મોદી સરકારે મેળવી કૂટનીતીક જીત, યુદ્ધના ઉન્માદમા ચઢેલા ચીન ને LOC પર થી બે કિ.મી દુર ખસેડયા
લદ્દાખ ના ગલવાન વિસ્તારમા છેલ્લા ઘણા સમય થી તણાવ ચાલી રહ્યો હતો. ત્યારે આ મામલે મોદી સરકારે સૌથી મોટી કૂટનીતીક જીત મેળવી છે. જેમા પગલે ચીન ની સેના ને પીછેહટ થવા મજબુર કરી છે. ત્યારે ભારતે પણ પોતાની સેના ને પીછેહટ કરાવ્યો છે. એક એહવાલ પ્રમાણે ચીન ની સેના બે કી.મી. અને ભારતીય સેનાએ પોતાની જગ્યાએ થી એક કિ.મી.પાછળ બોલાવી લીધી. અહીંના ફિંગર ફોર વિસ્તારમા છેલ્લાં ઘણાં સપ્તાહ થી બંને દેશ ની સેનાઓ એકબીજા સમક્ષ અડગ હતી. જેને પગલે બંને દેશ વચ્ચે હાલ ભારે તણાવ જોવા મળી રહ્યો હતો. અહીં નો પેંગોંગ વિસ્તાર સૌથી વધુ ચર્ચા મા છે.
ચીની સેનાએ કરી પીછેહટ
૬ જૂને બંને દેશો વચ્ચે બેઠક થવાની છે જેમા પેંગોગ પર જ વધુ ભાર આપવાનો રહેશે તેવી શક્યતા છે. ચીની સેના ફિંગર ફોર વિસ્તારમા છેલ્લા ઘણા સપ્તાહ થી ડેરો જમાવીને બેઠી હતી. આ વિસ્તાર ભારત ના નિયંત્રિત ક્ષેત્રમા આવે છે. ૬ જૂને થનારી બેઠક મા બંને દેશો ની સેનાના લેફટનન્ટ જર્નલ અધિકારીઓ ભાગ લેશે. આ બેઠક ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ ને લઈને ઘણી જ મહત્વપૂર્ણ છે. આ બેઠક ને ભારત તરફ થી લેહમા આવેલ 14 કોર્પસ કમાન્ડરનું ડેલિગેશન લીડ કરશે.
ચીન દ્વારા એકસાથે ઘણા મોરચે દુશ્મનો ઊભા કર્યા છે અને જોવાની વાત તો એ છે કે દરેક મોરચે એનુ વલણ આક્રમક છે. કોરોનાવાઈરસ ને લઈને ટ્રમ્પ સહિત વિશ્વ ના જુદા-જુદા નેતાઓ ના ચીન નો વિરોધ, અમેરિકા સાથે સાઉથ ચાઇના સીમા ઘર્ષણ ની વાત, ભારત સાથે લડાખ સરહદ ને લઈને ઘર્ષણ હોય. આ તમામ બાબતોમા ચીન કોઈને ગાંઠતુ અને વધુ ને વધુ આક્રમક અભિગમ અપનાવી રહ્યું છે. આ તમામ ની સાથે ચીને હવે ઇસ્ટ ચાઇના ની સીમા પર આવતુ જાપાન સામે પણ મોરચો માંડ્યો છે. છેલ્લાં થોડા સમય થી ચીન નુ કોસ્ટ કાર્ડ જાપાન ના સેન્કાકૂ ટાપુ ની આજુબાજુ સક્રિય થયું છે. ચીને આ ટાપુ પર પણ પોતાનો દાવો પણ કર્યો છે.
૩૭૦ એમ.એમ ના રોકેટ ફાયર કરવા સક્ષમ
જાણવા મળે છે કે ચીન ના એક સંરક્ષણ નિષ્ણાતે લખ્યું છે કે, ચીને પોતાના હથિયારોમા ટાઈપ ૧૫ ટેન્ક, ઝેડ ૨૦ હેલિકોપ્ટર, જી જે ૨ પ્રકાર ના ડ્રોન નો સમાવેશ કરવામા આવ્યો છે. જે ખાસ દુર્ગમ પહાડો પર યુધ્ધ લડવા માટે છે. ટાઈપ ૧૫ પ્રકાર ની ટેન્ક તો સેનામા ગતવર્ષે જ સમાવેશ કરાયો હતો. હળવા વજન ની આ ટેન્ક પર્વતી વિસ્તારોમા આસાની થી મૂવમેન્ટ કરી શકે છે.
