નિયમિત આ રીતે માત્ર ૧ લવિંગનું કરો સેવન, અનેક બીમારીઓ જડમૂળ માંથી થઈ જશે ગાયબ

મિત્રો, વર્તમાન યુગ એટલો આધુનિક અને સાથે સાથે એટલો પ્રદુષણ થી ભરપુર થઇ ગયો છે કે લોકો અવારનવાર કોઈ ને કોઈ રોગ થી પીડાતા જ હોય છે. આ બીમારી ને દુર ભગાડવા માટે લોકો અવનવી દવાઓ નુ સેવન કરતા હોય છે પરંતુ તેના દ્વારા કોઈ વિશેષ રાહત મળતી નથી. પ્રાચીન સમય મા દાક્તરો ના હતા તેમ છતાં ગંભીર મા ગંભીર રોગો નું સરળતા થી નિદાન થઇ જતું આ પાછળ નું રહસ્ય છે આયુર્વેદ.

આપણું આયુર્વેદિક શાસ્ત્ર એટલું સમૃદ્ધ છે કે તેમાં દરેક બીમારીઓ નો ઉપચાર છુપાયેલો છે. આ ઉપરાંત આ ઉપચારો અજમાવવા થી શરીર ને કોઇપણ પ્રકાર ની આડઅસર પહોચતી નથી. આ આયુર્વેદિક ઉપચારો બીમારી ને જડમૂળ માંથી નિદાન કરે છે જે એલોપેથી દ્વારા શકાય નથી.

હાલ આપણે એક એવા આયુર્વેદિક ઔષધી વિષે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના સેવન થી અનેક બીમારીઓ નુ નિદાન થઇ શકે છે. આ ઔષધી છે રસોઈઘર મા વપરાતો મસાલો “લવિંગ”. આયુર્વેદ મા ઘણા એવા રસોઈઘર ના મસાલાઓ નો ઉલ્લેખ કરાયો છે જે ગંભીર થી ગંભીર બીમારી ને સરળતા થી દુર કરી દે છે. લવિંગ ને આયુર્વેદ મા મેડીસીન ગુરુ માનવામા આવે છે.

તમને ખ્યાલ પણ નહી હોય કે આ રસોઈઘર મા વપરાતો નાનકડો એવો મસાલો લવિંગ તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી પુરવાર થશે. હાલ તમને એવા રોગો વિષે માહિતી આપીશું જેનું નિદાન ફક્ત લવિંગ ના સેવન થી જ કરી શકાય છે. આ માટે કોઇપણ આડોઅવડો ખર્ચ કરવાની જરૂરિયાત નથી. તમે ફ્રી ,અ તમારું સ્વાસ્થ્ય સુધારી શકો છો.તો ચાલો જાણીએ કેવી રીતે?

લવિંગ ના સેવન થી થતા ચમત્કારીક લાભ:

૧. મિત્રો જેમ-જેમ સીઝન મા બદલાવ આવે છે તેમ-તેમ ઘણા લોકો ઉધરસ ની સમસ્યા થી પીડાતા હોય છે. આ ઉધરસ ને દુર ભગાડવા માટે મોટાભાગ ના લોકો સીરપ નુ સેવન કરે છે તથા મેડીસીન લે છે પરંતુ તેના દ્વારા યોગ્ય રાહત પ્રાપ્ત થતી નથી. આ માટે તમારે મુખ મા એક લવિંગ મૂકી તેને સતત ચાવતા રહો. ક્ષણભર મા જ તમારી ઉધરસ ગાયબ થઇ જશે.

૨. આ ઉપરાંત જે લોકો ના મુખ મા દુર્ગંધ આવવાની સમસ્યા થી પીડાતા હોય તેમને લવિંગ મુખ મા રાખી ને તેને ચુસતું રહેવું જેથી તમારા મુખ ની દુર્ગંધ સંપૂર્ણપણે દુર થઇ જાય અને શ્વાસ પણ ફ્રેશ થઇ જાય.

૩. જે લોકો ને વારંવાર નાક બંધ થઇ જવાની તથા શરદી ની સમસ્યા થી પીડાતા હોય તેમના માટે લવિંગ લાભદાયી છે. લવિંગ ના ઓઈલ નુ એલ ડ્રોપ એક શુદ્ધ કપડા મા બાંધી ને રાખી દો અને જયારે પણ એવી પરિસ્થિતિ સર્જાઈ કે નાક બંધ થઇ જાય તથા શરદી થાય ત્યારે આ કપડા ને વાંરવાર સુંઘતા રેહવું જેથી આ સમસ્યા નુ નિવારણ આવી જશે.

૪. જો તમને પેટ મા એસીડીટી કે અપચા જેવી સમસ્યા થી પીડાતા હોવ તો તેના માટે ૧૦૦ ગ્રામ પાણી મા લવિંગ નો ભુક્કો કરી તેને પાણી મા વ્યવસ્થિત રીતે મિક્સ કરી ને ગ્રહણ કરી લો. આટલું કરતા ની સાથે જ આ સમસ્યા દુર થઇ જશે.

૫. મોટાભાગ ના વૃધાવસ્થા માંથી પસાર થતા વ્યક્તિઓ સાંધા ના દર્દ થી પીડાતા હોય છે. આ દર્દ ને દુર કરવા માટે નિયમિત લવિંગ ના ઓઈલ થી સાંધા ની માલીશ કરવી જેથી આ દર્દ માંથી મુક્તિ મળે છે.

૬. આ ઉપરાંત જે લોકો ને વધુ પડતી પાણી ની જરૂરિયાત ઉદ્ભવે છે તથા જે લોકો ને વાંરવાર પરસેવો આવતો હોય છે તે લોકોએ હુંફાળા પાણી મા લવિંગ નો ભુક્કો ઉમેરી ને ગ્રહણ કરી લેવું. જેથી આ સમસ્યા દુર થશે.

૭. જો કોઈ હેઝાં જેવી જીવલેણ બીમારી થી પીડાતો હોય તો તેના નિદાન માટે લવિંગ ના ઓઈલ મા પતાશા નાખી ને તેને ગ્રહણ કરવામા આવે તો રાહત મળે છે.

૮. જો કોઈ રતાંધાપણા ની બીમારી થી પીડાતું હોય તો તેમાં લવિંગ લાભદાયી સાબિત થઈ શકે છે. બકરી ના દૂધ મા લવિંગ ઉમેરીને આંખો નીચે લગાવવા મા આવે તો રાહત મળશે.

૯. આ ઉપરાંત જો કોઈ ભૂખ ના લાગવા ની સમસ્યા થી પીડાતું હોય તો તેણે નિયમિત એક લવિંગ નું સેવન અવશ્ય કરવું. જેથી તેને સારો એવો ફાયદો મળશે.

૧૦. જો કોઈ ને મોઢાં મા ચાંદા ની સમસ્યા થી પીડાતુ હોય તો તેમણે મુખ મા લવિંગ રાખી ને ચાવવુ જેથી આ સમસ્યા દુર થઇ જશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.