પતિના મૃત્યુ પછી ગુજરાન ચલાવવા માટે રખડતી પત્ની, એક દિવસ અચાનક યાદ આવી પતિના મૃત્યુ પહેલાની વાત અને બેંક જઈ પહોંચી મહિલા…

મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે જે વ્યક્તિને વીમો હોય તે વ્યક્તિનું જો કોઈ અકસ્માતના કારણે મૃત્યુ થઇ જાય તો એના વારસદારને વીમા કંપની દ્વારા નક્કી કરેલ જે તે રકમ મળે છે. તો આજે અમે એક એવા વ્યક્તિ વિશે જણાવીશું. શિવપુર (મધ્ય પ્રદેશ) જીલ્લાની તહસીલ કોલારસનાં ખોંકર ગામમાં રહેતા એક કામદારનું રોડ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. આ કામદારનું નામ ભાગીરથ પરિહાર હતું. પતિના મૃત્યુ પછી પત્ની ભરણપોષણ કરવા માટે રખડતી થઈ ગઈ. એક દિવસ એની પત્ની શશી પરિહારને યાદ આવ્યું કે પતિએ બેંકમાં પાંચ સો રૂપિયાનો પોતાનો વ્યક્તિગત વીમો કરાવ્યો હતો.

એ પછી પત્ની બેન્ક જઈને અધિકારીઓ સાથે વિમા વિશે વાતચીત કરી. મહિલાના વિચાર કામ લાગ્યા અને એસબીઆઇની બ્રાંચ કોલારસે મહિલાને શુક્રવારના દિવસે બોલાવી. બેંક અધિકારીઓએ મહિલાને 10 લાખ રૂપિયાની ક્લેમની રકમનો ચેક આપ્યો.

સુત્રો અનુસાર મૃતક ભાગીરથ પરિહાર (35) ને ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે તેની પત્ની અને ત્રણ બાળકો રખડી પડયા. પણ પત્ની શશી પરિહારને યાદ આવ્યું કે પતિએ બેંકમાં વ્યક્તિગત વીમો કરાવવાની વાત કરી હતી. પત્ની પતિની પાસબુક અને અન્ય બીજા બધા કાગળ સાથે લઈને એસબીઆઈ શાખા એબી રોડ કોલારસ પહોંચી ગઈ.

એમણે બેંક અધિકારીઓને પતિના મૃત્યુની માહિતી અને વ્યક્તિગત વીમો કરાવવાની માહિતી આપી. અધિકારીઓએ એકાઉન્ટની માહિતી કાઢી. જેમાં સામે આવ્યું કે મૃત્યુના ચાર મહિના પહેલા જ ભાગીરથે 500 રૂપિયા વાર્ષિક યોજનામાં વ્યક્તિગત અકસ્માત વીમો કરાવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ થઇ ગયા પછી વારસદાર તરીકે પત્ની આ વીમા ક્લેમની જે રકમ મળે એની હકદાર છે.

એસબીઆઈ શાખા કોલારસના મેનેજર રાજેશ કુમારે જણાવ્યું કે ભાગીરથ દ્વારા પોતાના ખાતા માંથી 500 રૂપિયાના વ્યક્તિગત અકસ્માત વીમો કરાવી લીધો હતો. મહિલાએ આવીને સંપર્ક કર્યો. તો તેમણે 27 ફેબ્રુઆરીએ વીમા ક્લેઇમ ફાઇલ કમ્પલીટ કરી લીધી.

આ બધી કાર્યવાહી પૂર્ણ થવા પર શુક્રવારે સ્ત્રીને બેંકમાં બોલાવીને ચેક આપવામાં આવ્યો. તેમણે બીજા ઘણા લોકોને પણ જણાવ્યું કે પાંચ સો ની પ્રીમિયમ રકમ ઉપર દસ લાખ રૂપિયા અને એક હજારની પ્રીમિયમ રકમ ઉપર બેંક દ્વારા 20 લાખ રૂપિયાનો અકસ્માત વીમાનો દાવો આપે છે.

બાળકોના અભ્યાસ અને પાલનપોષણ ઉપર ખર્ચ : ભાગીરથની પત્ની શશીનું કહેવું છે કે આ આર્થિક સહાય પતિ દ્વારા વીમો કરાવવાથી તેને મળી છે. વીમા કલેમ રૂપે મેળવેલ 10 લાખ રૂપિયા એના 8 વર્ષનો, 12 વર્ષનો અને 13 વર્ષના બાળકોને શિક્ષણ અને પાલન પોષણ ઉપર ખર્ચ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.