નવા વર્ષે 2020 માં તમારી જન્મ તારીખ પરથી જાણો કે ક્યારે આવશે તમારો સારો કે પછી ખરાબ સમય

મિત્રો, હાલ વિક્રમ સંવત ૨૦૭૬ નો પ્રારંભ થઈ ગયો છે. આ આવનાર નવું વર્ષ તમારા માટે અપાર ખુશીઓ, સફળતા, ધન, માન-સન્માન વગેરે લઈ ને આવે તેવું દરેક વ્યક્તિ ઇચ્છતો હોય તે સ્વાભાવિક વાત છે. આવનારું આ નવું વર્ષ આપણાં માટે કેવું સાબિત થશે તે જાણવાની આપણ ને સૌને જીજ્ઞાસા હોય છે તે પણ એક સ્વાભાવિક વૃતિ છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે આવનાર નવું વર્ષ સૌ માટે સારું રહે.

આજે આ લેખ મા અમે તમને જણાવીએ કે તમારી જન્મતારીખ પર થી વર્ષ ૨૦૧૯-૨૦ નું વર્ષ કેવું રહેશે.જો તમારી જન્મતારીખ ૧,૧૦,૧૯ કે ૨૮ છે તો જાણી લો કે કોઈપણ કાર્ય હાથ મા લો તો એ સંપૂર્ણ નિષ્ઠા થી કરો. કારણ કે, આ વર્ષે કઠોર પરિશ્રમ દ્વારા જ સફળતા પ્રાપ્ત થશે. તમારો સ્વભાવ મધુર રાખવો. કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી વળગી રહો. જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી તે કાર્ય ને પુન: કરતા રહો. સખત પરિશ્રમ થી તમને તમારી ઈચ્છા મુજબ નું પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે.

જો તમારી જન્મતારીખ ૨,૧૧,૨૦ કે ૨૯ હોય તો સમજી લો કે તમારે માનસિક રીતે મજબૂત રહેવાની આવશ્યક્તા છે. ભાગ્ય નો સંપૂર્ણપણે સાથ પ્રાપ્ત થઈ રહેશે. આ આવનાર વર્ષ તમારા વૈવાહિક જીવન માટે વિશેષ છે. નોકરી કે વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ કરી શકશો. આ આવનાર વર્ષ માં સંતાનો તરફ થી શુભ સમાચાર પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે. સંતાન ના સ્વાસ્થ્ય વિશેષ કાળજી રાખવી પડશે. ઉચ્ચ અભ્યાસ માટે આવનાર વર્ષ શુભ સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષા મા અગાઉ ના પરિશ્રમ નું યોગ્ય ફ્ળ પ્રાપ્ત થશે. એપ્રિલ થી જૂન મહિના દરમિયાન કરેલા આયોજન મા વધુ સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે.

જો તમારી જન્મ તારીખ ૩,૧૨,૨૧ અથવા ૩૧ હોય તો જણાવી દઈએ કે તમારા માટે આ સમય શુભ સાબિત થશે. જીવન મા આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. કૌટુંબિક પ્રેમ મા વૃદ્ધિ થશે. નોકરી કે વ્યવસાય ક્ષેત્રે લાભ પ્રાપ્ત થશે. આ આવનાર વર્ષ તમારા માટે સર્વ પ્રકારે સફળ નિવડશો. જે કાર્ય હાથ મા લેશો તે સફળતાપૂર્વક પાર પડી જશે.

જો તમારી જન્મતારીખ ૪,૧૩,૨૨ કે ૩૧ હોય તો જણાવી દઈએ કે આ વર્ષ તમારા માટે થોડું વિકટજનક સાબિત થશે. અધૂરાં કાર્ય પૂર્ણ થશે તેમ છતાં માનસિક તણાવ બન્યો રહેશે. યોગ્ય આયોજન સાથે આગળ વધો તો સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.

જો તમારી જન્મતારીખ ૫,૧૪ કે ૨૩ છે તો ખુશ થઈ જાવ. કારણ કે, આવનાર સમય તમારા સ્વાસ્થ્ય માટે શુભ સાબિત થશે. સાથોસાથ તમારી નાણાં સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે નાણાકીય લેવડ-દેવડ કરતાં પૂર્વે સાવચેતી રાખવી.

જો તમારી જન્મતારીખ ૬,૧૫ કે ૨૪ છે તો જાણી લો કે આ વર્ષે તમે સફળતા ના તમામ ઉચ્ચ શિખર સફળતા થી સર કરી શકશો. કુટુંબ ના સદસ્યો સાથે ના સંબંધો ગાઢ બનશે. આ વર્ષ તમારા માટે ઉજ્જવળ ભવિષ્ય નું નિર્માણ કરશે.

જો તમારી જન્મતારીખ ૭,૧૬ કે ૨૫ હોય તો થોડું સંભાળીને કાર્ય કરવું. કારણ કે, આવનાર સમય તમારા માટે થોડો વિકટજનક સાબિત થઈ શકે. સમય તમારી કસોટી લઈ શકે છે. પરંતુ, સત્કર્મ, સાહસ નો પરિચય આપી ને તમે સમય ને તમારું ખરાબ કરતાં અટકાવી શકશો. એપ્રિલ બા દનું તમારા માટે સમય સારો નિવડશે.

જો તમારી જન્મતારીખ ૮,૧૭ કે ૨૬ છે તો ખુશ થઈ જાવ કારણ કે તમને આ વર્ષે અપાર સફળતા પ્રાપ્ત થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. તમારા વૈવાહિક જીવન માટે આવનાર વર્ષ લાભદાયી નિવડશે. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા ના યોગ સર્જાઈ શકે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહે.

જો તમારી જન્મતારીખ ૯,૧૮ કે ૨૭ હોય તો તમારે તણાવ લેવાની જરા પણ આવશ્યકતા નથી. આ વર્ષે તમારા જીવન માંથી તમામ નકારાત્મકતા દૂર થશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. યોગ્ય રીતે કાર્ય કરશો તો ભવિષ્ય મા લાભ મળશે. આવક કરતાં ખર્ચ મા વૃદ્ધિ થશે.

One thought on “નવા વર્ષે 2020 માં તમારી જન્મ તારીખ પરથી જાણો કે ક્યારે આવશે તમારો સારો કે પછી ખરાબ સમય

  • December 27, 2019 at 8:29 am
    Permalink

    Vekariya parivar no itihas hoy to sher karjo ne sir pls

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.