માત્ર 2 મિનિટમાં પીળા દાંતને ચમકાવો સફેદ મોતી જેવા અને મોઢાની દુર્ગંધ ને કરો દૂર

મિત્રો, હાલ મનુષ્ય ની જીવનશૈલી એટલી આધુનિક તથા વ્યસ્તતા ભરેલી બની ગઈ છે કે વ્યક્તિ પાસે પળભર શાંતિ થી બેસવા નો સમય પણ નથી હોતો. આ અનિયમિત જીવનશૈલી અંને દૂષિત આહાર એ જ મુખ્ય કારણ બને છે મનુષ્ય ના સ્વાસ્થ્ય કથળવા નો. હાલ , વ્યક્તિ ના દાંત સાથે સંકળાયેલી સમસ્યાઓ તથા આ સમસ્યા ને દૂર કરવા માટે ના ઉપચાર વિશે ચર્ચા કરીશુ.

આપણે રોજબરોજ ની આ વ્યસ્તતા ભરેલી જીવનશૈલી ના કારણે આપણા દાંત ની યોગ્ય કાળજી લઈ શકતા નથી તથા તેની યોગ્ય માવજત કરતા નથી. જેથી દાંત પર પીળી પરત જામી જાય છે તથા દાંત મા અનેક પ્રકાર ની ગંદકી ફેલાઈ જાય છે તેમજ તમારા મુખ મા એક વિચિત્ર પ્રકાર ની દુર્ગંધ ફેલાઈ જાય છે.

આ સમસ્યા આપણા શરીર ને ખૂબ જ ગંભીર રીતે નુકશાન પહોચાડે છે. જો તમે પણ આ સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ અને તેમા થી મુક્તિ મેળવવા માંગતા હોવ તો નીચે જણાવેલો ઉપાય અનુસરો. આ નૂસ્ખો અજમાવવા માટે સૌપ્રથમ કઈ-કઈ વસ્તુઓ ની આવશ્યકતા પડશે તેના વિશે મહિતી મેળવી લઈએ.

પ્રથમ ચીજવસ્તુ છે કોલગેટ. એક પાત્ર મા એક વખત કોલગેટ કરી શકાય તેટલી પેસ્ટ લેવી. ત્યારબાદ તેમા લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરવો. કારણ કે ,લીંબુ મા સમાવિષ્ટ સાઈટ્રીક એસિડ તથા વિટામીન સી જેવા પોષકતત્વો આપણા દાંત માટે અત્યંત લાભદાયી છે. તેના દ્વારા દાંત વધુ સફેદ અને ચમકદાર બને છે તથા દાંતો મા જેટલી પણ ગંદકી ફસાયેલી હોય તે બધી જ દૂર થઈ જાય છે.

હવે આ મિશ્રણ મા પા ચમચી હળદર ઉમેરી મિક્સ કરો. જે આપણા મુખ મા થી આવતી દુર્ગંધ ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ છેલ્લી જે વસ્તુ આ મિશ્રણ મા ઉમેરવા ની છે તે છે ૩-૪ લવિંગ. આ લવિંગ ને ક્રશ કરી ને તેનો ભૂક્કો કરી ને આ મિશ્રણ મા ઉમેરો. આ નૂસ્ખા મા ઉપયોગ મા લેવાયેલી તમામ વસ્તુઓ તમને સરળતા થી ઘર મા મળી રહેશે. આ મિશ્રણ મા ઉપયોગ મા લેવાયેલુ લવિંગ તમારા દાંતો ને મજબૂતાઈ પૂરી પાડે છે તથા શ્વાસ મા ફેલાયેલી દુર્ગંધ ને દૂર કરશે.

આ નૂસ્ખો કેવી રીતે યુઝ કરવો ?
જેવી રીતે તમે નિયમીત પરોઢે ઊઠી ને કોલગેટ બ્રશ પર લગાડી ને બધા જ દાંત મા ઘસો છો તેવી જ રીતે આ મિશ્રણ ને તમારા બ્રશ પર લગાડી ને અંદર-બહાર બંને ભાગો મા થી ઘસી-ઘસી ને સાફ કરો. આ નૂસ્ખો અજમાવ્યા ના પ્રથમ દિવસે જ તમને સારુ પરિણામ મળશે કે જેની તમે કલ્પના પણ ના કરી હોય. આ નૂસ્ખા ને દિવસ મા ઓછા મા ઓછો ૨ વાર અજમાવવો. જેથી તમને તુરંત જ આ નૂસ્ખા ની અસર વર્તાશે. તો મિત્રો , જો તમે પણ દાંત ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો એક વખત આ નૂસ્ખો અવશ્ય અજમાવવો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.