ્લા ૨ વર્ષથી માંડ માંડ કરીને ઘરનું ગુજરાત ચલાવે છે.

જેમા થોડા દિવસ પહેલા તેણી ઘરે એકલી હતી. તે સમયે વીરપુર પોલીસ સ્ટેશનમા કોનસ્ટેબલ તરીકે ફરજ બજાવતા પરેશ સિંધવ નામનો કોન્સ્ટેબલ નશો કરેલી હાલતમા આવીને તેના પતિ વિષે પૂછપરછ કરી હતી. મારા પતિ દવા લેવા માટે ગોંડલ ગયા છે તેવુ જણાવતા, આ કોન્સ્ટેબલે હપ્તો માંગ્યો હતો. પરંતુ પતિ બિમાર હોય અને હપ્તા માટે પૈસા ન હોવાથી પૈસા નથી તેવુ જણાવતા, કોન્સ્ટેબલ પરેશ રક્ષકને બદલે ભક્ષક હોય તે રીતે મહિલાનુ બાવડુ પકડી ‘હપ્તો ન હોય તો આજે મારી સાથે સુવા જા’ તેવી માંગણી કરતા મહિલાએ હાથ છોડાવીને ઘરની અંદર ભાગતા પોલીસ કોન્સ્ટેબલ પરેશ પણ પાછળ ઘરમા આવતા મહિલાએ મોટેથી બુમાબુમ કરી મૂકી હતી.

મોટેથી બુમાબુમ સાંભળીને મહિલાની નાની બહેન ત્યા આવી જતા પરેશ અભદ્ર ગાળો આપી હતી. આ ઉપરાંત ધમકી પણ આપી હતી કે જો આ વાત કોઈને કહીશ તો તારા પતિ પર ખોટો કેસ કરી હાથ-પગ ભાંગી નાખીશ અને તને પણ જેલ ભેગી કરી દઈશ. જેથી મહિલા વીરપુર સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જતા પોલીસ વિરુદ્ધ ફરિયાદ હોવાને કારણે ફરિયાદ લખ્યા વગર જ તેણીને પોલીસ સ્ટેળનેથી બહાર કાઢી મૂકી હતી.

બાદમા તેણી જેતપુર ડી.વાય.એસ.પી. ને લેખિત ફરિયાદ આપી અને એસ.પી. ને પણ ફેક્સ દ્વારા મેસેજ કરેલ હતો. જેમા પોતે છેલ્લા ૨ વર્ષથી દારૂ વહેંચે છે અને પોલીસને નિયમિત હપ્તા પણ આપે છે તે પણ ઉલ્લેખ કર્યો હતો. આ ફરિયાદ કર્યા બાદ ૨ દિવસ થઈ ગયા હોવા છતા પણ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ કંઈ પગલા ન ભરાતા આ મહિલાએ જેતપુર કોર્ટમા એડવોકેટ નીલેશ પંડયા મારફતે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.