ઓહો આશ્ચર્યમ !! પોલીસે કરી ભેંસ ની ધરપકડ, કારણ જાણશો તો ઉડી જશે હોંશ…

અત્યાર સુધી તમે ચોર, ડાકુ, ડફેર, હત્યારા, બળાત્કારી, છેતરપીંડી વગેરેના ગુનેગારોને પોલીસે ધરપકડ કરી હોય તેવા સમાચાર જરૂર સાંભળ્યા હશે અથવા તો વાંચ્યા હશે. પરંતુ આપણા દેશના અલીગઢમા એક વિચિત્ર કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમા સ્થાનીક પોલીસે માર્ગ અકસ્માતના ગુનામા એક ભેંસની ધરપકડ કરી છે. હવે તમે પણ એમ વિચારી રહ્યા હશો કે ભેંસ કોઈનો અકસ્માત કઈ રીતે કરી શકે છે.

પરંતુ આ વાત સનાતન સત્ય છે. આ કિસ્સો મંગળવાર ની સાંજનો છે. જ્યા એક ભેંસ પોતાના માલિક સાથે એક પુલ પરથી જઈ રહી હતી. ત્યારે અચાનક પાછળથી આવી રહેલી એક ગાડીએ અચાનક હોર્ન માર્યો કે તે એકદમ ઘબરાઈને પૂલ પરથી નીચે કૂદી ગઈ હતી અને તે સમયે પૂલની નીચે ઊભા રહેલા એક ઓટો રીક્ષા પર ધડાક દઈને પડી હતી.

એક વિશેષ એહવાલ અનુસાર ભેંસ જે ઓટો રીક્ષા પર પડી તેમા ચાર લોકો બેઠા હતા. જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ઓટો રીક્ષા સંપૂર્ણ રીતે ભાંગી તૂટી ગઈ હતી. આ કિસ્સા બાદ ભાગદોડ મચી જવાને કારણે ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસ પહોંચી અને સમગ્ર મામલાને થાળે પાડયો હતો.

પોલીસને જોઈને ભેંસનો માલિક અચાનક જ ગાયબ થઈ ગયો હતો. પરંતુ સ્થાનિક પોલીસ ભેંસને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. આ કિસ્સામા ઘાયલ તમામ વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ પહોંચાડયા હતા. હવે પોલીસ પણ મૂંઝવણમા છે કે આ અકસ્માતને લઈને આગળ કઈ રીતે કાર્યવાહી કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.