મલ્ટીપલ રોકેટ લોન્ચર ની ગોઠવણી
ચીન દ્વારા ૨૫ ટન ની પી.સી.એલ ૧૮૧ પ્રકાર ની તોપો ની પણ ગોઠવણી કરી છે. વજન ઓછું હોવા ને લીધે આ તોપ ને ક્યાંય પણ હેરવવી-ફેરવવી સેહલી છે. તે પર્વતો મા ઘાતક હુમલો કરવા માટે પણ સક્ષમ છે. ચીની સેનાએ તિબેટમા પણ ભારતીય સેનાને અડોઅડ મલ્ટીપલ રોકેટ લોન્ચર ની ગોઠવણી કરી છે. જે ૩૭૦ એમ.એમ. ના રોકેટ ફાયર કરવા માટે સક્ષમ છે. જાણવા મળતા એહવાલ મુજબ ઝેડ-૨૦ માલવાહક હેલિકોપ્ટરો સપ્લાય પહોંચાડવા માટે તૈનાત કરાયા છે. નજર રાખવા માટે અત્યાધુનિક ડ્રોન પણ તિબેટ વિસ્તારમા રાખવામા આવ્યા છે.
જાપાની બોટ ને કેહવામા આવી ગેરકાયદેસર
ગત માસ ૮ મે ના રોજ જાપાન ની એક ફિશિંગ બોટ નો પીછો ચીનના કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામા આવ્યો હતો. આ બાદ જાપાન ના કોસ્ટ ગાર્ડ તેને ચેતવણી આપી. બંને બોટ આમને-સામને આવી ગઈ પરંતુ ચીન નુ કોસ્ટ ગાર્ડ ત્યાં થી હટ્યુ નહી અને ૧૦મી મે સુધી ફિશિંગ બોટ ની પાસે જ રહ્યુ. જાપાન સરકારે ફરિયાદ કરી તો ચીને એના વિસ્તારમા જાપાન ની બોટ આવી ગઈ હોવા નો દાવો કર્યો હતો. માત્ર આટલુ જ નહીં પરંતુ આ વિસ્તારમા જાપાન ના કોસ્ટ ગાર્ડ ને ન મોકલવાની ધમકી પણ આપી હતી.
ચીન દ્વારા મુકવામા આવ્યો માછીમારી ઉપર પ્રતિબંધ
ચીન વર્ષોવર્ષે મે માસ થી ઓગસ્ટ માસ વચ્ચે ઇસ્ટ-સાઉથ ચાઈના સી તેમજ યેલો સીમા પર માછીમારી માટે પ્રતિબંધ મૂકે છે. આ અગાઉ ચીન નુ કોસ્ટ ગાર્ડ ચીન ની ફિશિંગ બોટ ને જ રોકતી હતી પરંતુ આ વર્ષે તેણે જાપાન સહિત ના તમામ વિદેશી બોટો ને પણ માછીમારી કરતા અટકાવી દીધી છે.
જાપાન દ્વારા પણ ગોઠવવા મા આવ્યા જહાજ અને વિમાન
ચાઇના કોસ્ટ ગાર્ડ ની તરફ થી જોવા મળતી આ હિલચાલ કોરોનાવાઈરસ ફેલાયો એ અગાઉ થી જ સેન્કાકૂ મા વધી ગઈ હતી. અગાઉ તેઓ ખરાબ હવામાન ને લીધે આ ટાપુ પર રોકાતા હતા પરંતુ હવે આ ટાપુ પર જ રહે છે. ચીને આ ટાપુ પર એનો દાવો કરતા જાપાન સતર્ક થઈ ગયું છે અને જવાબમા જાપાન દ્વારા પોતાની પેટ્રોલિંગ શિપ અને વિમાનો મા પણ વધારો કરી દીધો છે. તેઓ ચીન ની ફિશિંગ બોટ પર પણ ચાપતી નજર રાખી રહ્યા છે.