મહર્ષિ ગુરુ વ્યાસ દ્વારા જણાવ્યા મુજબ તમે પણ જાણો કે હવે પછીના આવતા જન્મમાં તમે શું બનશો?

મનુષ્ય ના તમામ કર્મો :

અમુક વખત મનુષ્ય ને એવો વિચાર તો અવશ્ય આવે કે હાલ ની જીંદગી મા જે કઈ પણ સારા અથવા નરસા કર્મો કરીએ છીએ તેનો હિસાબ આ જ અવતારે થઈ જાય તો મનુષ્ય ને કોઈ ચિંતા રહેતી નથી. આ એટલા માટે વિચાર આવે છે કે જો સારા કર્મો કર્યા હશે તો સારુ થશે અને જો નરસા કર્મો કર્યા હશે તો તેનુ વિપરીત પરીણામ આ જ જન્મ મા પૂર્ણ થઈ જાય.

કેમ કે આ જ એવા કાર્યો હોય છે કે જે આપણ ને સુખ તથા નિરાશ કરી દેતા હોય છે. હિંદુ ધર્મ પ્રમાણે માનવી નુ હાલ નુ જીવન એ હાલ ના કર્મો પર નહી પરંતુ તેના પાછલા જન્મ મા કરેલા સારા અથવા તો નરસા કર્મો તેના આ જન્મ માટે અગત્ય નો ભાગ ભજવતા હોય છે.

આનો મતલબ એ થાય છે કે જો વ્યક્તિ એ અગાઉ ના જન્મ મા કોઈ સારા કાર્યો કર્યા હશે તો તેને આ જન્મ મા સારુ ફળ પ્રાપ્ત થશે તથા હાલ ના જન્મ મા ખોટા કામ કરવા છતા જાહોજલાલી મેળવી શકે છે. પણ સમસ્યા ત્યારે નડે છે કે જે અગાઉ ના જન્મ મા કરેલા ખરાબ કર્મો.

ક્યારેક એવુ પણ બને કે આ જન્મ મા કરેલા કર્મો આ જ જન્મ મા પૂર્ણ થઈ જાય છે. આને પરીણામે હાલ ના જન્મ ના કર્મો આવનારા જન્મ મા આડા આવતા નથી તથા અગાઉ ના જન્મ ના કર્મો હાલ ના જન્મ મા આડા આવતા નથી. પણ આ વાત અશક્ય છે. એ પહેલે થી જ નક્કી થયેલુ છે કે આ જન્મ મા કરેલા કર્મો અનુસાર પછી ના જન્મ માટે જવાબદાર બને છે.

મનુષ્ય તથા તેના કર્મો :

મનુષ્ય કેવુ કર્મ કરે છે તે મુજબ તેને યોનિ પ્રાપ્ત થાય છે. જો હાલ આપ માનવી ની યોનિ મા છો તેનો અર્થ એવો થાય કે અગાઉ ના જન્મ મા તમે સારા કર્મો કર્યા હશે. માનવી ની યોની ને સૌથી શ્રેષ્ઠ યોનિ ગણવામા આવે છે. કેમ કે આ એ યોનિ છે કે ભગવાન દ્વારા આપણી આત્મા ને મોક્ષ આપવા નો મોકો આપે છે. જેથી જીવનચક્ર મા થી છૂટકારો મળે. અને મોક્ષ ફક્ત પ્રભુ ના જાપ કરવા થી પ્રાપ્ત થઈ શકે છે જે ફક્ત મનુષ્ય અવતાર મા જ શક્ય છે.

ગરૂડ પુરાણ પ્રમાણે સ્ત્રી ના ગર્ભ મા રહેલ બાળક પ્રભુ પાસે એવી પ્રાથના કરે છે કે, “મને આમા થી બહાર કાઢો હુ તમારુ નામ મારુ સમગ્ર જીવન જપીશ.” પણ જન્મ બાદ તે બધુ ભુલી જાય છે અને પોતાની સુખ સુવિધાઓ તરફ ઢળવા લાગે છે. આ જ પુરાણ મા જણાવવા મા આવેલ અન્ય ઉલ્લેખ પ્રમાણે ગર્ભ મા રહેલ બાળક પ્રભુ ને એવી પ્રાથના કરે છે કે મને અહી થી બહાર કાઢો. કેમ કે મનુષ્ય એ જીંદગી થી ભય અનુભવે છે તથા માનવી જીંદગી ની કઠોર રીત થી ભય અનુભવે છે.

આ માટે તે પ્રભુ પાસે એવી વિનંતી કરે છે કે મને તમારા ચરણો મા સ્થાન આપો મારે માનવ જીવન નથી જોઈતુ. પરંતુ પ્રભુ તેને જીવન દાન આપે છે અને તેની પાસે થી એવુ વર યાચે છે કે હાલ ના મનુષ્ય જીવન મા ઈશ્વર નુ નામ લેશે તથા તમામ માનવજાત ને તે બોધપાઠ આપશે.

