દૂધ ના ઉપયોગ થી સાવ બગડી ગયેલા વાળ ને સિલ્કી, સોફ્ટ અને મૂળથી મજબૂત બનાવો

દૂધનો આ પ્રયોગ અઠવાડિયામા ૧ વખત જરૂર કરો જેથી તમારા વાળ કાળા, મુલાયમ, લાંબા, રેશમી સાથે સાથે ભરાવદાર તો બનશે જ

વાળને લાંબા, સિલ્કી અને મૂળ થી મજબુત બનાવવા અપનાવો આ ઘરેલુ ઉપાયો

દૂધમા રહેલા પ્રોટીન અને કેલ્શિયમ જેવા તત્વો વાળને હેલ્ધી રાખવામા ઘણા ફાયદાકારક છે. રોજ દૂધ પીવા સહિત જો અઠવાડિયામા એકવાર દૂધથી વાળ ધોવામા જોઈએ.

આ ઉપરાંત દૂધના અહી જણાવેલ પ્રયોગમાંથી કોઈ પ્રયોગ કરવામા આવે તો વાળ કાળા, મુલાયમ, રેશમી અને ભરાવદાર બની શકે છે.

દૂધથી વાળ ધોયા બાદ નવશેકા ગરમ પાણી અને હર્બલ શેમ્પૂથી વાળ બરાબર સાફ કરવા નહીંતર દૂધ વાળ ના મૂળમા જમા થઈને દુર્ગંધ અને બેક્ટેરિયા ઉત્ત્પન કરી શકે છે.

ઉપાયો:

– કાચા દૂધ ને વાળના મૂળમા લગાવી ને મસાજ કરો. આમ કરવાથી દૂધ મા રહેલા પ્રોટીન થી વાળ મજબુત અને ભરાવદાર બનશે.

– નિયમિત દૂધ પીવાથી અને દુધને વાળના મૂળ મા લગાવી માલીશ કરવાથી વાળ લાંબા થાય છે .

– દૂધ મા ચણા નો લોટ મિક્સ કરી તેમનુ પાતળું મિશ્રણ તૈયાર કરો. હવે તેને વાળ અને તેના મૂળ મા લગાવો. ત્યારબાદ ૧૦ મિનીટ પછી વાળ ને નવશેકા ગરમ પાણી થી ધોય નાખો જેનાથી તમારા વાળ ચમકદાર બનશે.

– તલની જેમ તાજુ દૂધ લઈ ને વાળમા અને તેના મૂળમા લગાવો. ૧૦ થી ૧૫ મિનીટ બાદ વાળને નવશેકા ગરમ પાણી થી ધોઈ નાખો જેથી તમારા ડ્રાય અને ડેમેજ વાળમાં અવશ્ય ફાયદો મળશે.

– નવશેકા નારીયેલ તેલમા દૂધ મિક્સ કરી વાળના મૂળ મા લગાવો. ૧૦ થી ૧૫ મિનીટ બાદ વાળને હર્બલ શેમ્પૂ થી ધોઈ નાખો જેનાથી તમારા વાળ મૂળથી મજબુત બનશે.

– ઈંડા ની જરદિ મા મધ અને દૂધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે તેને વાળમાં લગાવી દો.ત્યારબાદ વાળને ગરમ ટુવાલ મા વીંટી દો. ૨૦ મિનીટ બાદ વાળને નવશેકા ગરમ પાણી થી ધોઈ નાખો જેનાથી તમારા વાળ સોફ્ટ અને સિલ્કી બનશે.

– બકરીના તાજા દૂધ થી નિયમિત વાળ ધોવા થી ખરતા વાળ અટકે છે અને ડેમેજ વાળ મા રાહત મળે છે.

– દૂધ અને કાળી મારી ના ભૂકા ને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે તેને વાળના મૂળ માં લગાવી લો. ૨૦ મિનીટ બાદ વાળને નવશેકા ગરમ પાણી થી ધોઈ નાખો જેનાથી ખોળા ની સમસ્યા દુર થશે.

– સ્પ્રે ની બોટલ માં તાજુ દૂધ ભરી લો. ત્યારબાદ વાળમાં સ્પ્રે ની જેમ છાંટો. ૧૦ થી ૧૫ મિનીટ બાદ વાળને સાદા પાણી થી ધોઈ નાખો જેનાથી તમારા વાળ રેશમી અને મુલાયમ બનશે.

નોંધ: આ ઘરેલૂ ઉપાય તમારા વાળને સિલ્કી, સોફ્ટ અને મૂળથી મજબૂત બનાવવમા મદદ અવશ્ય કરે છે. પણ જો તમારા માથામા કોઇ ઘા કે ફંગલ ઇન્ફેક્શન હોય તો તેને ટ્રાય કરતા પહેલા નિષ્ણાંત ની સલાહ અચૂક લો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.