પી.એમ. કિસાન યોજના અંતર્ગત શું તમારા ખાતા મા જમા થયા બે હજાર રૂપિયા? જો હજુ નથી થયા જમા તો ફોન કરો આ નંબર પર

મિત્રો ,હાલ નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલ ,ખેડૂતો માટે એક વિશેષ જાહેરાત કરી છે. ગુરુવારના રોજ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમા તેમણે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ૯.૧૩ લાખ ખેડૂતો ના બનેક ખાતામા ૧૮,૨૫૩ કરોડ રૂપિયા નાખવામા આવ્યા છે. જો તમે કિસાન છો અને તમારા ખાતામા પૈસા જમા નથી થયા તો તમે તમારા ગ્રામ પંચાયતના વડા તથા જીલ્લા ખેતી વિષયક અધિકારી સાથે વાત કરીને તે અંગે ફરિયાદ નોંધાવી શકો છો.

સરકારી વેબસાઈટ પર મળશે આ અંગેની તમામ માહિતી :

જો તમને ખ્યાલ નાં હોય તો જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ૨૦૨૦ ની યાદી સરકારી વેબસાઈટ pmkisan.gov.in પર તપાસી શકો છો. આ સિવાય જો લાભ મેળવનાર વ્યક્તિ પોતાનુ સ્ટેટસ ચેક કરવા ઈચ્છતો હોય તો ઓનલાઈન અરજી પણ દાખલ કરી શકે છે. સરકાર દ્વારા નવી યાદી આ મહિનાના અંતે જાહેર કરવામા આવશે.

તો ચાલો જાણીએ તમે કઈ-કઈ રીતે કરી શકો ફરિયાદ :

કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા આપવામા આવેલા પીએમ કિસાન હેલ્પલાઇન નંબર ૧૫૫૨૬૧ , ટોલ ફ્રી નંબર : ૧૮૦૦-૧૧૫-૫૨૬ , લેન્ડલાઈન નંબર : ૦૧૧-૨૩૩૮૧૦૯૨ / ૨૩૩૮૨૪૦૧ પર સંપર્ક કરીને અથવા તો [email protected] પર ઈમેલ કરીને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવા ઈચ્છતા હોવ તથા તમારું નામ આ યાદીમાં છે કે નહિ તે જોવા ઈચ્છતા હોવ તો તમે જાતે જ આ કાર્ય ઘરેબેઠા કરી શકો છો કારણકે , હાલ સરકાર દ્વારા તમામ સેવાઓ ઓનલાઈન કરી દેવામા આવી છે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ૨૦૨૦ ની નવી યાદી સરકારી વેબસાઈટ pmkisan.gov.in પર તપાસી શકો છો. કિસાન મિત્રો એ આ વેબસાઈટ પર લોગીન કરવાનું રહેશે. આ વેબસાઈટ ખોલશો એટલે જમણી બાજુ ખૂણામા રજીસ્ટ્રેશન નું ટેબ દેખાશે. તેના પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન  કરી લો. જો આ રજીસ્ટ્રેશન  સમયે કઈ ખ્યાલ નાં પડી રહ્યો હોય તો ત્યાં નીચે એક ટોલ ફ્રી નંબર આપેલા હોય છે. તેના પર સંપર્ક કરીને તમે તમારી મૂંઝવણ દુર કરી શકો છો.

જે-તે રાજ્યના તમામ કિસાનો ની યાદી સરકાર દ્વારા આ વેબસાઈટ મા અપલોડ કરી દેવામા આવી છે. આ સિવાય તમારા દ્વારા કરવામાં આવેલી અરજીનુ તમારે સ્ટેટસ જોવું હોય તો તે પણ તમે આ વેબસાઈટમા જોઈ શકો છો. તમે તમારી અરજીનું સ્ટેટસ આ વેબસાઈટ પર જઈને તમારા આધાર નંબર , બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ના આધારે જાણી શકો છો. આ સિવાય આ વેબસાઈટ પર નીચે એક લીંક પણ આપેલી છે, તે લીંક પર ક્લિક કરીને પ્લે  સ્ટોરમા જઈને તેની એપ્લીકેશન પણ ડાઉનલોડ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.