પેટની વધી ગયેલી ચરબીને દૂર કરવા માટે સૂતા પહેલા ગરમ પાણીમાં આ ૩ વસ્તુ નાખીને કરો આટલું કામ

મિત્રો આજે જો લોકોની કોઈ કોમન સમસ્યા હોય તો તે છે શરીરનો મોટાપો. આજે દરેક લોકો પાતળા અને સુંદર દેખાવા ઈચ્છતા હોય છે. પરંતુ મોટાપાને કારણે તેની સુંદરતામાં ડાગ લાગે છે. એક સારો અને સુંદર દેખાતો વ્યક્તિ પોતાના વધી ગયેલા વજનના કારણે બેડોળ દેખાતો હોય છે. મોટાપા નુ કારણ બહારની ખાણીપીણી અને આજની આગવિ જીવનશૈલી છે. લોકો આજે ઘરનું પૌષ્ટિક ખાવાનું છોડી ને બહારના જંકફૂડ માં લાગી ગયા છે.

બહાર ની ખાણીપીણીના કારણે વધે છે મોટાપો
મિત્રો બહારના ભોજનમાં સ્વાદ વધારવા માટે મસાલા અને ખરાબ તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેને કારણે વ્યક્તિ મોટાપાનો શિકાર બની જાય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એક એવા ચમત્કારી જ્યુસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી તમે થોડાક દિવસમાં પાતળા થવા લાગશો. મિત્રો આ જ્યુસ કાકડીમાંથી તૈયાર કરવામાં આવે છે જેને તમારે રાત્રે સુતા પહેલા પીવાનું છે. તેની અંદર કેલેરીનું પ્રમાણ ઓછું હોવાથી તે પાતળા થવામાં મદદ કરે છે.

  • જ્યુસ બનાવવાની સામગ્રી
  • બે કાકડી (ખીરા)
  • બે નાની ચમચી લીંબુનો રસ
  • આદુનો એક નાનો ટુકડો
  • બે ચમચી સાકર
  • એક નાની ચમચી શકેલું જીરું પાવડરના રૂપમાં
  • ૪ ફુદીનાના પાંદડા
  • સિંધવ કે કાળું મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત
આ જ્યુસ તૈયાર કરવા માટે સૌપ્રથમ તમારે કાકડીના નાના-નાના ટુકડા કરી લેવાના રહેશે. આ માટે તમારે કાકડીની છાલ ઉતારવાની નથી. હવે આ ટુકડા ની અંદર આદુ અને ફુદીનાના પાન નાંખી દો. હવે તેને મિક્ષરમાં ક્રશ કરીને જ્યુસ બનાવી લ.. તેની અંદર લીંબુનો રસ, જીરુ પાવડર તથા મીઠું નાખીને મિક્સ કરી દો. તમારો જ્યુસ તૈયાર છે જેને તમારે રાત્રે સુતા પહેલા પીવાનો રહેશે.

વજન ઉતારવાનો બીજો ઉપાય છે કારેલા
મિત્રો કાકડી ની જેમ કારેલા પણ વજન ઓછું કરવામાં ખૂબ મદદ કરે છે. તેનું શાક, રસ, સૂપ તરીકે લઇ શકાય છે. તે બીજા પ્રોટીનયુક્ત પદાર્થો સાથે લેવાથી વધુ લાભ મળે છે. પાચન ક્રિયા માટે કારેલા એક ઉત્તમ શાકભાજી છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ મેટાબોલિઝમને વધારી દે છે. જેના કારણે કેલેરી ઝડપથી પીગળવા લાગે છે. અને અમુક સમય પછી વજન ઘટીને કંટ્રોલમાં આવી જાય છ..

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.