મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થયુ છે કે નહી એ જાણવામા મદદ કરશે આ ખાસ ‘બ્રા’

મેક્સિકોના એક વિદ્યાર્થીએ એક ખાસ પ્રકારની ‘બ્રા’ બનાવી છે. આ વિદ્યાર્થીનો દાવો છે કે, આ ‘બ્રા’ ની મદદથી બ્રેસ્ટ કેન્સર વિશે જાણી શકાય છે. તેને ‘ઈવા બ્રા’ નામ આપવામા આવ્યુ છે. ૧૮ વર્ષીય જૂલિયન રિઓસ ચાંટુએ આ ‘બ્રા’ નુ સંશોધન કર્યું છે. તેનુ કહેવુ છે કે, આ ‘બ્રા’ સ્તન કેન્સરના લક્ષણો વિશે પહેલાંથી જ ચેતવણી આપી દે છે. મેક્સિકોના રાષ્ટ્રપતિએ પણ આ માટે જૂલિયનને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે. આ ‘બ્રા’ ને જૂલિયને પોતાના ૩ મિત્રો સાથે મળીને બનાવી છે. આ ત્રણે સાથે મળીને એક કંપની પણ બનાવી છે. જો કે હજુ સુધી આ ‘બ્રા’ નુ સંપૂર્ણ ટેસ્ટિંગ થવાનુ બાકી છે.

આ ત્રણેય વિદ્યાર્થીઓએ ટેસ્ટિંગ માટે ઘણા રૂપિયા પણ ભેગા કરી લીધા છે. આ અઠવાડિયે તેમને ગ્લોબલ સ્ટૂડન્ટ એન્ટરપ્રિન્યોર (યુવા ઉદ્યોગપતિ) નો અવોર્ડ પણ મળ્યો છે. તેમની કંપની હિઝા ટેક્નોલોજીએ દુનિયા ભરના અનેક યુવા ઉદ્યોગપતિઓને પાછળ છોડી ૨૦,૦૦૦ ડોલરનુ ઈનામ પણ જીતી લીધુ છે.

આ ‘બ્રા’ કેવી રીતે જાણી શકશે કેન્સર વિષે?

કેન્સર યુક્ત ગાંઠમા લોહીનો પ્રવાહ વધવાથી ત્વચાનુ તાપમાન વધી જતુ હોય છે. ‘ઈવા બ્રા’ નુ બાયોસેન્સ તાપમાન માપશે અને પછી એક એપ્લીકેશન દ્વારા જાણ કરી દેશે. જેમા જે પણ બદલાવ નોંધાશે તેનુ અપડેટ ‘ઈર્વા બ્રા’ પહેરનાર વ્યક્તિ ને મળશે.

એક અઠવાડિયામા ઓછામા ઓછી ૬૦ થી ૯૦ મિનિટ આ ‘બ્રા’ પહેરવાની રહેશે. ત્યારે જ એકદમ સાચુ અને યોગ્ય એલર્ટ મળી શકશે. ગયા વર્ષે એક ઈંટરવ્યૂ દરમિયાન જૂલિયને કહ્યુ હતુ કે, ‘બ્રા’ ની અંદર સેન્સર હોવાનો અર્થ એ થયો કે દર સમયે સ્તનોને સમાન સ્થિતિમા હોવાનુ માપવામા આવશે.

શું ખરેખર કેન્સર ને ડિટેક્ટ કરી શકે છે આ ‘બ્રા’?

હજુ આ શરૂઆતનો સમય છે. હજુ તેનુ સંપૂર્ણ ટેસ્ટીંગ પણ થયુ નથી. મેડિકલ સાયન્સ દ્વારા હજુ તેની પુષ્ટિ કરવાની બાકી છે. પુષ્ટિ બાદ જ કેન્સર વિશેષક આ ‘બ્રા’ ના ઉપયોગની સિફારિશ કરવામા આવશે. બ્રિટનમા કેન્સર રિસર્ચના અના પેર્મ ને બીબીસી એ કહ્યુ હતું કે, ‘અમે લોકો જાણીએ છીએ કે ટ્યૂમરમા સામાન્ય રીતે રક્ત-વાહિકાઓ અવ્યવસ્થિત થાય છે. પરંતુ એ જરૂરી નથી કે, રક્ત પ્રવાહ વધવો એ કેન્સરનુ લક્ષણ છે’.

તેમણે વધુમા કહ્યુ હતુ કે, હજુ આ ‘બ્રા’ બાબતે કોઇ ચોક્કસ પૂરાવા નથી કે આ ટ્યૂમર વિશે જાણવામા સક્ષમ છે કે નહિ. ચોક્કસપણે આ કોઇ સારો વિચાર નથી કે, વૈજ્ઞાનિક તપાસ વગર મહિલાઓ આ ‘બ્રા’ નો ઉપયોગ કરે. પરંતુ હા આ બહુ સારુ છે કે, જૂલિયન જેવા યુવા લોકો કેન્સર ને લગતી ટેકનીક વિષે વિચારે છે. તેમણે વધુમા કહ્યુ હતુ કે, આ ‘બ્રા’ને હજુ મેડિકલ સાયન્સની પરીક્ષા પર ખરા ઉતરવાનુ બાકી છે. અનાએ એ પણ કહ્યુ હતુ કે, આ પ્રકારની શોધથી દર્દીઓને જરૂર ફાયદો થઈ શકે છે.

શું છે બ્રેસ્ટ કેન્સર ના લક્ષણો?

  • ટ્યુમર એટલે કે ગાંઠ વિકસિત થવી
  • સ્તનના આકારમા બદલાવ થતો અનુભવાવો
  • નિપલ માંથી પ્રવાહી વહેવુ (દૂધ નહી)

છાતિમા દુખાવો થવો

અનાએ વધુમા કહ્યુ હતુ કે, શરૂઆતના સમયમા જ બ્રેસ્ટ કેન્સર વિષે માલુમ પડી જવાથી બીમારી મટી જવાની આશા વધી જાય છે. એટલે એ જાણવુ જરૂરી છે કે સ્થિતિ સામાન્ય છે કે નહીં. જો કઈં અસામાન્ય લાગે તો તમે સતર્ક થઈ શકો છો અને યોગ્ય તબીબી સારવાર લઈ શકો છો.

કઈ રીતે આવ્યો વિચાર?

જૂલિયન જ્યારે ૧૩ વર્ષનો હતો ત્યારે તેમને એક પ્રોજેક્ટ નો વિચાર આવ્યો હતો. જૂલિયનની માતાનુ મૃત્યુ બ્રેસ્ટ કેન્સર ના કારણે થયુ હતુ. જો શરૂઆતના સમયમા ખબર પડી ગઈ હોત તો કદાચ તેની માતા બચી ગઈ હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.