માતા-પિતા ઊંઘમા હતા અને તેની બાળકી રાતે ગઈ બાથરૂમમા, ત્યારે જે બન્યું તે જાણીને ઉડી જશે તમારા હોશ

મિત્રો , હાલ અવારનવાર નાના માસૂમ બાળકો સાથે આકસ્મિક ઘટનાઓ ઘટતી રહેતી હોય છે ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે જે હું આપની સમક્ષ રજૂ કરુ છુ. આ ઘટના છે મધ્યપ્રદેશ ની. મધ્યપ્રદેશ ના સુરેન્દ્ર રઘુવંશી તેની પત્ની , તેમની માતા તથા ૩ વર્ષ ની વય ધરાવતી પુત્રી આરાધ્યા સાથે મધ્યપ્રદેશ માં વસતા હતા. સુરેન્દ્રભાઈ સફાઈ ની સામગ્રી ના એક વ્યાપારી હતા.

હવે ઘટના કઈક એવી બની કે સુરેન્દ્રભાઈ અને તેમના પત્ની ની તબિયત ખરાબ હોવાના કારણે તે બંને દવા પીને ઊંઘી રહ્યા હતા અને આરાધ્યા પણ વચ્ચે બેડ માં સૂતેલી હતી. એકાએક રાત્રિ ના સમયે આરાધ્યા ઉઠી અને તે બાથરૂમ માં ચાલી ગઈ. સુરેન્દ્રભાઈ અને તેમની પત્ની એ દવા નુ સેવન કર્યુ હોવાને કારણે તે ગાઢ નિંદ્રા માં હતા તેમને આ વાત ની જાણ ના થઈ.

આ ૩ વર્ષ ની બાળકી બાથરૂમ મા જઈને બાથટબ માં પોતાનુ મોઢું નાખ્યુ અને તેમાં રહેલું પાણી ગળી જવા થી તેનુ મૃત્યુ નીપજયું. પોલીસ સાથે ની પૂછપરછ દરમિયાન એ વાત જાણવા મળી કે , જયારે સવારે પાંચ વાગ્યે તેની માતા એ પડખું ફરીને જોયું તો આરાધ્યા તેમની પાસે જ ઊંઘી રહી હતી પરંતુ , જયારે પરોઢે ૭ વાગ્યે ઊઠીને તેમણે નિહાળ્યું તો આરાધ્યા બેડ પર ના હતી.

આરાધ્યા ને ત્યાં ના જોતા માતા-પિતા એ આખા રૂમની તપાસ કરી અને જયારે બાથરૂમ માં તપાસ કરવા ગયા ત્યારે નિહાળ્યું કે , આરાધ્ય નુ મોઢું બાથટબ ના પાણી માં ડૂબેલુ હતુ. આ દ્રશ્ય નિહાળી ને આરાધ્યા ના માતા-પિતા શોક ની લાગણી અનુભવવા માંડયા અને તુરંત જ આરાધ્યા ને લઈને દવાખાને પહોંચ્યા. પરંતુ , લાંબા સમય સુધી મોઢા પાણી માં રહેવાના કારણે તેના આખા શરીર માં પાણી ભરાઈ ગયું હતુ. જેથી , થોડા સમય બાદ દાકતર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી.

વાત એવી છે કે સવારે ૭ વાગ્યે ઉઠીને આખુ ઘર ફંફોળી માર્યુ પરંતુ , આરાધ્ય કયાંય ના મળતા તેમની નજર બાથરૂમ તરફ ગઈ અને અહીં બાથરૂમ માં જ બાથટબ માં મોઢું ડૂબેલું ને સૂનમૂન પડી હતી. જયારે તેમના માતા-પિતા ને આરાધ્યા મળી ત્યારે તેની શ્વાસોચ્છવાસ ની પ્રક્રિયા શરૂ હતી એટલે તુરંત જ તેને દવાખાને લઈ આવવામાં આવી. દવાખાને પહોંચ્યા બાદ દાકતર ના જણાવ્યા અનુસાર ૧ કલાક સુધી આરાધ્યા ની ટ્રીટમેન્ટ ચાલી.

પરંતુ , સંજોગોવશાત્ તે તેણીને બચાવી ના શકયા. આરાધ્યા એ સુરેન્દ્રભાઈ રઘુવંશી ની એકમાત્ર સંતાન હતી અને આ જુલાઈ માસ થી તેની સ્કૂલ પણ શરૂ થવાની હતી. આ ઘટના અંગે વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આરાધ્યા ને પાણી માં રહેવું ખૂબ જ ગમતું હતુ. તે અવારનવાર પાણી માં રમતી.

આ ઉપરાંત આની પહેલા પણ તેની સાથે આવી ઘટના બની ચૂકી હતી પરંતુ , તે સમયે પરિવાર ના કોઈ સદસ્ય ની નજર પડતાં તે બચી ગઈ હતી. આરાધ્યા અત્યંત સુંદર હતી અને આસપાસ ના લોકો ને ખૂબ જ વહાલી હતી જયારે લોકો આ ઘટના અંગે જાણ થઈ તેઓ ખૂબ જ નિરાશ થયા હતા અને સુરેન્દ્રભાઈ ને સાંત્વના આપવા માટે હોસ્પિટલે પહોંચી આવ્યા હતા.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.