મેથીના ભજીયા તો બોવ ખાધા હશે પણ હવે આ રીતે તમારી ઘરે બનાવો પંજાબી ભજીયા

આપણે મરચાંના અને મેથીના ભજીયા એ તો ખવાતા જ હોય છે પરંતુ તેમા પણ તમે ચોમાસુની શરૂઆત એ થવા જઈ રહી છે તો તેવામાં આપણે ગરમા ગરમ ભજીયા જો આપણને મળી રહે તો આપણે ગુજરાતીઑને તેની મોજ પડી જાઈ અને તેવામાં પણ જો આ ભજીયાને કઈક અલગ રીતે ટેસ્ટ આપવામા આવે તો તો તમારે તેને ખૂબ જ મોજ પડી જાય માટે તો ચાલો આજે અમે તમારા માટે લઈને આવ્યા છે પંજાબી ભજીયા એટલે કે કઈક આગળ તો ચાલો જોઈએ કે તેની રેસીપી એ કઈ રીતે બને છે,

બનાવવાની સામગ્રી

  • 3 કપ મિક્સ કોબીજ
  • 1/4 કપ કોથમીર સમારેલી
  • 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 કપ બેસન
  • 1/2 ચમચી અજમો
  • 3 થી 4 ચમચી આમલીનું પાણી
  • ખાવાનો સોડા – ચપટી
  • આ સિવાય બટાકા, ડુંગળી અને રીંગણ જીણું સમારેલા
  • તળવા માટે તેલ

બનાવવાની રીત

તમારે પંજાબી ભજીયા એ બનાવવા માટે સૌપ્રથમ તો ૩ કપ મિક્સ વેજીટેબલ કોબીજ લો એન તેમાં તમે બટાકા, ડુંગળી અને રીંગણ એ જીણું સમારેલા તેમજ આ સિવાય જે ૧/૪ કપ કોથમીર સમારેલી છે અને ૧/૨ ચમચી લીલા મરચાની પેસ્ટ છે એને બરાબર ઉમેરો. અને ત્યારબાદ તેમા તમે ૧ ચમચી લાલ મરચું પાવડર અને ૧ કપ બેસન એ ઉમેરો અને

ત્યારબાદ તેમાં તમે ખાવાના સોડા અને અજમો એ ઉમેરી દો. અને તેમાં થોડું પાણી એ મિક્સ કરી અને ઘટ્ટ ખીરું તૈયાર કરો. અને ત્યારબાદ એક કઢાઈમા તેલ મુકો અને જેવું તેલ એ ગરમ થઈ જાય એટલે શાકભાજીને ખીરામા ઉમેરીને ફરીથી પાછો ખીરા ને હલાવી અને એક પછી એક એમ ભજીયા પડતા જાઓ ત્યારબાદ જેવા કે ભજીયા ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને તળો અને તેને પછી એક બાઉલ માં કાઢી તેને પીરશો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.