મહેંદીમાં ઉમેરો આ એક વસ્તુ, મોટી ઉમરે પણ વાળ રહેશે કાળા

બદલાતી લાઈફ સ્ટાઈલ માં દરેક ને એક પ્રોબ્લેમ છે કે તેઓ ના વાળ ખુબ જ ખરે છે. અને દરેક ના વાળ આજ કાલ સફેદ થઇ જતા હોય છે. નાની ઉમરે પણ વાળ સફેદ થઇ જતા હોય છે. યુવાન ઉમરે પણ વાળ સફેદ થવાની સમસ્યા થઇ જતી હોય છે. આ માટે યુવાનો પણ ખુબ પરેશાન રહેતા હોય છે. સુંદર દેખાવ માટે કાળા વાળ ખુબ જ જરૂરી છે. તમારે પણ વાળ ની ચિંતા છે. અને મોટી ઉમર સુધી તમારે પણ લાંબા વાળ રાખવા છે તો આજે અમે તમને એક ઉપાય વિષે જણાવીશું જેના દ્વારા તમારા વાળ લાંબા અને કાળા રહેશે.

તમે મહેંદી સાથે અમુક વસ્તુ  ઉમેરી અને વાળ માં લગાવશો તો તમારા વાળ સુંદર અને કાળા થઇ જશે અને સરસ ચમકદાર પણ બનશે. જે દિવસે તમારે મહેંદી લગાવવી છે તેના એક દિવસ પહેલા તમારે એક વસ્તુ લગાવવાની રહેશે . અને તેના માટે તમારે મહેંદીનો પાઉડર અને બદામ ના તેલ ની જરૂર પડશે. આ ઉપાય દ્વારા તમારા વાળ સુંદર અને ચમકદાર થઇ જશે. તમને પ્રશ્ન થશે કે આ આખરે આ ઉપાય તમારે કરવાનો કઈ રીતે છે? તો આવો તમને જણાવી જ દઈએ.

સૌથી પહેલા એક વાસણ લો તેમાં પાણી નાખી અને તેમાં મહેંદી પાઉડર નાખી લો. અને તેને ગેસ ઉપર રાખી અને ધીમી આંચ ઉપર ગરમ કરો. થોડી વાર પછી તેમાં બદામ નું તેલ ઉમેરી અને સારી રીતે હલાવો. અને આ મિશ્રણ ને ઠંડું થવાદો અને પછી આ મિશ્રણ ને માથા ઉપર લગાવો અને થોડી વાર સુધી સૂકવવા માટે રાખી દો. અને સુકાય જાય પછી સારી રીતે ધોઈ લો.

આવું કરવાથી તમારા વાળ સુંદર બનશે. વાળ ને ધોવા સમયે એક ચમચી ચા ની ભૂકી અને  ને પાણી માં નાખી અને ઉકાળો અને તેના થોડું મીઠું નાખો. અને આ મિશ્રણ ને વાળ ધોવાના એક કલાક પહેલા તેને વાળ ઉપર લગાવો. અને પછી વાળ ને ધોઈલો આવું કરવાથી વાળ લાંબા કાળા અને ચમકદાર બનશે.  તો જરૂર કરો આ ઉપાય.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.