માર્કેટ મા આવી રહ્યું છે એવું એક સેન્સર જે દર્શાવશે કોરોના ક્યા છે? મોબાઈલ મા થઈ જશે ફીટ

માસ્ક તેમજ સેનિટાઇઝર નો ઉપયોગ કોરોના વાઈરસના સંક્રમણ થી બચવા માટે થાય છે પણ એવી ઘણી બાબતો છે જેના પર આ વાઈરસ ફેલાવાની શકયતા પર ધ્યાન જતું નથી. કપડા, ઘર ની દિવાલો, ફર્શ તથા હેન્ડલ, નળ જેવી તમામ વસ્તુઓ પર આ વાઈરસ ચોંટી શકે છે. પૈસા પર ચોંટે તો એ પણ સેનિટાઇઝ કરી શકાય છે કે અમૂક હદ સુધી તેને પાણી થી સાફ કરી શકાય છે પરંતુ રોજ ના વપરાશ ની વસ્તુ જે હંમેશા સાથે જ હોય છે એ મોબાઇલ પર વાઈરસ ના આવે તે જોવું જરુરી છે કારણ કે એને પાણી વડે ધોઇ શકાતો નથી માત્ર કપડા વડે સાફ કરી શકાય છે.

૬૦ સેકન્ડ મા જ વાઈરસ અંગે મળશે જાણકારી

માણસ ઘરમા હોય અથવા બહાર સરેરાશ દસ મીનિટે એકવાર મોબાઇલ નો સંપર્ક થાય છે આથી મોબાઇલ નો ઉપયોગ કરતી વખતે કાળજી રાખવી પણ જરુરી છે. મોબાઇલ પર છીંકવા કે ખાંસવા થી જ કોરોના વાઈરસ ની ખબર પડી જાય તેવા સેન્સર ના નિર્માણ માટે અમેરિકામા સંશોધકો ની ટીમ કામ કરી રહી છે.

આ સેન્સર ને ફોન સાથે જોડવા બાદ માત્ર ૬૦ સેકન્ડમા જ આ વાઈરસ અંગે જાણી શકાશે, એવું મનાય છે કે આવુ ડિવાઇસ આવતા બે થી ત્રણ માસ મા શોધવામા આવશે. કોરોના વાઈરસ ને ટ્રેક કરવામા આ સેન્સર કામ કરતું હશે તો મોબાઇલ નો સલામતી ભર્યો ઉપયોગ કરી શકાશે.

વાયરલેસ ટેકનોલોજી તેમજ બ્લૂટૂથ દ્વારા ફોન ને કરો કમ્યૂનિકેટ

આ પ્રોજેકટ સાથે યૂનિવર્સિટી ઓફ યોર્ટોના ના નિષ્ણાંત એન્જીનિયર સંકળાયેલા છે. આ પર્સનલ સેન્સર પહેલા ઝીકા વાઈરસ નો સામનો કરવા માટે તૈયાર કરવામા આવ્યું હતુ. હવે તેમાં ફેરફાર કરીને તેને કોવિડ-૧૯ માટે તૈયાર કરવામા આવી રહયું છે. આ સેન્સર નો પ્રોટોટાઇપ એક ઇંચ પહોળો છે. આ વાયરલેસ ટેકનોલોજી ના માધ્યમ થી બ્લૂટૂથ દ્વારા કોઇપણ ફોન નું જોડાણ કરી શકાય છે.

કોઇપણ વ્યકિત સેન્સર ની નજીક જો શ્વાસ લે અથવા તો ખાંસે કે છીંકે ત્યારે તે કોવિડ-૧૯ થી સંક્રમિત તો નથી ને તે જણાવી આપશે. આ માટે ફોન વપરાશકર્તાએ ચાર્જીગ પોર્ટડમા આ સેન્સર લગાવવું. આ સિવાય એક એપ પણ મોબાઈલ મા ઈંસ્ટોલ કરવી પડશે. જો કોરોના વાઈરસ હશે તો આ સેન્સર નો કલર એપ મા બદલાશે અને વિઝયૂઅલી કોવિડ-૧૯ ની હાજરી હોવા નો સંકેત પણ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.