લોકડાઉન દરમિયાન મોદી સરકાર ની આ યોજના ઉઠાવો લાભ, નવા વ્યાપાર માટે મળશે ઓછા વ્યાજ દરે લોન!

ભારતમા ચાલી રહેલા લૉકડાઉન ને પંગલે અર્થતંત્ર પર પડેલા મંદી ના માર માથી ઉગારવા કેન્દ્ર સરકારે તાજેતરમા ઘણી આર્થિક રાહતો ની જાહેરાત કરી હતી. આ આર્થિક રાહતો ની ઘોષણા કરતા સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણે શિશુ મુદ્રા લોન પર બે ટકા વ્યાજદર ની છૂટ આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે શિશુ મુદ્રા લોન અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધી ની લોન મેળવી શકાય છે. સરકાર ની આ ઘોષણા થી લૉકડાઉન વચ્ચે વેપારમા મંદી સહન કરી રહેલા નાના વેપારીઓ ને તેમજ નવો ધંધો શરૂ કરવા માંગતા વેપારીઓ ને મોટો ફાયદો થઇ શકે છે.

હાલ આ યોજના નો લાભ એટલા માટે લેવો જોઇએ કે સામાન્ય દિવસોમા બેંકો શિશુ મુદ્રા લોન પર દસ થી અગ્યાર ટકા નુ વ્યાજ વસૂલે છે. જ્યારે આ તાજેતર ની ઘોષણા પ્રમાણે સરકારે આ વ્યાજ પર બાર મહિના સુધી બે ટકા જ વ્યાજ લાગુ કરશે. સરકાર નુ એવું માનવુ છે કે આ યોજના નો લાભ અંદાજે ત્રણ કરોડ ધંધાર્થીઓ ને મળી શકે છે. આ અંદાજ ને આધારે જ ગણતરી કરવામા આવે તો બે ટકા વ્યાજ છૂટ થી લોનધારકો ના રૂપિયા ૧૫૦૦ કરોડ બચી જશે.

ત્રણ પ્રકાર ની લોન આપવમા આવે છે :

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ત્રણ પ્રકાર ની લોન ઉપલબ્ધ છે. શિશુ મુદ્રા લોન, કિશોર મુદ્રા લોન તેમજ તરુણ મુદ્રા લોન. શિશુ મુદ્રા લોન નાના ધંધાર્થીઓ માટે છે. તેમા પચાસ હજાર રૂપિયા સુધી ની રકમ લોન પેટે મેળવી શકાય છે. જ્યારે કિશોર મુદ્રા લોનમા પચાસ હજાર થી પાંચ લાખ રૂપિયા સુધી ની લોન રકમ મળવાપાત્ર છે. આ સિવાય તરૂણ મુદ્રા લોન અંતર્ગત પાંચ લાખ થી દસ લાખ રૂપિયા સુધી ની લોન ની રકમ મળવાપાત્ર છે.

લોન માટે ની કેવી રીતે કરવી અરજી ? :

મુદ્રા લોન ની આ યોજના અંતર્ગત લોન મેળવવા માટે તમારે તમારા ધંધા નો પ્રોજેક્ટ રિપોર્ટ તેમજ ડૉક્યુમેન્ટ્સ લઇ ને નજીક ની બેંક શાખા મા જવાનું રહેશે, બેંક આપના ધંધા થી લગતા પ્લાન વિશે માહિતી માંગશે. આપ વિગતો આપશો તેના આધારે આપ ની લોન મંજૂર કરવી કે ન કરવી તેનો નિર્ણય બેંક દ્વારા લેવામા આવશે. મહત્વ ની બાબત તો એ છે કે આ યોજનામા કોઇપણ ગેરન્ટર વગર સરળતા થી લોન મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.