પત્ની માન્યતા ને છોડી આ યુવતી ના પ્રેમમાં પડયો સંજુ બાબા, વાયરલ થઈ કેમેરામાં કેદ તસ્વીરો

જ્યારે સંજય દત્તના જીવન પર ફિલ્મ પડદા પર આવી ત્યારે સંજય દત્તના જીવનનાં કેટ કેટલાય સિકરેટસ બહાર આવ્યા હતા. સંજુ મુવી બાદ સંજય દત્તના જીવનથી બધા લોકો વાકેફ થઈ ગયા છે. પરંતુ હાલમાં જ સંજય દત્ત કોઈને પ્રેમનો એકરાર કરતો હોય તેવો વિડીયો એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને આ વિડીયો ખુબ ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે.

આ વિડીયો માં સંજય દત્ત કોઇ છોકરી સાથે ફોન પર પ્રેમ ની વાતો હોય તેવુ ચોક્કસપણે જોવા અને સંભાળવા મળી રહ્યું છે. ચોક્કસ આ વિડીયોમાં સંભાળવા મળે છે કે સંજય દત્ત જે યુવતી સાથે પ્રેમ ની વાતો કરે છે તેનું નામ છે પૂજા. એકતા કપૂરે આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે “મુન્નાભાઇ પણ આતુર છે આ ડ્રીમ ગર્લ ને મળવા માટે, હવે માત્ર ૪ દિવસ જ બાકી છે.”

આ વિડીયો માં સાંભળી શકાય છે કે પહેલા ફોનની રીંગ વાગે છે અને ત્યારબાદ સંજય દત્ત ફોન ઊઠાવતાની સાથે જ કોઇ છોકરી સાથે વાત કરવા લાગે છે. સંજય દત્ત કહે છે કે “પૂજા ક્યારે મળી રહી છે, પાક્કું ને ૧૩ તારીખે.” ત્યારબાદ સંજય દત્ત પૂજાને ફોન પર “આઇ લવ યૂ” પણ કહે છે.

તો હકીકતમાં છે એવું કે આયુષ્માન ખુરાના “ડ્રીમ ગર્લ” ફિલ્માં પૂજા નામની યુવતીનો કિરદાર નિભાવતો જોવા મળવાનો છે. આ ફિલ્મનું પ્રમોશન કરવા માટે એકતા કપૂરે આ નવી જ રીત શોધી કાઢી છે. બોલીવુડ ફિલ્મ “ડ્રીમ ગર્લ” ની નિર્માતા એકતા કપૂર છે. જ્યારે એકતા કપૂરને પૂછવામાં આવ્યું આ રોલ માટે આયુષ્માન ખુરાનાને કેમ પસંદ કરવામાં આવ્યો ત્યારે તેમને કહ્યું હતું કે જ્યારે ફિલ્મના નિર્દેશક રાજ શાંડિલ્યે મને આ કહાની સંભળાવી તો હું ખૂબ જ પ્રભાવિત થઇ હતી. હું માત્ર એક અભિનેતાને જાણતી હતી કે જે પોતાના અવાજને ખૂબ જ સારી રીતે બદલી શકતો હતો અને તે હતો અભિનેતા આયુષ્માન ખુરાના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.