મનુષ્યમા એવી આંતરિક શક્તિ રહેલી હોય છે કે જે ભવિષ્યમા થનારી ઘટનાઓના સંકેત પહેલાથી જ આપી દે છે, જાણો આ સંકેત…

સામુદ્રિક શાસ્ત્ર સૂચવે છે માનવ શરીર ના રહસ્યો ને તેમજ એના મુજબ માનવ શરીર લાગણી વાળું હોય છે અને તેથી માનવ પાસે એક એવી શક્તિ વિદ્યમાન છે કે જેનાથી તે ભવિષ્ય સુચવી શકે છે. પણ અત્યાર ના આધુનિક યુગ માં તેને અંધવિશ્વાસ સાથે જોડવામાં આવે છે.

જે વ્યક્તિઓ સામુદ્રિક શાસ્ત્ર ને જાણે છે તેના મત મુજબ વ્યક્તિના કયા અંગ ફડકવા થી તેનો શું અર્થ થાય છે. પેહલા ના જમાના માં અંગો નુ ફડકવાના સંદર્ભ માં ઘણી બધી માન્યતાઓ માનવામાં આવતી હતી અને તેનાથી શુકન અપશુકન નક્કી કરવામાં આવતું. આ વાત કેટલી સત્ય છે તેનુ તારણ કોઈ પાસે નથી. તો આજે અમે તમને આ એહવાલ મારફતે અંગ ફરકવાથી શું અર્થ થાય છે તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છે.

માથું :

જયારે માનવ શરીર માં માથું ફડકે તો તેનાથી ઘર કે જમીન માં લાભ મળે છે. તેમજ ઘર કે જમીન લેવાની યોજના બંધાય છે. જો કપાર નો ભાગ ફડકે તો કર્મચારી વર્ગ ને બઢતી મળે તેમજ સમાજ માં પ્રતિષ્ઠા વધે છે.

બાજુઓ :

સામુદ્રિક શાસ્ત્ર મુજબ માનવ શરીર ની ભુજાઓ નો વચ્ચે નો ભાગ ફડકવા લાગે છે તો તેનો અર્થ ધન પ્રાપ્તિ છે. તેમજ ભવિષ્યમાં કોઈ પણ કારણોસર ધન લાભ થવાની શક્યતાઓ વધુ પ્રબળ બને છે.

હાથ :

જો કોઈ માણસ નો હાથ ફડકે તો તેને શુભ સંકેત મનાય કેમેકે તેનાથી પૈસા આવે છે અને માણસ ખુબ પૈસા વાળો થઇ જાય છે.

છાતી :

જો કોઈ માણસ ની છાતી ફડકે તો તેને વિજય સંકેત મનાય છે અને જેથી તેને ભવિષ્ય માં થનાર કાર્ય માં સફળતા મળવાની વાત નક્કી છે.

નાભિ :

જો કોઈ માણસ ની ડુંટી કે નાભિ ફડકે તો તેને કોઈ પ્રવાસમાં લાભ થવાની શક્યતાઓ છે.

પગ :

જો કોઈ માણસ ના પગ ના તળિયા માં હલન-ચલન થાય કે ફડકે તો એક લાભદાયી યાત્રા માં જવાનું થઇ શકે છે.

જમણી આંખ :

સતત ઘણા દિવસ સુધી જો માણસ ની જમણી આંખની પાંપળ ફડકે તો તેનાથી ધન લાભ અને કોઈ સારા સમાચાર મળવાના થાય છે.

જમણી હથેળી :

માણસ ની જમણી હથેળી ફડકે તો તે ધન પ્રાપ્ત અને તેને શુકન કેહવામાં આવે છે પણ ડાબી હથેળીનું ફડકવું અપશુકન મનાય છે.

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.