નિર્ભયા ગેંગરેપ ના અપરાધીઓની ફાંસી ની તૈયારીઓ શરૂ, આ તારીખે આપવામા આવશે ફાંસી

નિર્ભયા ગેંગરેપ ના અપરાધીઓને ફાંસી આપવાની હાલ તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ અનુસાર ૧૬ ડિસેમ્બર ના રોજ તમામ અપરાધીઓને ફાંસી આપવામા આવી શકે છે. આરોપીઓને જે જગ્યા પર ફાંસી આપવાની છે, તે જગ્યાની સાફ-સફાઈ પણ શરૂ કરી દેવામા આવી છે.

તમને એ પણ જણાવી દઈએ કે, એક આરોપી વિનય શર્મા તરફથી માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની પાસે દાખલ કરવામા આવેલી દયા અરજી ને ભારત સરકારના ગૃહ મંત્રાલયે નામંજૂર કરવાની ભલામણ કરી છે. અહી એ પણ ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદની ડોક્ટર સાથે ગેંગરેપ બાદ તેને સળગાવી હત્યા કરવાના મામલામા ચાર આરોપીઓને ટૂંક સમયમાં જ ઠાર મરાયા બાદ નિર્ભયાના નરાધમોને પણ ફાંસી આપવાની માંગ જોર પકડી રહી છે.

નિભર્યા ગેંગરેપ મામલે કુલ ૬ અપરાધીઓમાંથી ૧ અપરાધીનુ મૃત્યુ થઈ ગયુ છે. જ્યારે એક સગીર વયનો અપરાધી સજા પૂરી કરીને જેલની બહાર આવી ગયો છે. અન્ય ૪ અપરાધીઓની દયા અરજી માનનીય રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ પડી છે. અને આ જ કારણે આગળની કાર્યવાહી કરવામા આવી શકી નથી. હવે આશા છે કે, ગૃહ મંત્રાલયની ભલામણ બાદ માનનીય રાષ્ટ્રપતિ ટૂંક સમયમા જ દયા અરજી પર નિર્ણય કરી શકે છે.

તેવામા જો નિર્ભયા કાંડના અપરાધીઓને ફાંસી આપવામા આવશે તો માનવામા આવી રહ્યુ છે કે મેરઠના પવન જલ્લાદને તેની જવાબદારી સોંપવામા આવી શકે છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે આવી કોઈ માહિતી જાણવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.