મુલતાની માટીનો આ રીતે ઉપયોગ કરશો તો ત્વચાની દરેક સમસ્યા રાતોરાત થશે ગાયબ

કુદરતી રીતે રાખો ચેહરા ની સંભાળ, કરો ઉપયોગ આ મુલતાની માટી નો, ચેહરો રાતોરાત ખીલી ઉઠશે ભારતીય આયુર્વેદ મા જણાવ્યા મુજબ મુલતાની માટી ને સૌંદર્ય નો ખજાનો માનવામા આવે છે. આ સાથે તે એક નેચરલ કંડીશનર તેમજ બ્લીચ પણ છે. કુદરતી સુંદરતા માટે મુલતાની માટી નો ઉપયોગ કરવો જોઈએ જેથી ચેહરા ની ચમક તેમજ ચેહરા પર દાગ દુર થાય છે.

મોટેભાગે બજાર મા મળતા કોઇપણ ફેસપેક હોય તેમા મુલતાની માટી નો જ ઉપયોગ કરવામા આવે છે. આ મુલતાની માટી નો નિયમિત પ્રયોગ કરવાથી ચેહરા પર ની સુંદરતા મા ચાર ચાંદ લાગી જાય છે અને રોજબરોજ ના ઉપયોગ થી ચેહરો આકર્ષક તેમજ બેદાગ થવા લાગે છે. તો આજ ના આ આર્ટીકલ મા આપણે જાણીશું આ મુલતાની માટી ના ઉપયોગ થી તથા ત્વચા ને ફાયદાઓ વિશે. તો ચાલો જાણીએ આ વિશે વિસ્તાર થી.

સ્કીન ના રંગ ને નિખારવા
જો તમે તમારી ત્વચા ને ઝડપ થી સુંદર બનાવવા ઈચ્છતા હોય તો તે માટે ૨ ચમચી મુલતાની માટી, ૧ ચમચી સરસવ નુ તેલ, ૧ ચમચી દૂધ ની તર, તેમજ એક ચપટી હળદર લઇ આ મિશ્રણ ને સારી રીતે ભેળવી લેવું. ત્યારબાદ આ મિશ્રણ ને સ્નાન કરતા પહેલા થોડીવાર માટે તમારા ચેહરા પર લગાવી દો અને ઈચ્છો તો આખા શરીર પર પણ લગાવી શકો છો. અઠવાડિયા મા આ પ્રયોગ ને બે વાર જરૂર થી અજમાવવો. આવું કરવાથી થોડા જ સમય મા તમારી ત્વચા મા નિખાર આવવા લાગશે. આ એક સરળ અને સચોટ પ્રયોગ છે.

ચેહરા પર રહેલા ખીલ માટે
ચેહરા પર રહેલા કાળા ડાગા તેમજ ખીલ કે ખાડા માટે સપ્રમાણ મુલતાની માટી તેમજ ચંદન લેવું. ત્યારબાદ આ મિશ્રણ મા ઈચ્છો તો એક ચમચી ચણા નો લોટ ઉમેરી દો. ત્યારબાદ ગુલાબજળ ઉમેરી ને આ મિશ્રણ ને સારી રીતે ભેળવી લેવું. તો હવે આ મિશ્રણ લગાવવા માટે તૈયાર છે. આ મિશ્રણ ને મોઢાં પર ઓછા મા ઓછી ૧૫ મિનીટ સુધી લગાવી રાખો અને ત્યારબાદ સાફ પાણી થી ચેહરા ની સફાઈ કરી લો. આ પ્રયોગ ખીલ તેમજ કાળા ડાગા માટે અકસીર ઈલાજ સાબિત થાય છે અને સાથોસાથ આ મિશ્રણ થી ચેહરો પણ ચમકદાર બને છે.

ઓઈલી સ્કીન
ઘણા લોકો ની ત્વચા ઓઈલી હોય છે માટે તમે જોયું હશે કે આવી ત્વચા હમેશા તેલ થી પચપચી લાગે છે. કોઇપણ પ્રકાર ની વસ્તુઓ તેના પર લગાડો ચેહરો ઓઈલી જ રહે છે. આવી ત્વચા માટે પણ આ મુલતાની માટી કારગર સાબિત થાય છે. તમે બજાર મા મળતા ઘણા પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો હશે અને જોયું હશે કે માત્ર આ પ્રોડક્ટ નો ઉપયોગ કરવા ના થોડા જ ક્ષણો મા ફરી ત્વચા ઓઈલી થવા લાગે છે પણ આ રીત અપનાવવા થી આ પ્રશ્ન અહિયાં નહી ઉદ્ભવે.

ચામડી મા રહેલા તૈલીય ગુણ ને ઓછુ કરવા અથવા તો સાવ દુર કરવા માટે મુલતાની માટી તેમજ મધ નો ઉપયોગ કરવામા આવે છે. જેથી ત્વચા નુ ઓઈલ ઓછુ થવા લાગે છે અને સમય જતા સાવ ઓછુ થઇ જાય છે. આ મિશ્રણ તૈયાર કરવા માટે ૨ ચમચી મુલતાની માટી, ૨ ચમચી મધ સાથે ગુલાબજળ ના થોડાક ટીપાં નાખી સારી રીતે ભેળવી દો. ત્યારબાદ આ તૈયાર મિશ્રણ ને મોઢાં પર ૨૦ મિનીટ સુધી લગાવી રાખો અને ત્યારબાદ મોઢાં ને ઠંડા પાણી થી ધોઈ લો. તમે જાતે જ અનુભવ કરી શકશો કે તમારા ચેહરા મા શું બદલાવ આવ્યો છે. આ પ્રયોગ નિયમિત કરતો રહેવો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.