પરંતુ માનવી નો અવતાર મેળવ્યા બાદ માનવી ‘ભોગ-વિલાસી’ બની જાય છે. પણ કયા કારણોસર મનુષ્ય ને આ જીંદગી પ્રાપ્ત છે તથા તે કયા કર્મો કરેલા હોય છે કે જે તેને મનુષ્યજીવન પ્રદાન કરે છે. આ માહિતી અત્યંત રોચક છે. તો આજ ના આ લેખ મા આપ સમક્ષ કયા કર્મ ને લીધે કઈ યોનિ મળે છે તે જાણીએ.

આ વિશે વ્યાસજીએ આપી હતી જાણકારી :

ઋષિમુનિ દ્વારા મહર્ષિ વ્યાસ ને પૂછવા મા આવ્યુ કે કેવા કર્મો કરવા થી મનુષ્ય ને કઈ યોની પ્રાપ્ત થાય છે તે વાત આપની સમક્ષ રજુ કરવા જઈ રહ્યા છીએ. એમણે આપેલી માહિતી અનુસાર જે માનવીએ અન્ય યુવતી સાથે સંબંધ હોય છે તેને નર્ક પ્રાપ્ત થાય છે. આ અનુસાર તેને ઘણા દર્દો ભોગવવા ના રહે છે. આ પર થી ભિન્ન-ભિન્ન જન્મ પ્રાપ્ત થાય છે.

યુવતિ ને પજવણી કરનારા લોકો :

આ માનવી પહેલા ઘેટુ બને છે તથા બાદ મા તે કુતરા નો અવતાર ધારણ કરે છે. બાદ મા તે શિયાળ , ગીધ , નાગ તથા કાગડા નો અવતાર લે છે. આ તમામ જન્મ ધારણ કર્યા બાદ આખર મા આ વ્યક્તિ ને બગલા નો અવતાર મળે છે. જે પૂર્ણ થતા માનવ યોનિ મા અવતાર મળે છે.

સ્વર્ણ ચોરનાર લોકો:

જે વ્યક્તિ હાલ ના જન્મ મા પાપ કરે છે તેને તેના આવતા જન્મ મા તેની ચૂકવણી કરવા ની હોય છે. મહર્ષિ વ્યાસ ના કહ્યાનુસાર સ્વર્ણ ચોરનારા લોકો ને એક જીવડા ના સ્વરૂપ મા અવતાર પ્રાપ્ત થાય છે તથા જે માનવી રજત ની ચીજો ચોરે છે તેને પારેવા નો અવતાર આવે છે.

જ્યેષ્ઠ ભ્રાતા નુ અપમાન કરનારા લોકો :

જે મનુષ્ય પોતાના જ્યેષ્ઠ ભ્રાતા નુ અપમાન કરે છે તથા સમાજ મા નીચો દેખાડે છે તેને આવતા જન્મ મા લોકો ને એક કોંચ નામ ના પંખી નો અવતાર મળે છે. આ અવતાર મા આશરે એક દાયકા સુધી તે જીવન ગુજારે છે તથા ભગવાન ની કૃપાદ્રષ્ટિ થી પછી ના જન્મ મા માનવીય અવતાર મળે છે.

પિતૃઓ ની શાંતિ જરૂર કરાવવી :

દેવી-દેવતાઓ તથા પિતૃ ની તૃપ્તિ કરાવ્યા વગર મૃત્યુ પામનાર માનવી ને એક શતક સુધી કાગડા નો અવતાર મળે છે. આ માટે જ કાગડા ને ભોજન કરાવવા નુ શ્રાધ્ધ કરાવતા સમયે કહેવાય છે. જેના લીધે પિતૃઓ શાંત થઈ જાય છે. પણ જો આ વિધી ના કરવા મા આવે તો આવતો જન્મ કાગડા ના સ્વરૂપ મા પ્રાપ્ત થાય છે. બાદ મા મુર્ગા બાદ પાછો એક માસ માટે નાગ ની યોનિ મા અવતર્યા બાદ પાપ નાબૂદ થાય છે. પછી તે મનુષ્ય ના સ્વરૂપે અવતાર લે છે.

ખૂન કરનાર લોકો :

જો વ્યક્તિ ને ગુનાઓ મા ચોરી થી વધારે આગળ હોય તો વધારે ભયંકર યોનિ પ્રાપ્ત થાય છે. વ્યાસજી ના કહ્યાનુસાર જો કોઈ માનવી શસ્ત્ર થી અન્ય માનવી નુ ખૂન કરે તો તેને ગધેડા નો અવતાર મળે છે. ગધેડા બાદ મૃગ અવતાર મળે છે. પણ આ ની હત્યા પણ કોઈ શસ્ત્ર વડે કરવા મા આવે છે. મૃગ બાદ નો અવતાર મત્સ્ય , કૂતરો , વાઘ અને છેલ્લે માનવ અવતાર મળે છે.

કપડા ચોરનારા લોકો :

આ ઉપરાંત જે માનવી કપડા ચોરે છે તેને આવનારા જન્મ મા પોપટ નો અવતાર લેવો પડે છે. તથા સુગંધ ધરાવતી ચીજ-વસ્તુઓ ચોરનાર ને છછુંદર નો અવતાર મળે છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.